Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝરાપરમાં જિલ્લા કક્ષાનો અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો

રાપરમાં જિલ્લા કક્ષાનો અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો

rapar photo
Share Now

રાપરમાં જિલ્લા કક્ષાનો અન્નોત્સવ

રાપરમાં જિલ્લા કક્ષાનો અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આજે રાપર નગરપાલિકાના ટાઉન હોલમાં મધ્યે શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની ઉપસ્થિતમા કચ્છ જિલ્લાનો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પ્રભારી યુવા ભાજપના હિતેશ ચૌધરી, અન્ન યોજનાના જિલ્લા પ્રભારી અને માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી, માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકાના પ્રમુખ અમરતબેન વાવીયા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, જિલ્લા પુરવઠા અધિકારી અલ્કા ચૌધરી, જિલ્લા કચ્છ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલ, મામલતદાર એચ. જી. પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર. કે. રાઠવા, આંકડા અધિકારી ડી. જે. ચાવડા વિગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

rapar photo

જુઓ આ વિડીયો : લોકાર્પણ નહિ, પ્રજાલક્ષી કામ

PM-CM LIVE 

અન્નોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રુપાણીનો લાઈવ વિડિયો શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કચ્છ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલ અને દિલીપ ઠાકોરએ પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત માહિતી આપી હતી. તો આજે રાપર તાલુકાના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં રાપર તાલુકાના કુલ લાભાર્થી રાપર તાલુકા 31,885, રાપર શહેરના 3,182 લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. મંત્રી દિલીપ ઠાકોર કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય આગેવાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. તો ઠાકોર સમાજવાડી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢાના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.

rapar photo

અનેક અધિકારીઓની ઉપસ્થિતિ 

આજે યોજાયેલ કાર્યક્રમમાં શ્રમ રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર, જીલ્લા કલેકટર પ્રવિણા ડી. કે., જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જીલ્લા પૂરવઠા અધિકારી અલકા ચૌધરી, જીલ્લા અન્ન યોજનાના ઇન્ચાર્જ, માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી, જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, હુંબલ માજી જીલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, રાપર પ્રોબેશન પ્રાંત જય રાવલ, મામલતદાર એચ. જી. પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર. કે. રાઠવા, આંકડા અધિકારી ડી. જે. ચાવડા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, સામતભાઇ મકવાણા, નિકુલસિંહ વાધેલા, ડી. ડી. પરમાર, એ. એચ. ચૌધરી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર, પ્રભારી હિતેશ ચૌધરી, ભીખુભા સોઢા નિલેશ, માલી લાલજી કારોત્રા, મેહુલ જોશી, કાનજીભાઈ ગોહિલ, કેશુભા વાધેલા, બળવંત ઠક્કર, નશાભાઈ દૈયા, હઠુભા સોઢા, લખમણ કારોત્રા, નર્મદા બેન સોલંકી, લક્ષ્મી બેન ગૌસ્વામી, નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા, કાનીબેન પિરાણા, હેતલ બેન માલી, મહેશ્વરી બા સોઢા, પ્રદિપસિંહ સોઢા, ઉમેશ સોની, રામજી ચાવડા, શૈલેષ ચંદે, ભાવિન મિરાણી, ધર્મેન્દ્ર સિયારીયા, ધર્મેન્દ્ર કચ્છી, અઃબાવી વાવીયા, વાલજી વાવીયા, રામજી સોલંકી, મહાદેવ જોગુ, મહાવિરસિંહ જોગું, લાલમામદ રાઉમા, નરેશ ચૌધરી, લાલાભાઈ આહિર સહિતના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

rapar photo

સસ્તા અનાજના સંચાલકો રહ્યા ઉપસ્થિત 

આજે યોજાયેલ આ કાર્યક્રમોમાં રાપર તાલુકાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો અને આંગણવાડી વર્કર બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માજી ધારાસભ્ય રમેશ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ ભીખુભા સોઢા, નિલેશ માલી, મહેન્દ્રસિંહ વાધેલા, દિનેશ ચંદે, ભચુભાઈ પટેલ, મેહુલ જોશી, લાલજી કારોત્રા, હઠુભા સોઢા, ભાવિન મીરાણી, શૈલેષ ચંદે, બાબુભાઈ પરમાર વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

rapar photo

કાર્યક્રમમાંથી બહાર જવા ઇચ્છતા લોકો સાથે આરોપી જેવો વ્યવહાર કરાયો 

અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા ભાઈઓ અને બહેનોને કાર્યક્રમ દરમિયાન પોતાના ઘરે કે ધંધા રોજગાર માટે જવું હતું પરંતુ રાપરના તાલિમી પ્રાંત અધિકારીએ પોલીસ કર્મચારીઓને કોઈ લોકોને બહાર ન જવા દેવા ના પાડી દીધી હતી. જેથી લોકોમાં કચવાટ ફેલાયો હતો કે, શું ભાજપ સરકાર એક તરફ પાંચ વર્ષ પૂર્ણ કરી લોકો માટે વિનામૂલ્યે અન્ન આપવાના કાર્યક્રમનું આયોજન કરે છે ? સરકારી અધિકારીને કાર્યક્રમ પુરો થવાની તૈયારીમાં હતો. છતાં, જાણે લોકો આરોપી હોય તે રીતે વર્તન કરવામા આવ્યું હતું. તો, આવી પરિસ્થિતિ કોના કહેવાથી ઉભી થઈ તે અંગે ચર્ચા જાગી હતી. રાપર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનો અને ગામે ગામથી રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment