Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeકહાની“દેશ માટે એક દિવસ મેડલ લાવીને જ રહીશ…” : દિવ્યાંગ “રઈશ”

“દેશ માટે એક દિવસ મેડલ લાવીને જ રહીશ…” : દિવ્યાંગ “રઈશ”

Share Now
જીવનમાં કોઈ પણ અઘરાથી અઘરા કામ કરવા માટે શું જોઈએ? આનો જવાબ છે હિમ્મત. માત્ર આ એક શબ્દથી માણસ ઈચ્છે તો હિમાલય પણ સર કરી શકે છે. દરિયો પણ પાર કરી શકે છે. કઈ પણ અશક્ય કામને શક્ય બનાવી શકે છે. આ વાત માત્ર વાક્ય પુરતી સીમિત ના રાખીને તેને સુરતના આ દિવ્યાંગ યુવાને તેને પોતાનો જીવનમંત્ર બનવી લીધો છે.  પગેથી દિવ્યાંગ બાળકે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દે તેવું કાર્ય કરી રહ્યો છે. સુરતનો રઈશ નામનો 17 વર્ષનો દિવ્યાંગ આજે વેઇટલીફટિંગમાં (weightlifting) 80 થી 90 કિલો સુધીનું વજન ઊંચકી જીમમાં પ્રેક્ટિસ કરે છે. રઈશ એક પગ પર જ વજન ઉચકવાની આકરી પ્રેક્ટિસ જોઈને બોડી બિલ્ડર પણ તેની હિંમતને બિરદાવી રહયા છે.

લેહરો સે ડર કર નૌકા પાર નહિ હોતી,
કોશિશ કરનેવાલો કી કભી હાર નહિ હોતી!

A 17-year-old cripple named Raeesh weightlifting 80 to 90 kg on one leg

રઇશનો એક પગ બીજા પગ કરતા ત્રણ ઇંચ નાનો છે

થોડા દિવસ પહેલા જ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ પૂર્ણ થઇ છે. ભારતના ઘણા બધા ખેલાડીઓએ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સુરતનો આ દિવ્યાંગ ખેલાડી પણ આગામી સમયમાં દેશનું નામ રોશન કરવા ઉત્સાહિત છે. સુરતના લીંબાયત વિસ્તારમાં ધો 12માં અભ્યાસ કરતાં 17 વર્ષીય રઇશનો એક પગ બીજા પગ કરતા ત્રણ ઇંચ નાનો છે. પણ શરીરની આ ખોડને તેણે સ્વપ્નોની આડે ક્યારેય આવવા દીધી નથી. રઇશના સપના ઘણા ઊંચા છે, જેને પૂરા કરવા તે તનતોડ મહેનત કરી રહ્યો છે.
A 17 year old Raeesh practices in a gym for weightlifting
રઇશ કહે છે કે, “આજે 80 કિલો સુધીનું વજન ઊંચકી લઉં છું. મારું સ્વપ્ન છે કે, પેરાલિમ્પિક ગેમ્સમાં રમું અને શહેર તેમજ દેશનું નામ રોશન કરૂ, મારા પિતા સામાન્ય દુકાન ચલાવે છે. થોડા વર્ષ પહેલાં મેં જાતે જ નક્કી કર્યું હતું કે આ ખોડ સાથે બેસી નથી રહેવું, પણ એ કરી બતાવવું છે, જેને જોઈને લોકો દંગ રહી જાય. ત્યારે શાળાના અભ્યાસ બાદ ફ્રી સમયમાં તેણે જિમ શરૂ કર્યું હતું. જિમમાં કસરત સાથે વેઇટ લીફટિંગમાં મહેનત કરી રહ્યો છું. એક પગ પર સૌથી વધુ વજનનો ભાર ઉચકવો સૌથી વધુ મુશ્કેલ બને છે. પણ આજે ધીમે ધીમે 47 વજન હોવા છતાં 80 થી90 કિલો ઊંચકી શક્યો છું. અને વેઇટલીફટિંગ કોમ્પિટિશન માટે તે તૈયારી કરી રહ્યો છું…”

ઇન્ટરનેશનલ લેવલે વેઇટલીફટિંગમાં (weightlifting) એક દિવસ સફળ થશે…

Raees's coach talk about his courage

રઇશનો આત્મવિશ્વાસ ગજબનો છે. તેનો વેઇટલીફટિંગ (weightlifting) પ્રત્યેનો લગાવ અને મહેનત જોઈ તેને ટ્રેનિંગ આપનાર ઉવેશ પટેલ પણ આશ્ચર્ય થઇ ગયા હતા. કોચે કહ્યું હતું કે, “તે વેઇટ લિફ્ટિંગ (weightlifting) શીખવા જ્યારે આવ્યો, ત્યારે મને પણ વિશ્વાસ નહોતો કે, તે એટલું સારું પર્ફોમન્સ કરી શકશે. આજે તે 80 કિલોનું વજન આસાનીથી ઊંચકી શકે છે. આટલી નાની ઉંમરમાં માત્ર 15 દિવસમાં જ આટલું બધું વજન ઉચકવુ ખૂબ જ મોટી વાત છે. મારે ત્યાં જિમ કરવા આવતા નોર્મલ વ્યક્તિ પણ આટલું વજન નથી ઊંચકી શકતા. રઈસની મહેનત અને લગાવ જોઈ તેને ઉચ્ચ લેવલ સુધી પહોંચાડવા બધી જ મહેનત કરાવીશ. તેનું સપનું છે દેશ માટે ગોલ્ડ મેડલ આપાવું છે તો જે કાર્ય હું નથી કરી શક્યો, તે હું રઈસમાં જોઈ રહ્યો છું. હાલ સુરત બાદ, ગુજરાત બાદ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે વેઇટલીફટિંગમાં રઈસ એક દિવસ જરૂર સફળ થશે.

આ પણ વાંચો: નરેશ તુમડા: અંધ હોવા છતાં ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો! હાલ પરિસ્થિતિ દયનીય

સુરતનો રઈસ એ ઘણા બધા બાળકો માટે ઉદાહરણરૂપ છે. આ ઉમરમાં મોટાભાગના યુવાનો નાની નાની વાતમાં ડિપ્રેસ થઈને નાસીપાસ થઇ જતા હોત છે. જીવનામાં આગળ શું કરવું તે સુઝતું નથી. ત્યારે રઈસને ભગવાને એક ખોટ આપી છે, જેને તેણે પોતાની તાકાત બનાવી લીધી છે. અને આજે જીવનનો એક જ મંત્ર રાખી દરેક પડકાર સામે લડીને આગળ વધી રહ્યો છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment