Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / September 27.
Homeન્યૂઝસાવધાન! મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરો છો?

સાવધાન! મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરો છો?

Share Now

સવારમાં ઉઠીને સૌથી પહેલા શું છો? લગભગ ૯૦% લોકોની જવાબ હશે અમે અમારો ફોન ચેક કરીએ છીએ. હવે એક ટાઇમ જમ્યા વગર કદાચ ચાલે પણ ફોન વગર બિલકુલ નથી ચાલતું જાણે “રોટી, કપડા મકાન ઔર ફોન” આ જ જરૂરિયાત બની ગઈ છ.મોબાઈલ ફોન એ આપણી જિંદગીનો એક ભાગ થઈ ગયો છે. કોઈને પણ મોબાઈલ ફોન વગર ચાલતુ જ નથી. આખો દિવસ ઘણા લોકો મોબાઈલ ફોન સાથે ચોંટેલા દેખાતા હોય છે. પરંતુ આ એક ગંભીર બેદરકારી છે. ત્યારે ખતરાની ઘંટી સમાન એક કિસ્સો મહેસાણા જિલ્લામાંથી સામે આવ્યો છે.

મોબાઈલમાં બ્લાસ્ટ થયો! (Mobile Blast) 

Mobile Blast in mahesana

મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા છેટાસણા ગામમાં વિવો કંપનીના મોબાઈલમાં બ્લાસ્ટ થયો (Mobile Blast) છે. આ બ્લાસ્ટ થવાથી 17 વર્ષીય શ્રધ્ધા દેસાઈનું મોત નિપજ્યું છે. જેનાથી આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

શંભુભાઈ દેસાઈ નામના પશુપાલકની 17 વર્ષીય દીકરી શ્રધ્ધા દેસાઈ પોતાના મકાનમાં ઉપરના માળે ચાર્જીંગ દરમ્યાન મોબાઈલ ઉપર વાત કરતી હતી. ત્યારે મોબાઈલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. અને મકાનના દરવાજા અને ઘાસચારમાં આગ લાગી હતી. જોકે સ્થાનિક રહીશોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ મોબાઈલ બ્લાસ્ટથી (Mobile Blast) ઘાયલ યુવતીનું મોત નિપજતા, પરીવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો:સુપર મેન કે સ્પાઈડર મેન નહિ, પણ આ છે ભારતના વોટર મેન!

ચાર્જીંગ દરમ્યાન મોબાઈલ ઉપર વાતચીત ન કરવી

funeral of girl who killed in mobile blast

દેસાઈ પરિવારે મોબાઈલ બ્લાસ્ટ થતા પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી દીધી છે. ત્યારે આ કિસ્સો બીજા લોકો માટે દ્રષ્ટાંત રૂપ છે, કે મોબાઈલ ચાર્જીંગ દરમ્યાન મોબાઈલ ઉપર વાતચીત ન કરવી જોઈએ. 

મોબાઈલ એક એવું સાધન થઈ ગયું છે, કે જેના વગર હવે ન તો બાળકોને, ન કોઈ યુવાનને કે ન તો વૃધ્ધોને ચાલે છે. બસ જ્યારે જોઈએ ત્યારે તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાનું એક વ્યસન થઈ ગયું છે. ત્યારે મોબાઈલ વાપરવાના ફાયદાઓ છે તો બીજી તરફ તેનાથી નુકશાન પણ એટલું જ છે. ત્યારે પ્રત્યે બેદરકારી દાખવતા તેનો ઉપયોગ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment