Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝસુરતનો ખેડૂત વરસાદની ઋતુમાં મુકાયો મુસીબતમાં !

સુરતનો ખેડૂત વરસાદની ઋતુમાં મુકાયો મુસીબતમાં !

Farmer Protest
Share Now

સુરત :- ચોમાસાની ઋતુ ચાલતી હોવા છતાં સુરતના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો(farmer ) પાણીની અછત ને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને(farmer ) નહેર દ્વારા પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. જેને લઈ ઓલપાડ તાલુકાના ભાંડૂત અને સેલૂત ગામના ખેડૂતો મુસીબતમાં મુકાયા છે.પાણી થી ભરપૂર કહેવાતું દક્ષિણ ગુજરાતના જ ખેડૂતો(farmer ) આજે પાણી માટે વલખાં મારી રહયા છે.પોતાના મહામૂકલા પાકને બચાવવા ગામના સરપંચ સહિત ખેડૂત આગેવાનો સિંચાઇ વિભાગની ઓફિસ પહોંચ્યા હતા.

ખેડૂતોને પાક બચવા પાણી માટે મારવા પડે છે વલખાં

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગામોના ખેડૂતો(farmer ) ખેતીના પાણી માટે પરેશાન થઈ રહયા છે.ઓલપાડના ભાંડૂત અને સેલૂત ગામના ખેડૂતો(farmer ) સિંચાઈના પાણી માટે વલખા મારી રહયા છે.ગામના ખેડૂતો સિંચાઈ વિભાગ પહોંચી ખેતી માટે પાણી આપવા માંગ કરી છે.ડાંગરના અને શેરડીના પાકને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. વરસાદનો સમય ચાલી રહ્યો છે છતાં ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી ડાંગર અને શેરડીની રોપણી થઇ ગઇ છે.2 ગામ મળીને 200 થી 300 વિઘા જમીન ખેતીને નુકશાન થવાના આરે પહોંચી છે. છેલ્લા 20 દિવસથી વધુ સમય થી નહેરનું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.જેને લઈ ગામના સરપંચથી લઈ ખેડૂત(farmer ) આગેવાનો દ્વારા 15 દિવસથી તંત્રને રજુઆત કટવા છતાં કોઈ નિવેડો આવ્યો નહીં.કાંઠા વિસ્તારના ભાંડૂત અને સેલૂત ગામ સુધી સિંચાઈનું પાણી પહોંચતુ જ નથી.જેને લઈ જગતનો તાત પોતાના પાકને બચાવવા સિંચાઈ વિભાગની કચેરી પહોંચી રજૂઆત કરી હતી અને તેમની સમસ્યા નો યોગ્ય નિરાકરણ નહીં આવશે તો સિંચાઈ કચેરી ખાતે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : રોજગારી દિવસે કોંગ્રેસનો બેરોજગારી મુદ્દે વિરોધ

Water shortage( farmer )

પાણી નહીં મળશે તો ખેડૂતો કરશે ધરણા 

પાણીથી ભરપૂર દક્ષિણ ગુજરાતમાં જગતનો તાત પાણી માટે કઈ રીતે પરેશાન થઈ રહ્યો છે તે અંગે ખેડૂતો(farmer ) અને સરપંચ સાથે વાત કરતાં ભાંડુત ગામના સરપંચે જણાવ્યું હતું કે, છેલા 20 દિવસથી વધુ સમયથી ખેતર માંથી પસાર થતી નહેરમાં પાણી આવતું નથી.ડેમમાં પૂરતું પાણી છતાં ખેડૂતોને(farmer ) પાણી મળતું નથી.200 થી 300 વીઘા જમીનમાં ડાંગર અને શેરડીની ખેતી કરવામાં આવી છે જો તેને પૂરતા પ્રમાણમાં પાણી સમયસર નહીં મળશે તો ખેડૂતોનો તમામ પાક નિસફળ થઈ જશે અને ખેડૂતોને લખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવશે.ઉપરાંત હજુ 200 થી 250 વીઘામાં પાક લેવાની તૈયારી કરાઇ રહી છે. પરંતુ પાણી ન મળવાને કારણે ખેડૂત ખેતી કરી શકતો નથી. ખેડૂતોની(farmer ) સમસ્યાની તંત્રને છેલા 15 દિવસથી રજૂઆત કરી છે છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગામના ખેડૂત આગવાનો સાથે સિંચાઇ વિભાગની કચેરી પહોંચ્યા છીએ અને અધિકારીને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી છે. જો આવનારા બે થી ત્રણ દિવસમાં ખેડૂતોને પાણી નહીં મળશે તો ગામના તમામ ખેડૂતો સિંચાઇ ભાવનની ઓફિસ ખાતે પહોંચી પાણી નહીં મળશે ત્યાં સુધી ધરણા કરીશું. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment