Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઉપલેટામાં ઘરફોડ ચોરી કરનાર પકડાયા

ઉપલેટામાં ઘરફોડ ચોરી કરનાર પકડાયા

Upleta crime
Share Now

ઉપલેટા પોલીસે ઘરફોડ ચોરી કરનાર બે વ્યક્તિઓને ઝડપી ઉપલેટા અને લોધીકામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો અને ફરી એક વાર તસ્કરી કરે એ પહેલા જ પોલીસે ઝડપી લીધા.

ઉપલેટા શહેરમાં છેલ્લા એક વર્ષથી અલગ-અલગ જગ્યાઓ પર ચોરીની ઘટનાઓ બનતી હતી જેમાં આ ચોરી કરનાર તસ્કરો ફરી એક વખત ઉપલેટામાં ચોરી કરે તે પહેલાં જ ઉપલેટાના પોલીસ દ્વારા તસ્કરી કરે એ પહેલાં જ ઝડપી લેવામાં આવ્યા છે અને ઉપલેટા પોલીસ સ્ટેશનના ત્રણ અને લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક એમ કુલ ચાર અનડીટેક્ત ગુન્હાઓ શોધી કાઢ્યા છે.

Upleta crime

બે તસ્કરો ઝડપાતા ઉપલેટા પોલીસે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ત્રણ અને લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તાર નો એક એમ કુલ ચાર જેટલા ડિટેક્ટર ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરી બે વ્યક્તિઓને ઝડપી લીધા છે જેમાં ઈડિયા s/o ગટ્ટભાઇ મસાણીયા ઉ.વ. ૪૫ અને કનો s/o શકરીયાભાઈ શિંગાળા ઉ.વ. ૨૮ ને ઝડપી લીધેલ જ્યારે રમેશ સાવરીયા નામના વ્યક્તિને ઝડપવાનો બાકી હોય ત્યારે ઉપલેટા પોલીસે ચાર જેટલા અનડીટેક્ત ગુનાઓને ડિટેક્ટ કરી લીધા છે.

આ પણ જુઓ : બટેટાએ બરબાદ કર્યા!

ઉપલેટા પોલીસે ઝડપેલા તસ્કરો દ્વારા પોતાના વતનથી ઉપલેટા શહેરની અંદર તસ્કરી કરવા આવતા અને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેકીઓ કરતા અને રેંકીઓ કર્યા બાદ જ્યાં પણ મોકો મળતો ત્યાં તસ્કરી કરી લેતા અને તસ્કરી કર્યા બાદ તુરંત સવારે પોતાના વતન ચાલ્યા જતા ત્યારે છેલ્લા એક વર્ષથી ચોરી કરતા તસ્કરો દ્વારા આ તસ્કરીની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી ત્યારે ઉપલેટામાં ફરી એક વખત તસ્કરી હાથ ધરે તે પહેલાં જ ઉપલેટાના ઈન્ચાર્જ પીઆઈ ધાંધલ અને પીએસઆઇ ગોયલ અને ઉપલેટા પોલીસની ટીમ દ્વારા તસ્કરી કરી કરે એ પહેલાં જ ઝડપી લીધા.

Upleta crime

ઉપલેટા પોલીસે તસ્કરી કરતા હાલ બે વ્યક્તિઓને ઝડપી લીધા છે અને હજુ એક વ્યક્તિને ઝડપવાનો બાકી હોય ત્યારે ઉપલેટા પોલીસે ઝડપાયેલા બન્ને વ્યક્તિઓ પાસેથી તસ્કરીના હથિયાર અને ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે જેમાં તસ્કરો પાસેથી હાલ ૨૧,૭૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને ફરી એક વખત ઉપલેટા શહેરમાં તસ્કરી કરે એ પહેલા જ પોલીસે તસ્કરોને ઝડપી લીધા અને ઝડપાયેલા તસ્કરો ઉપલેટામાં ફરી એક વાર તસ્કરી કરી એ પહેલાં બે વ્યક્તિને ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછતાછ શરૂ કરી છે. વધુમાં નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલએ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment