Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeએન્ટરટેઈન્મેન્ટઆ અભિનેતાને મળવા ઉઘાડા પગે હૈદરાબાદથી મુંબઈ પહોંચ્યો એમનો ફેન

આ અભિનેતાને મળવા ઉઘાડા પગે હૈદરાબાદથી મુંબઈ પહોંચ્યો એમનો ફેન

Sonu Sood
Share Now

લોકો માટે મસીહા બનીને ઉભરી આવેલા અભિનેતા સોનું સૂદ( Sonu Sood ) અવારનવાર સમાચારોમાં છવાયેલા રહે છે. ક્યારેક એ લોકો ની મદદ કરીને ચર્ચામાં આવે છે તો ક્યારેક પોતાના મિલનસાર સ્વભાવના કારણે. ગયા વર્ષે જયારે કોરોના એ ભારતમાં પ્રવેશ કર્યો હતો ત્યારે અભિનેતાએ જરૂરિયાતમંદ અને પીડીત લોકોની સેવા એમના ઘરોમાં જઈને કરી હતી. એના પછી કોરોનાની આ બીજી લહેરમાં પણ એમની લોકો માટેની સેવા ચાલુ છે. સોનું સૂદ( Sonu Sood )ને આમ જનતા હવે ભગવાન માનવા લાગી છે અને અન્ય સેલીબ્રીટીઓ પણ એમના વખાણ કરતા થાકતી નથી. એમની જેટલી પ્રશંશા કરવામાં આવે એટલી ઓછી છે.બેડની ઉણપ હોય કે પછી ઓક્સિજનની જરૂરિયાત હોય, કોઈકને ઘરે પહોચાડવાના હોય કે ક્યાંક લઇ જવાના હોય , સોનું સૂદ મદદ કરવામાં પીછેહઠ કરતા નથી.   

Sonu Sood

imsge credit : thesiasatdaily.com

સોનું સૂદે શેર કરી તસ્વીર

અત્યારે હાલમાં જ અભિનેતાએ પોતાના એક ફેન સાથેની તસ્વીર શેર કરી હતી. તસ્વીર શેર કરતા અભિનેતાએ જણાવ્યું હતું કે વેંકટેશ નામનો આ છોકરો મને ઉઘાડા પગે હૈદરાબાદથી મળવા છેક મુંબઈઆવ્યો છે. જોકે એના આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. આ ઘટના ખરેખર પ્રેરણાદાયી છે. જોકે સોનું સૂદે છેલ્લે આ વાત જરૂર લખી હતી કે હું કોઈને આ વાત માટે પ્રેરણા નહિ આપું, જેથી કરીને લોકો આવા પગલા ભરે. આપ સૌને ઘણો બધો પ્રેમ. આના પહેલા સોનું સૂદે જણાવ્યું હતું કે તેઓ દેશભરમાં લગભગ ૧૫થી ૧૮ ઓક્સીજન પ્લાન્ટ લગાવશે. એની શરૂઆત તેઓ કુરનુલ, નેલ્લોર, આંધ્રપ્રદેશ, મેંગલોર અને કર્ણાટકથી કરી રહ્યા છે. સોનું સૂદ( Sonu Sood )ના મતે તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને બીજા ઘણા રાજ્યોમાં મશીનો સ્થાપિત કરવાના છે.

Sonu Sood

image credit : Instagram

આ સિવાય સોનુ સૂદ ફાઉન્ડેશનના નામે તેમની સંસ્થા લોકોને મદદ કરી રહી છે. તેમણે ઓક્સિજન સિલિન્ડર, આઇસીયુ બેડ અને અન્ય સહાય માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા હતા. તેમની આ સંસ્થા પણ સોનું સૂદની જેમ જ લોકોની આ કોરોના નામક ભયાવહ મહામારીમાં મદદ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. દિલ્હી શહેરથી મદદ માંગનારા લોકોની સંખ્યા વધુ છે એમ જણાવતા તેમણે ત્યાં માટે એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. આ સિવાય સોનુ સૂદ ટેલિગ્રામ દ્વારા પણ આવા લોકો સાથે જોડાયેલ છે. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ચાહકોને આવી જ અપીલ કરી રહ્યા છે, પરંતુ તેઓ તેમની શાનદાર તસવીરો પણ શેર કરતા રહે છે. થોડા દિવસો પહેલા સોનુએ તેના મોડલિંગના દિવસોની એક તસવીર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં તેમણે મુંબઈ દિવસોમાં મોડલિંગ લખ્યું હતું.

આ પણ વાંચો: દેશમાં વધુ એક નવા વાયરસની એન્ટ્રી, ગાઝિયાબાદમાં નોંધાયો પ્રથમ કેસ

sonu sood

image credit : Instagram

અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતાએ ઘણી બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરેલું છે અને અભિનેતા બોલીવૂડમાં પણ પોતાના કામને લઈને ઘણા વખણાય છે. દબંગ, હેપ્પી ન્યુ યર, એન્ટરટેઈનમેન્ટ અને અન્ય ઘણી ફેમસ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરેલું છે. અભ્નેતાએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં વિલનના સારા એવા કીર્દારો પણ નિભાવ્યા છે અને પ્રશંશનીય અભિનય છે. આમ સોનું સૂદ એ એક ઉત્તમ કલાકાર અને નેકદિલ માણસ એમ બેઉનો સમન્વય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment