Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝKutch : તબીબ દંપતીને સ્પોર્ટસ પ્રત્યે લાગ્યુ ઘેલુ, સ્પોર્ટસ એકેડેમી સ્થાપી સ્વપ્નને સાકાર કર્યુ

Kutch : તબીબ દંપતીને સ્પોર્ટસ પ્રત્યે લાગ્યુ ઘેલુ, સ્પોર્ટસ એકેડેમી સ્થાપી સ્વપ્નને સાકાર કર્યુ

mandvi
Share Now

કહેવાય છે કે નિયમીત રીતે જો કોઈ મેદાની રમત-ગમત રમવામાં આવે તો મોટી ઉંમર સુઘી વૃઘ્ઘા અવસ્થા નડતી નથી ત્યારે સુસ્ત શરીરને રોગ લાગું પડે તે પહેલાં જ યુવાનોને સુસ્ત રાખવા માટે કરછ (Kutch)માંડવીના એક તબીબ દંપતીએ અનોખું જાગૃતી અભિયાન શરૂ કર્યું છે. તબીબ દંપતીને સ્પોર્ટસ પ્રત્યે એવું તે ઘેલું લાગ્યું કે,  સ્પોર્ટસ એકેડેમી સ્થાપીને સ્વપ્નને સાકાર કરી ફીટ અને હીટ રહેવાનું ઉદાહરણ પુરું પાડ્યું છે. કરછ (Kutch)માંડવીના હર્દયરોગ નિષ્ણાંત ડો.પરાગ મર્દાનિયા અને તેમના વાઈફ ડો.નિર્જરી મર્દાનિયા એ સ્પોર્ટસને ઘબકતું રાખવા સ્પદંન સ્પોર્ટસ એકેડેમી બનાવી છે. જેના તે ચેરમેન છે.  સાથે આ મલ્ટી સ્પોર્ટસ સેન્ટર બનાવવામાં નવનીત ફાઉન્ડેશનનું વિશેષ સહયોગ રહ્યું છે.

કોચ દ્વારા અપાય છે ટ્રેનિંગ

લોન ટેનિસ કોર્ટ, સિન્થેટિક બેડમિન્ટન કોર્ટ,ટેબલ ટેનિસ અને ફીટનેસ જીમ,સ્નુકર ટેબલ,કરાટે, સ્કેટીંગ જેવા વિવિધ પ્રકારના સ્પોર્ટસ ખાસ યુવાનોમાં રસ પેદા કરી રહ્યા છે. વિવિઘ રમતોમાં એકેડેમીએ પસંદ કરેલા તજજ્ઞો કોચ દ્વારા નેશનલ લેવલે પ્લેટફોર્મ અપાવવા ટ્રેનિંગ અપાય છે જેમાં સફળતા પણ પ્રાપ્ત કરી છેં આ સંકુલમાં આર્થીક રીતે નબડા ખેલાડી (Player)ને એકેડેમી દ્વારા ખર્ચ પુરો પાડીને દેશમાં કોઈ પણ જગ્યાએ રમવા જવા વ્યવસ્થા પુરી પડાય છે.

આ પણ વાંચો: Ahmedabad : બજરંગ દળના કાર્યકરોએ ‘કામસૂત્ર’ નામના પુસ્તકમાં આગ લગાવી, જાણો તેનું કારણ

 ખાસ કરીને મહિલાઓ અને એકેડેમીના બાળકો સ્પોર્ટસ કરતાં હોય એટલે બેઝીક ફિટનેસની પણ જરુર પડે છેં પહેલાની જે જીવનશૈલી હતી તેવા કામ હવે મહિલાઓને રહ્યા નથી અને ઓલ ઓવર ફિટનેસ મેઇન્ટેઇન કરવા માટે વેઈટ ટ્રેનિંગ ખુબજ જરૂરી છે રૂટીન લાઈફમાં જે ડે ટુ ડે એકટીવીસ છે તે પણ સ્ફુર્તિ સાથે કરી શકે છે જેટલું મહિલાઓનું સ્વાસ્થ્ય સારૂં હશેં એટલું જ ઘરના સભ્યોને સારી રીતે સંભાળી શકે છેં સાથે સમર કેમ્પ અને ટ્રેકીંગનુ પણ આયોજન કરાય છેં.

ટેનિસ ટ્રેનિંગ માટે બાળકો ખાસ ભૂજથી આવે છે

એકેડેમી દ્વારા બાળકોને ટેનિસ ટ્રેનિંગ (Training)માટે ખાસ ભુજથી શનિવાર અને રવિવારના સિનિયર કોચ એલેક્સ ગોમ્સ દ્વારા માર્ગદર્શન પુરૂં પડાય છેં સાથે કરાટેમાં પણ ઈન્ટરનેશનલ UAE માં છ ગોલ્ડ, ચાર સિલ્વર, બે બ્રોન્ઝ મેડલ અને નેશનલ લેવલે દશ ગોલ્ડ, આઠ સિલ્વર, પંદર જેટલા બ્રોન્ઝ મેડલ મેડવી ચુકયા છેં .

ડો.પરાગ મર્દાનિયા લોન ટેનિસ (Tennis)પ્લેયર છે અને તેમણે United States Professional Tennis Association (USPTR) પ્રમાણિત આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ટેનિસ કોચ છેં જે દુનિયાના કોઈ પણ લોન ટેનિસ (Tennis)કોર્ટ પર રમી શકે છે (IMA) દ્વારા આયોજીત ઓપન ગુજરાત સીંગલ્સ અને ડબલ્સમાં પણ તે ચેમ્પિયન રહ્યા છેં જીલ્લા અને રાજય સ્તરે ચાલીશ વખત ચેમ્પિયન (Champion)રહી ચુક્યા છે 11 વર્ષથી તબીબી સેવાની સાથે સમય નિકાળી બાળકોને ટેનિસ કોચિંગ પણ કરાવી રહ્યા છે સ્પોર્ટસ એકેડેમીનું ચેરમેન પદ પણ ડો.મર્દાનિયા બખુબી નિભાવી રહ્યા છે.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment