સુરત (Surat)ના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Rape)અને હત્યા (Murder)ના કેસમાં ગઇકાલે સોમવારે કોર્ટે (Court) ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને દોષિત (Guilty)જાહેર કર્યો હતો. અને ગઈ કાલે મંગળવારના રોજ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ મામલે સરકારને પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે. ત્યારે હવે આ પ્રકારનો બનાવ બીજીવાર ના બને તે તે માટે દાખલો બેસાડવા રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દુષ્કર્મના આરોપીઓના ફોટા સાથે તેમને કરેલી કરતૂત અને તેને થયેલી સજા દર્શાવતા હોર્ડિંગ્સ ઠેર ઠેર લગાવવામાં આવશે.
દુષ્કર્મની ઘટનાઓમાં કેન્દ્ર-રાજ્ય સરકારની અસરકારક કામગીરી
દુષ્કર્મની ઘટનાઓ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકારે દુષ્કર્મની ઘટનાઓમાં અસરકારક કામગીરી કરી છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે,માત્ર એક મહિનામાં જ દુષ્કર્મના ગુનામાં બે આરોપીઓને ફાંસી ત્રણને કડક સજા કરાવવામાં સફળતા મળી છે. અને આગામી સમયમાં રાજ્યની દીકરીઓ સલામત રહે અને આવા બનાવો ન બને તે માટે સરકાર ખાસ એક્શન પ્લાન બનાવવા જઇ રહી છે. દુષ્કર્મના મોટાભાગના કેસમાં આરોપીઓ આરોપીઓ પોર્ન મૂવી જોઇને આ પ્રકારનું કૃત્ય આચરતા હોય છે. જેથી હવે પોર્ન વીડિયો કે ફિલ્મો ડાઉનલોડ કરી આપતા હોય તેવા લોકો પર પોલીસ ચાંપતી નજર રાખીને કાર્યવાહી કરશે.
આ પણ વાંચો:કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને 29 જ દિવસમાં ફાંસીની સજા
ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવવામાં આવશે
તમને જનાવી દઈએ કે, સુરતના પાંડેસરા ખાતે ગુડ્ડુ યાદવ નામના આરોપીએ પોર્ન વીડિયો જોયા બાદ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે માત્ર 29 દિવસમાજ સુરત કોર્ટે આ કેસનો ચુકાદો આપ્યો હતો અને આરોપી ગુડ્ડુ યાદવને ફાંસીની સજા સાંભળવી હતી. ત્યારે આ પ્રકારના ગુના ભવિષ્યમાં બને નહીં એ માટે દાખલો બેસાડવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દુષ્કર્મના આરોપીઓના ફોટા સાથે તેમને કરેલી કરતૂત અને તેને થયેલી સજા દર્શાવતા હોર્ડિંગ્સ ઠેર ઠેર લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સુરત (Surat)ના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Rape)અને હત્યા (Murder)ના કેસમાં ગઇકાલે સોમવારે કોર્ટે (Court) ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને દોષિત (Guilty)જાહેર કર્યો હતો. અને ગઈ કાલે મંગળવારના રોજ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. આ મામલે સરકારને પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4