Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝસુરત: ગાંજાનું હબ? કોથળાઓમાં અનાજ નથી, પરંતુ…

સુરત: ગાંજાનું હબ? કોથળાઓમાં અનાજ નથી, પરંતુ…

Share Now

રાજ્યમાં દિવસેને દિવસે નશાખોરી વધતી જાય છે. જાણે નશીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે. આ નશીલા (Cannabis) પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્યમાં ઘૂસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. 

પ્લાસ્ટિકના કોથળાઓમાં કોઈ અનાજ કે રાશન નથી, પંરતુ…

ત્યારે સુરત જિલ્લામાં વધુ એક વાર ગાંજા હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે. અત્યાર સુધીનું રાજ્યનું સૌથી મોટું ગાંજા નેટવર્કનો પર્દાફાશ સુરત જિલ્લા એસ.ઓ.જી અને પલસાણા પોલીસે કર્યો છે. પોલીસે એક કરોડથી વધુના ગાંજાના મુદ્દમાલ સાથે 1 આરોપીની પકડ્યો છે. અને બીજા 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં દેખાતા આ પ્લાસ્ટિકના કોથળાઓમાં કોઈ અનાજ કે રાશન નથી. પંરતુ આ કોથળાઓમાં નશીલો પદાર્થ મળી આવ્યો છે.

અધધ એક કરોડથી વધુ કિંમતનો ગાંજો(Cannabis)!

જાણે સુરત જિલ્લો ગાંજાની હેરાફેરી માટે હબ ગણાતું હોય, તેમ અવારનવાર સુરત ગ્રામ્યમાંથી ગાંજો ઝડપાતો રહેતો હોય છે. પલસાણાના સાંકી ગામે આવેલ શ્રી રેસિડેન્સીમાં બીજા માળેથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ જ્યારે સ્થળ પર રેડ પાડી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પાંચ- દસ નહી, પરંતુ ૮૨ જેટલા પ્લાસ્ટિકના કોથળા ગાંજાના (Cannabis) ભરેલા મળી આવ્યા હતા. જેની અધધ કિંમત એક કરોડથી પણ વધુ છે.

આ પણ વાંચો: પિતાએ બીજા લગ્ન કરવા દિકરી સાથે કર્યું આ…

પોલીસ તપાસમાં આ સમગ્ર ગાંજાનો જથ્થો સુરત ગ્રામ્યમાંથી સુરત શહેરમાં હેરાફેરી કરી છૂટક વેચાણ માટે લઈ જવાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ગાંજાના મુદ્દામાલ સાથે ઓરિસ્સાના ૧૯ વર્ષીય બિકાસ બુલી ગૌડા નામના ઇસમની ધરપકડ કરી હતી. જેમાં તેણે સમગ્ર ગાંજા કોણે મંગાવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે કબૂલાત કરી હતી.

  • રાજ્યનું સૌથી મોટા ગાંજા નેટવર્કનો પર્દાફાશ
  • એક કરોડથી વધુનો મુદ્દમાલ પોલીસે પકડ્યો
  • ૮૨ જેટલા પ્લાસ્ટિકના કોથળા ગાંજાના ભરેલા
  • ઓરિસ્સાના ૧૯ વર્ષીય ઇસમની ધરપકડ
  • એક આરોપીને ઝડપી બાકીના ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરાયા

આ ગાંજાની હેરાફેરીમાં મુખ્યત્વે ઓરિસ્સાનું નેટવર્ક બહાર આવ્યું હતું. પોલીસે એક આરોપીને ઝડપી પાડી બાકીના ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ધરાઈ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment