Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝદીપડાના શેલ્ટરમાં ફોટોશૂટ કરવું પડ્યું મોંઘુ, માંડ માંડ જીવ બચ્યો!

દીપડાના શેલ્ટરમાં ફોટોશૂટ કરવું પડ્યું મોંઘુ, માંડ માંડ જીવ બચ્યો!

Share Now

ઘણી વાર હદથી વધારે હિંમત તમને મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. એવું જ કઈક જર્મનીની એક મોડલ સાથે બન્યું છે. જર્મનીની ૩૬ વર્ષીય મહિલા મોડલને દીપડાના (leopard) વાડામાં જઈને ફોટોશૂટ કરવું ભારે પડ્યું હતું. અલગ અલગ પોઝ આપીને ફોટોશૂટ કરાવી રહેલ મહિલા પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં મોડેલને ખુબ જ ગંભીર ઈજા થઇ હતી.

દીપડાના (leopard) વાડામાં ફોટોશૂટ કરાવવુ ભારે પડ્યું 

  • જર્મનીની ૩૬ વર્ષીય મોડેલ જેસિકા લીડોલ્ફ કરાવી રહી હતી દીપડાના વાડામાં ફોટોશૂટ
  • અચાનક એક દીપડાએ મોડેલ પર કર્યો ઘાતક હુમલો 
  • મોડેલનો જીવ માંડ માંડ બચ્યો 
  • હુમલામાં મોડેલના ચહેરા અને કાન ઉપર ગંભીર ઈજાઓ થઇ 
  • હાલ મોડેલને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાઈ 

૧૬ વર્ષનો “ટ્રોજા” નામનો દીપડો (leopard) ઘુસી આવ્યો

અહેવાલ અનુસાર આ ઘટના પૂર્વ જર્મનીના એક પશુ આશ્રય સ્થળની છે. જ્યાં ૩૬ વર્ષીય મહિલા મોડલ જેસિકા ફોટોશૂટ કરવા માટે પહોચી હતી. જ્યાં ફોટોશૂટ કરતી વખતે અચાનક જ વાડામાં ૧૬ વર્ષનો “ટ્રોજા” નામનો દીપડો (leopard) ઘુસી આવ્યો અને મોડેલ પર હુમલો કરી દીધો હતો. દીપડાએ જેસિકાના ગાલ, કાન અને માથું પર ગંભીર ઈજા પહોચાડી હતી. ઘાયલ થયેલી મોડેલ ત્યાં જ બેહોશ થઇ ગઈ હતી. તાત્કાલિક તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેની ઘણી બધી સર્જરી કરવામાં આવી હતી. 

ગાલ, કાન અને માથા પર બચકા ભર્યા 

હાલ જેસિકાનો જીવ તો બચી ગયો છે. પણ તેના ચહેરા પર અને માથા પર ઘણા બધા ડાઘ બની ગયા છે. મોડેલ કહ્યું હતું કે, ” દીપડાએ સદંતર તેના ગાલ, કાન અને માથા પર બચકા ભરી રહ્યો હતો. ત્યારે હજુ ઘણીબધી વાતો સ્પષ્ટ થઇ નથી, જેમ કે ફોટોશૂટ કરવાની વ્યવસ્થા કોણે કરી હતી? લીડોલ્ફ્નું ફોટોશૂટ કોણ કરી રહ્યું હતું? પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: “આવો ડર જીવનમાં ક્યારેય નથી લાગ્યો” : અફઘાનિસ્તાનથી પરત ફરેલ યુગલની આપવીતી

શેલ્ટરના માલિકે કઈપણ કહેવાની ના પાડી દીધી

એક રીપોર્ટ પ્રમાણે જ્યાં હુમલો થયો હતો તે એનિમલ શેલ્ટરના માલિકે આ વિશે કઈપણ કહેવાની ના પાડી દીધી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે જે દીપડાએ (leopard) હુમલો કર્યો હતો, તે ક્યારેય પોતાના વાડાથી બહાર નથી આવ્યો અને કોઈ દિવસ કોઈ પર ક્યારેય હુમલો પણ નથી કર્યો. ૪૮ વર્ષીય એનિમલ શેલ્ટરના માલિકે એનિમલ ટ્રેનર તરીકે 20 વર્ષ સુધી કામ કર્યું છે. તેમની પાસે જાનવરો રાખવા માટેનું લાઇસન્સ પણ છે. 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment