જૂનાગઢ (Junagadh)ના સક્કરબાગ (Zoo)માં હાલ ઉજવણીનો માહોલ છે. કારણ કે, અહીં નવા મહેમાનનું આગમન થયું છે. સક્કરબાગ ઝૂમાં એક સિંહણે બાળ સિંહોને જન્મ આપ્યો છે. આ સમાચારને કારણે પ્રાણી સંગ્રહાલય ઝૂ સ્ટાફના કર્મચારીઓ તેની ઉજવણી કરી રહ્યાં છે.
Junagadh સક્કરબાગમાં સિંહણે 5 બચ્ચાને જન્મ આપ્યો
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સક્કરબાગમાં અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. જણાવી દઇએ કે, 1 વર્ષમાં એનીમલ એક્ષચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.
આ પણ વાંચો: WOLD LIONS DAY : એશિયાટિક સિંહો વિશ્વ પ્રસિદ્ધ હોવાનો ભારતને ગર્વ
Junagadh માં એક વર્ષમાં 24 સિંહબાળનો જન્મ થયો
મહત્વનું છે કે, ડી નાઇન સિંહણ (Lioness)અને એવન સિંહ (Lion)બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા. ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મએ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. છેલ્લા એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે.
સિંહ જેતપુરમાં જોવા મળ્યો જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4