Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસુરતની કડોદરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ, બેના મોત

સુરતની કડોદરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ, બેના મોત

Surat
Share Now

સુરત (Surat)ની કડોદરા જીઆઈડીસી (GIDC)માં આજે સોમવારે વહેલી સવારે એક કંપની (Company)માં આગ (Fire)લાગવાની ઘટના બની હતી. આ આગની ઘટનામાં બે કામદારના મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ છે જ્યારે 15 વધુ કર્મીઓ દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા છે.

સુરત (Surat)ના કટોદરા જીઆડીસીમાં લાગી આગ

શહેરની કડોદરા જીઆઈડીસીમાં પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બની હતી. વહેલી સવારે શહેરના ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. કોલ મળતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: વિસર્જન કરવા જતા ટોળા પર ચડી ગઈ કાર, ૭ લોકોને કચડ્યા, ૩ની હાલત ગંભીર

આગ લાગવાની ઘટના ઘટ્યા બાદ આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. પાંચ માળની બિલ્ડિંગ (Building)માં આગ લાગી હોવાથી તેને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

બસમાં આગ લાગી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment