Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝગુગલનું અનોખી રીતે ‘મા’ ને સલામ

ગુગલનું અનોખી રીતે ‘મા’ ને સલામ

Happy mother's day….
Share Now

આજનો દિવસ મધર્સ ડે તરીકે ઉજવાય છે, 9 મે નો દિવસ ખાસ માતા અને જનનીને પ્રેમ વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે, આમ તો મમ્મી એટલે જનની માટે કોઇ એક દિવસ નથી હોતો, કારણ કે નાનપણથી જ આપણને શીખવાડ્યુ છે અને સાંભલ્યુ છે કે, ભગવાન(God) બધી જ જગ્યાએ નથી પહોંચી શકતા એટલે એમણે પૃથ્વી પર મા નું સર્જન કર્યું. ભગવાને મા નું સર્જન કરીને માને જ બધી જવાબદારી અને કામો સોંપી દીધા , સૌથી મોટુ કામ ધરતી પર નવા જીવને જન્મ આપવાનું, ગર્ભમાં જ સંસ્કાર આપવાનું, પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું, અને તેની સાચવવાનું. આ બધા કામો મા એ સંભાળી લીધા અને ભગવાન પોતે બેરોજગાર થઇ ગયા, એવુ કહી શકાય.

દુનિયામાં મા નો પ્રેમ બધા માટે જુદો જુદો હોય છે, નાનપણથી લઇને મોટા થઇએ ત્યાં સુધીમાં મા અને પિતા પણ આપણને સાચવે છે, દુનિયાથી બચાવીને પ્રોબલેમ્સથી બચાવીને બાળકોને મોટા કરે છે, આજે આજ મા ને ગુગલ પણ સલામ કરી રહ્યું છે. હા, મધર્સ ડે પર ગુગલ પણ સલામ કરી રહ્યું છે, આ વિશેષ રીતે ગુગલ પણ વિશ કરી રહ્યું છે.

Mothers-Day

Google

ક્યારે અને કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે

મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે મનાવવામાં આવે છે, મધર્સ ડે પહેલા અમેરિકામાં શરુ થયો હતો, આ સ્ટોરી પણ કંઇક આવી છે કે, એક અન્ના જાર્વિસ નામની મહિલા ઇચ્છતી હતી કે આ દિવસ પણ ઉજવાય કારણ કે, તેની પોતાની માતા એ આવી ઇચ્છા વ્યક્ત કરી હતી, મા ના પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે તે દિવસથી મધર્સ ડે ની શરુઆત થઇ હતી. આ દિવસ માતાને સમર્પિત હોય છે. બોલીવિયામાં આ દિવસની ઉજવણી 27 મે ના દિવસે થાય છે, જેની પાછલનું કારણ મે 1812 ની ક્રાંતિ છે. જ્યારે સ્પેનની સેનાએ બોલીવીનમાં મહિલાઓની હત્યા કરી નાખી હતી, જે આઝાદી માટે લડી રહી હતી. જેથી મહિલાઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે.

 

હર રિશ્તે મે મિલાવટ દેખી, કચ્ચે રંગો કી સજાવટ દેખી,

       લેકિન સાલો સાલો દેખા માં કો

ઉસકે ચહેરે પર ન થકાવટ દેખી, ના મમતા મેં મિલાવટ દેખી…

 

ગુગલે બનાવ્યુ ડુડલ

google

Google

મા ને સલામ કરવા અને વિશેષ રીતે સેલિબ્રેટ કરવા માટે ગુગલે આજે ડુડલ બનાવ્યુ છે. આ ડુડલ એક પોપ અપ કાર્ડ છે, જે ખુબ સુંદર લાગી રહ્યુ છે અને સાથે સાતે કલરફુલ પણ…ડુડલ ના આ ડિજિટલ કાર્ડનો ઉપયોગ દુનિયાના કોઇ પણ ખુણામાં રહીને પોતાની માતાને મધર્સ ડે ની શુભકામનાઓ આપી શકો છો.

ગુગલના ડુડલની ખાસ વાત એ છે કે, તમે ડુડલ પર રાઇટ ક્લિક કરીને સોસિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર, ફેસબુક અને ઇસ્ટાંમાં શેર પણ કરી શકો છો. આ ગુગલને Olivia દ્વારા બનાવવામાં આવ્યો છે.

કોરોનાકાળમાં ઘણા લોકો પોતાની માતાથી દુર હશે, બીજા શહેરમાં હશે અથવા ઘણાએ પોતાની માતાને ગુમાવી હશે, આજે દેશમાં જ્યારે કોરોનાએ માઝા મુકી છે ત્યારે મા વિશે કઇ લખવાની ઇચ્છા નથી થતી, મા વિશે તમે બોલો, લખો એટલુ ઓછુ.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપુત એક બંગાળી બુકમાં…

મારી વાત:

હા, આપણી જોબ અને બીઝી સિડ્યુલ વચ્ચે આપણને એટલો સમય નથી મળતો કે આપણે આપણી મમ્મીને સ્પેશય ફિલ કરાવી શકીએ, પણ જે ટાઇમ પણ તમે તમારી ફેમિલીને આપો છો એ અચુક એવો સ્પેશયલ બનાવો કે તે ખુશ થઇ જાય, નાનુ એવુ ગિફ્ટ પણ મા ને ખુશ કરી દેશે, હા એ પણ છે કે પહેલાં મમ્મી પ્રાઇઝ પુછશે જ ગિફ્ટની .. આ બધા જ મમ્મીની આદત હોય છે, જ્યારે પણ તમને સમય મળે કે ન મળે , જીવનમાં જે મા એ તમને સમય આપીને મોટા કર્યા છે તેને પણ થોડા હુંફ અને પ્રેમ સાતે સાચવી લઇએ. બાકી સ્ટેટસમાં ફોટો મુકવાથી મા ખુશ નથી થતી. જીવતા માતા પિતાની સેવા કરવી એજ સાચુ સુખ છે. ધરતી પર રહેલી માતાને ખુશ રાખવાથી ઉપરવાળી માતા પણ ખુશ રહેશે. OttIndia તરફથી આપ સૌને  Happy mothers day….

 

આજ રીતના એન્ટ્રટેન્મેન્ટ ન્યુઝ, બ્રેકિંગ અને હેલ્થ સાથે જોડાયેલા સમાચાર માટે અપડેટ રહેવા સતત જોડાયેલા રહો અમારી સાથે  OTTindia પર

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

 

No comments

leave a comment