Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝરાજકોટના એક આધુનિક ખેડુત: જે 50 હજારની જોબ છોડીને ધાબા પર કરે છે ખેતી

રાજકોટના એક આધુનિક ખેડુત: જે 50 હજારની જોબ છોડીને ધાબા પર કરે છે ખેતી

Rashikbhai
Share Now

માત્ર પાણીની મદદથી ઘરની છત પર શાકભાજીનું વાવેતર કરે છે આ ખેડુત જે છે એક શિક્ષક પણ પોતાની જોબ છોડીને તેમણે ઘાબા પર ખેતી કરવાની શરુ કરી, પણ અહી નવાઇની વાત એ છે કે કોઇ જમીન પર નહી પણ આ શાકભાજી નું વાવેતર ઘરની છત પર શરુ કર્યુ એ પણ માત્ર પાણની મદદથી..

મેટુડા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડુત રસીકભાઇએ માટી વગર જ શાકભાજી અને ફળની ખેતીની શરુઆત કરી છે. બીએસસી બીએડ સુધી અભ્યાસ કરનારા રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે રસિકભાઇએ માટી વગર જ શાકભાજી અને ફળની ખેતીની શરૂઆત કરી હતી. રાજકોટથી 20 કિલોમીટર દૂર મેટોડા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂતે રસિકભાઇ ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી.

મહિને 50 હજાર પગારની જોબ છોડી

રાજકોટમાં તેમને મહિને 45થી 50 હજાર જેવો પગાર છતાં નોકરી છોડીને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ઘરઆંગણે જ શાકભાજી ઉગાડ્યા અને સફળતા મેળવી છે.

Rajkot a Teacher Quit his job

Rashikbhai

 • રસીકભાઇએ બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે
 • ઘરઆંગણે જ હાઇડ્રોપોનિક્સ પદ્વતિથી શાકભાજી વાવવાની શરુઆત કરી
 • આ પદ્વતિ નવી નથી, 40 વર્ષ જુની છે,
 • બે પ્લાન્ટ બનાવ્યા જેમાં 12 થી 13 લાખનો ખર્ચ થયો
 • ત્રીજા પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે,
 • રોજ 100 કિલોથી વધુની શાકભાજીનું ઉત્પાદન થાય છે.
 • 200 થી વધુ કાયમી ગ્રાહકો છે.
 • મહિને કરે છે દોઢ લાખની કમાણી

કઇ કઇ શાકભાજીની કરે છે ખેતી ?

ઘરઆંગણે રસીકભાઇ ટમેટાં, રીંગણાં, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલાં, દૂધી, કાંકડી, ફુદીનો, પાલક સહિતનાં અનેક શાકભાજી અને ફળનું વાવેતર કર્યું છે અને સારા પ્રમાણમાં ઉત્પાદન લઇ રહ્યા છે.

hydroponics

રસીકભાઇ હાઇડ્રોપાનિક્સ પદ્વતિ વિશે જણાવે છે કે, હું જે પદ્ધતિથી વાવેતર કરું છું એને કારણે જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ વધારે મળે છે. જેથી આપદ્વતિ ફાયદાકારક છે, આટલુ જ નહી આ પદ્વતિ 40 વર્ષ જુની છે.

 • સામાન્ય રીતે ઇઝરાયેલ, જર્મની, અમેરિકા અને ચીનમાં આ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે.
 • આ પદ્વતિ 40 વર્ષ જુની

વિચાર કઇ રીતે આવ્યો?

રાજકોટના રસીકભાઇએ ડીડીટી (જંતુનાશક દવા)નો પેપરમાં આર્ટિકલ વાંચ્યો હતો, જેમાં લખ્યું હતું કે, મગફળીનાં બિયારણ બગડે નહીં એ માટે ડીડીટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેની અસર એ થઇ કે, મગફળીના ફોતરા ગાયને ખવડાવવાથી તે ગાયના દુધને તેની અસર થઇ. જ્યારે આ દુધ બાળકે પીધુ તો તેને કેન્સર થયુ.

આ બધુ જોયા બાદ રસીકભાઇએ નક્કી કર્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વગર જ ખેતી કરવી છે, જેના સ્વરુપે તે શીખ્યા કે કઇ રીતે જંતુનાશક દવાઓ વગર જ ખેતી થઇ શકે. ત્યારે તેમને હાઇડ્રોપોનિક્સની ખેતી કરવાનો વિચાર આવ્યો. આજે તેમનો એક વિચાર લોકોને રોજગારી પુરી પાડે છે અને આ કામને તેઓ આગળ વધારવા માંગે છે. જેથી બીજા લોકોને પણ આનો લાભ મળી શકે .

લક્ષ્ય

રસિકભાઇનું લક્ષ્ય છે કે તે આ કાર્યથી બાજી લોકોને રોજગારી આપે અને હાલ જેમ 6 લોકોને રોજગારી આપી છે તેમ 2013 સુધીમાં 15 હજાર લોકોને રોજગારી આપવાનુ લક્ષ્ય છે. 

શું છે હાઇડ્રોપોનિક્સ પદ્વતિ?

શાકભાજીને જમીન પર નહી પણ પાણીમાં ઉગાડવાની ખેતી એ હાઇડ્રોપોનિક્સ ખેતી છે. હાઇડ્રોપોનિક્સ શબ્દ ગ્રીક શબ્દ પરથી આવ્યો છે, જેનો મતલબ થાય છે, હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે શ્રમ.

Fruits

 • આ પદ્ધતિમાં જમીન કરતાં માત્ર 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે.
 • તમારા ઘરની છત પર કે બાલ્કનીમાં આ ખેતી તમે કરી શકો છો.
 • રસિકભાઇએ આખેતી કરવા માટે રાત-દિવસ એક કરી દીધા હતા.

રાજકોટના રસિકભાઇ બીજા યુવાનો અને આજની પેઢી માટે ઉદાહરણરુપ બન્યા છે. શહેરમાં લોકો રોજગારી માટે જતા હોય છે, તેમજ ગામ અને પરિવાર અને ખેતીને મુકીને જતા હોય છે, ત્યારે જો રસિકભાઇની જેમ આઇડિયા કરીને ઘગશથી કાર્ય કરવામાં આવે તો ઓછા ખર્ચામાં તમે પણ મહિને લાખોની કમાણી કરી શકો છો. રહિશભાઇની આસપાસના લોકો પણ રહિશભાઇ માંથી પ્રેરણા લઇ રહ્યાં છે . તમે પણ ઓછા ખર્ચે, ઓછી જગ્યામાં અને થોડી મહેનત સાથે રસીકભાઇની જેમ કમાણી કરી શકો છો.

 

આ પણ વાંચો:  દેશમાં સૌપ્રથમ નદી પર રનવે રાજકોટ એરપોર્ટમાં બનશે

No comments

leave a comment