ગાંધીનગર (Gandhinagar)જિલ્લા પંચાયતની આંકડા વિભાગમાં આજે મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં કેટલાક મહત્ત્વના દસ્તાવેજો અને કમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતાં. ફાયરબ્રિગેડ (Fire brigade)ની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. આ ઘટનાની હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Gandhinagar જિલ્લા પંચાયતની આંકડા શાખાની કચેરીમાં લાગી આગ
આજે લાભપાંચમના દિવસે જ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીના પ્રથમ માળે આવેલા આંકડા વિભાગમાં આગ લાગી હતી. આગની ઘટના અંગેની જાણ થતા ગાંધીનગર ફાયરબ્રિગેડ (Fire brigade)ની ટીમ તુરંત આગ પર કાબૂ મેળવવા કામે લાગી હતી. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગ બેકાબૂ બની વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
આ પણ વાંચો: દિવાળીના તહેવારોમાં ફાયરબ્રિગેડની સાયરનો સતત વાગતી રહી,જાણો ફાયરબ્રિગેડની ટીમને કેટલા કોલ આવ્યા ?
તપાસ શરૂ કરવામાં આવી
આજે મંગળવારે સવારે લાગેલી આગમાં પંચાયતની આંકડા વિભાગ (Statistics Branch)માં રાખેલાં મહત્ત્વના દસ્તાવેજો, કમ્પ્યુટર તેમજ ઈલેક્ટ્રિક વાયરિંગ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયાં હતાં. આ સમગ્ર બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એફએસએલ નિષ્ણાંતોની ટીમ આગળની તપાસ કરશે. ત્યારે તપાસ કર્યાં બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવશે.
Gandhinagar ની આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ફાયરબ્રિગેડની ટીમે સમયસર પહોચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ જિલ્લા પંચાયતના બે વિભાગનો રેકોર્ડ તેમજ કેટલાક કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયાં હતાં. સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થઈ નહતી.
Surat માં Diamond Factoryમાં લાગી આગ જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4