પાકિસ્તાનના (Pakistan) પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(PTI)ની નેતા નીલમ ઈરશાદ શેખ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. નીલમ શેખે એક લાઇવ ટીવી ડિબેટ દરમિયાન કહ્યું હતું, “તાલીબાનો આપણી સાથે છે અને એ આપણને કાશ્મીર પાછુ અપાવશે..” આ નિવેદનની સાથે જ પાકિસ્તાનના ઈરાદાઓ સ્પષ્ટ થઇ રહ્યા છે.
તાલિબાનના કાબુલ પર કબજા પછી બીજા બધા દેશો આ બાબત અંગે ખુબ ગંભીરતાથી વિચારી રહ્યા છીએ ત્યારે પાકિસ્તાનમાં તો તો જાણે કોઈ ઉત્સવ હોય એ રીતે લાલ મસ્જિદમાં પણ તાલિબાનનો ધ્વજ લહરાવવામાં આવી રહ્યો છે.
જુઓ આ વાઈરલ લાઇવ ડીબેટ
#PTI leader Neelam Irshad Sheikh: Taliban have announced that they will join hands with Pakistan to liberate Kashmir. pic.twitter.com/MfC7mQ6lLh
— SAMRI (@SAMRIReports) August 23, 2021
તો શું તાલીબાનો કાશ્મીર જીતીને આપશે પાકિસ્તાનને (Pakistan) ?
- રવિવારે ‘બોલ ટીવી’ના એક લાઈવ શો દરમિયાન નીલમ શેખનું વિવાદિત બયાન
- એન્કરે PTI નેતા નીલમ શેખને ઈમરાન સરકારીની ઉપલબ્ધિઓ પર સવાલ કર્યો
- નીલમ શેખે લાઇવ ટીવી ડિબેટ દરમિયાન કહ્યું, “તાલીબાનો આપણી સાથે છે.”
- “તાલિબાન અમને કહે છે કે અમે તમારી સાથે છે અને અમને કાશ્મીર જીતીને આપશે.”
- નિવેદન સાંભળીને એન્કર અને બીજા પેનાલિસ્ટ્સ પણ હસવા લાગ્યા
- એન્કરે કહ્યું, “આ ખબર તમને કોઈએ વ્હોટ્સએપ મેસેજ મોકલ્યો કે હવાથી જ મળી ગઈ?”
- પાકિસ્તાની શો ના એન્કરે આ નિવેદનને વખોડી કાઢ્યું
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન (Pakistan) તહરીક-એ-ઈન્સાફ(PTI)ની નેતા નીલમ ઈરશાદ શેખે લાઇવ શોમાં કહ્યું હતું, “તાલીબાનોએ કહ્યું છે કે આપણી સાથે છે, અને એ આપણને કાશ્મીર પાછુ જીતીને આપશે. ત્યારે શોના એન્કર અને બીજા પેનાલિસ્ટ્સ આ વાત પર હસવા લાગ્યા હતા.
image credit- google image
નીલમ ઈરશાદ શેખ એ તહરીક-એ-ઈન્સાફની મોટી નેતા છે, સાથે જ તે ઇમરાન ખાનના સાથે પણ સબંધ ધરાવે છે. ઈમરાનની પત્ની બુશરા બીબી અને નીલમ નજીકના મિત્ર છે.
મેડમ તમને આ ખબર કોણે આપી?
એન્કરે કહ્યું, “મેડમ તમને આ ખબર કોણે આપી? કોઈનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો? અને જો એવું જ છે તો આપણી સેના શું કરી રહી છે? આ પ્રોગ્રામને દુનિયા જોઈ રહી છે. તમે જાણો છો કે તમે શું કહી દીધું. આ નિવેદન પછી આપણી શું હાલત થશે? ડીબેટમાં રહેલ એક બીજા વ્યક્તિએ આ વાતની મશ્કરી કરતા એમ પણ કહ્યું હતું કે આ વાત ટેલીફોન પર કદાચ નીલમ સાથે થઇ હશે! ત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે. લોકો આ વિડીયો પર જાતજાતની કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: દેશની સૌથી મોટી બેન્કે આપી એડવાઇઝ, પાસવર્ડ મજબુત કઈ રીતે કરવો?
જ્યારથી તાલીબાનો દ્વારા અફઘાનિસ્તાન પર રાજ શરુ કરવામાં આવ્યું છે, ત્યારથી જ પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં કટ્ટરપંથી અને આતંકીઓ તાલિબાનના ધ્વજ લહેરાવી રહ્યા છે. પાકિસ્તાનના (Pakistan) ઘણા વિસ્તારોમાં તો તાલીબાનોના સમર્થનમાં રેલીઓ પણ કાઢવામાં આવી છે. સૌથી વધારે ચોંકાવનારી બાબત તો એ છે કે ઈસ્લામાબાદની સૌથી પ્રસિદ્ધ મસ્જિદ ઉપર પણ તાલીબાનોનો ધ્વજ લહેરાઈ રહ્યો છે. પ્રશાસને એક વાર તો આ ધ્વજ ઉતારી દીધો હતો, પણ ફરી વાર તેને ફરકાવવામાં આવ્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt