હાલ ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે ચોમાસામાં વરસાદના કારણે સૌથી વધારે રોગચાળો ફેલાતો હોય છે. વિસ્તારમાં અનેક જગ્યાએ ભરાઈ જતા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. અને જેથી લોકો વધુમાં વધુ ચોમાસામાં બીમાર પડતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એક 9 વર્ષની બાળકીનું (9 year old girl) ડેન્ગ્યુમાં મૃત્યુ થયું છે.
અરવલ્લી જિલ્લાના માલપુરમાં રહેતી બાળકીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેના લીધે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ છવાયો હતો. કોરોના બાદ જિલ્લામાં ડેન્ગ્યુનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.
- અરવલ્લીમાં 9 વર્ષની બાળકીનું (9 year old girl) ડેન્ગ્યુમાં મોત
- ડેન્ગ્યુનો કેસ મળી આવતા ફળિયાના લોકોમાં ફફડાટ
- ગામનું ગંદુ પાણી રોહિતવાસ નજીક ખાડામાં થાય છે જમા
- ખાડામાં જમા થતી ગંદકીથી સ્થાનિકો પરેશાન
- વારંવાર રજૂઆતો છતાં કોઈ નિકાલ નહી
ડેન્ગ્યુનો કેસ મળી આવતા લોકોમાં ફફડાટ
અરવલ્લી જિલ્લામાં કોરોના બાદ માલપુરમાં એક ડેન્ગ્યુનો કેસ મળી આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. માલપુર ગામે રોહિત ફળિયામાં રહેતી નવ વર્ષીય બાળકી બીમારીમાં સપડાઈ હતી. આ બાળકીમાં ડેન્ગ્યુના લક્ષણો શંકાસ્પદ જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવતા બાળકીને ડેન્ગ્યુ પોજીટીવ હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી. પણ કમ નસીબે બાળકી બચી શકી ન હતી. અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીના મોત બાદ ફળિયાના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ફળિયામાં ખુલ્લી ગટરો અને સમગ્ર ગામનું ગંદુ પાણી આ રોહિતવાસ નજીક ખાડામાં જમા થતા ગંદકીથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ નહિ કરવામાં આવતા દર ચોમાસાના સમયમાં સ્થાનિકો બીમાર પડવાની સમસ્યા થાય છે. ત્યારે રજૂઆતો બાદ પણ કાર્યવાહીના અભાવે બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે
તકેદારીના પગલાં રૂપે ફોગીંગ કામગીરી ચાલુ
માલપુર ખાતે ડેન્ગ્યુનો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના મોત બાદ રોહિત ફળિયામાં તકેદારીના પગલાં રૂપે ફોગીંગ કામગીરી ચાલુ કરી છે. ઉપરાંત ચાર ટીમો દ્વારા ફળિયામાં રહેતા સ્થાનિકોના લોહીના નમૂનાઓ લઇ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ કોરોના બાદ અત્યાર સુધીમાં ડેન્ગ્યુનો બીજો કેસ નોંધાયો છે.
આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લીમાં, જળાશયોમાં પાણીની અછત
જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં 10 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુ, જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં મેલેરિયા તેમજ ઝેરી મેલેરિયાના કુલ 8 જેટલા કેસો નોંધાયા છે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt