જૂનાગઢ (Junagadh)જિલ્લાના વિસાવદરમાં લુખ્ખાગીરી કરી લોકોલ જનતાને હેરાન પરેશાન કરનાર લુખ્ખાઓ સામે પોલીસે (Police)ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. કેટલાક દિવસો પહેલા લુખ્ખાઓએ ધારાસભ્ય હર્ષદ રીબડિયા (MLA Harshad Ribadiya)ના પુત્ર અને ભાઈ પર હુમલો (Attack)કર્યો હતો. જે મામલે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તે પૈકીના પાંચ શખ્સો સામે ગુજસીટોક (GUJCTOC )હેઠળ ગુનો નોંધ્યો છે. જિલ્લામાં ગુજસીટોક હેઠળ આ પ્રથમ ગુનો નોંધાતા લુખ્ખાગીરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
જૂનાગઢ (Junagadh)જિલ્લામાં ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધાયો
જૂનાગઢ (Junagadh)માં પ્રથમ ગુનો નોંધાતા અસામાજીક તત્વોમાં ફફડાટ
જૂનાગઢ જિલ્લાનો પ્રથમ ગુજસીટોકનો ગુનો નોંઘાતા લુખ્ખાગીરી આચરતા અસામાજીક તત્વો (Antisocial elements)માં ફફડાટ ફેલાયો હતો. જયારે વિસાવદર પોલીસમાં ગુજસીટોક હેઠળ દાખલ થયેલા ગુનામાં કપીલ દાફડા, નાસીર રહીમ મેતર, ટોની જૂનાગઢ વાળો, ઈમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદ બ્લોચ સહીત પાંચેય આરોપીઓની ફરી ધરપકડ કરવામાં આવશે. નવા કાયદાની જોગવાઇ મુજબ નવેસરથી પાંચેય આરોપીઓની ઘરપકડ કરી રાજકોટ ખાતે ગુજસીટોકની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે તેવું જાણવા મળેલુ છે.
ગુજસીટોક હેઠળ જૂનાગઢમાં ગુનો નોંધાયો જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4