Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝપતિની હત્યાના ગુનામાં 10 વર્ષની સજા કાપ્યા બાદ મહિલાને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી

પતિની હત્યાના ગુનામાં 10 વર્ષની સજા કાપ્યા બાદ મહિલાને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી

Gujarat High Court
Share Now

કહેવાય છે કે, મોળો મળે પણ ન્યાય તો જરૂર મળે. આવો જ એક કેસ કચ્છમાંથી સામે આવ્યો છે.  પતિની હત્યાના ગુનામાં કચ્છની એક મહીલા છેલ્લા 10 વર્ષથી સજા ભોગવી રહી હતી.  કચ્છમાં પતિને મોતને ઘાટ ઉતારવાના આરોપમાં જેલમાં સજા કાપી રહેલી પત્ની સામેના કેસને લઈને (Gujarat high court) ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો છે. પતિની હત્યા કર્યા હોવાની કબુલાત કર્યાના દાવા સાથે થયેલી ફરિયાદના આધારે આજીવન જેલની સજા થઈ હતી.

 

પરંતુ પત્ની સામેના આરોપો બાબતે (Gujarat high court) ગુજરાત હાઇકોર્ટે સચોટ પુરાવાના અભાવે પત્નીની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે. જેથી છેલ્લા 10 વર્ષથી જેલમાં સજા કાપી રહેલી પત્ની હવે જેલમાંથી છૂટી જશે.

શું હતો પુરો કેસ

કચ્છ જિલ્લાના ભુજમાં પત્નીએ ઘરકંકાસથી કંટાળીને પોતાના જ પતિને છરીના 32 ઘા મારીને હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. વર્ષ 2011માં આ બાબતે મૃતકના જમાઈએ તેની સાસુ એટલે કે મૃતકના પત્ની સામે ફરિયાદ કરી હતી. જમાઈની ફરિયાદ બાદ પોલીસે પત્ની પાસેથી છરી અને તેના લોહીના ડાઘવાળા કપડાં કબજે કર્યા હતા.

AVBPનો હલ્લાબોલ જુઓ વીડિયો 

ભુજ સેશન્સ કોર્ટેમાં પત્ની પાસે મળેલી છરી અને તેના લોહીના ડાઘવાળા કપડા જમા કરાવવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ તરફથીએ પણ દાવો કરવામાં આવ્યો હતો કે મહીલાએ પોલીસ સ્ટેશનમાં પતિની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી હતી. જેના આધારે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

એક દશકથી જેલમાં હતી મહિલા

મહિલાના વકીલે (Gujarat high court) ગુજરાત હાઇકોર્ટમાં સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. જોકે હાઈકોર્ટે આ બાબતે સંજોગો આધારિત કેસમાં પુરવાઓનો અભાવ હોવાનું નોંધ્યું હતું. આ બાબતે પત્નીનો કેસ લડી રહેલ વકીલ દીપિકા બાજપાઇએ મુજબ પત્ની સામે લાગેલા આરોપ સાબિત કરવાની કડી મળી ન રહી હતી. જેને લઈને આખરે 10 વર્ષની સજા કાપ્યા બાદ 50 વર્ષની મહિલાને નિર્દોષ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: ખાદ્ય તેલને લઈને સામાન્ય પ્રજા માટે સૌથી મોટી રાહતના સમાચાર, કેન્દ્રનો મહત્વનો નિર્ણય

આ ચુકાદામાં મોટી વાત જ છે કે, પતિની હત્યાના ગુનામાં 10 વર્ષની સજા કાપ્યા પણ સબૂતના અભાવે મહિલાને માનનીય કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરી દેવામાં આવી. 50 વર્ષની મહિલાને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી છે જેથી હવે આ મહિલા નિર્દોષ છુટીને ઘર જઈ શકશે. મહત્વની વાત એ છે કે, મહિલાએ પોલીસ સમક્ષ ગુનો કબૂલ્યો હતો પણ કોર્ટમાં આરોપ સાબિત ના થયો.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment