Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝજામનગરમાં થોડી ખુશી, વધુ દુઃખ

જામનગરમાં થોડી ખુશી, વધુ દુઃખ

Jamnagar Stories
Share Now

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને તાલુકા ટીમ પરિવાર દ્વારા તારીખ 17 /06/ 2021 ના રોજ 2:30 કલાકે જીલ્લા પંચાયત જામનગરના પ્રમુખશ્રી માન.ધરમશીભાઈ ચનિયારા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.સમાજના પ્રત્યેક લોકોને મદદરૂપ થવા માટે હકારાત્મક અભિગમથી ઉમદા વિચાર ધરાવતા માન. ધરમશી ભાઈ ચનિયારા સાહેબશ્રી અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના હોદ્દેદારશ્રીઓ દ્વારા જામનગર જિલ્લાની શૈક્ષણિક પર્યાવરણ બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યું.

Jamngar Education

માન. પ્રમુખ સાહેબશ્રીએ હાલની શૈક્ષણિક પરિસ્થિતિમાં શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ થાય, જિલ્લા પંચાયતની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળી જરૂરિયાત મુજબની સુવિધાઓ મળી રહે તેમજ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે,તેમના હિતના રક્ષણ માટે પણ નિતી વિષયક મદદરૂપ થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી . કોરોના કાળ દરમ્યાન બાળકોને શિક્ષણમાં જે અસર પહોંચી છે તેને ધ્યાનમાં લઈ બાળકોના ભવિષ્ય માટે સૌ શિક્ષક મિત્રો સહકાર આપી ગુણવત્તા લક્ષી ફરજ નિભાવે તેવી નમ્ર અપીલ પણ કરી છે.. આ શુભેચ્છા મુલાકાતમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લાના અધ્યક્ષશ્રી રવીન્દ્રકુમાર પાલ, જિલ્લા મંત્રીશ્રી નાથાભાઈ કરમુર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ જિજ્ઞેશભાઈ પંડ્યા, જામનગર તાલુકા અધ્યક્ષશ્રી ભાયાભાઈ ભારવાડિયા, તાલુકાના સંગઠન મંત્રીશ્રી વિવેકભાઈ શિલુ વગેરે હોદ્દેદાર મિત્રો હાજર રહી, જિલ્લા પંચાયત જામનગરના માન. પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા સાહેબશ્રીની મુલાકાત લેવામાં આવેલ.. જે  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

લ્યો બોલો ટાઉનહોલ અંદર દારૂની મહેફિલ : રંગમા ભંગ પાડતી પોલીસ છ ઈસમો સામે નોંધાયો ગુનો

જામનગર મહાનગર પાલિકા સંચાલિત શહેરની મધ્યમાં આવેલ ટાઉનહોલમાં પોલીસે દરોડો પાડી  દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો છે. જેમાં મહાનગરપાલિકાના બે કમર્ચારીઓ સહીત ચાર સખ્સો પીધેલ હાલતમાં પકડાઈ ગયા હતા.

આ પણ જુઓ : અંબરીશ ડેરની ધરપકડ, વિવાદ વકર્યો

માંડી મહેફિલ દારૂની ને પહોંચી પોલીસ

જામનગર ખાતે ટાઉનહોલમાં અવાર નવાર વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગઈ કાલે રાત્રે ટાઉનહોલ ખાતે ત્રાટકી હતી. ટાઉનહોલમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતનાઓએ દારૂની મહેફિલ માંડી હોવાની વિગતોને લઈને સીટી બી ડીવીજન પોલીસે કાર્યવાહી કરી હતી

Townhall jamnagar

પકડાયેલ આરોપી

  1. બીપીનભાઇ ભગવાનજીભાઇ ચુડાસમા, રહે. પંજાબ નેશનલ બેંક પાસે, જામનગર
  2. લલીતભાઇ રમણીકભાઇ કણજારીયા ,રહે. ગુલાબનગર, જામનગર
  3. કમલેશભાઇ રણછોડદાસ માંડવીયા, રહે. દિ.પ્લોટ ૩૧, જામનગર,
  4. જીજ્ઞેશભાઇ નાનજીભાઇ જોષી, રહે. સેન્ટ્રલ બેંક પાસે જામનગર
  5. પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ, રહે. મુળજી જેઠા ધર્મશાળાની સામે, જામનગર
  6. યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રહે. રામેશ્વરનગર, જામનગર

વાળાઓને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અડધી  દારૂની બોટલ કબજે કરી હતી. આ સખ્સો પૈકી અંતિમ બે સખ્સોએ દારુ નહી પીધો હોવાનું સામે આવ્યું હતું જયારે અન્ય ચાર સખ્સોએ દારૂની મોજ કરી લીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ સખ્સો પ્રોહીબીશન કલમ મુજબ ફરિયાદ નોંધી ફરિયાદ આગળની  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Road Clear Jamnagar

લાખોટા તળાવ પાસે અકસ્માતની હારમાળા

જામનગર લાખોટા તળાવ પાસે સર્જાઈ અકસ્માતની હારમાળા..લાખોટા તળાવ પાસે એક પછી એક 7 થી વધુ બાઈક ચાલકો વાહન પરથી સ્લીપ થયા. વાહન ચાલકો સ્લીપ થતા લોકોને નાની-મોટી ઇજા પણ થઇ હતી. ત્યારે ત્યાં રહેલા લોકો દ્વારા આ જગ્યા જોતા રોડ પર ઓઈલ ઢોળાયેલું જોવા મળ્યું હતું. આથી આ એક જ જગ્યાએ વાહનો સ્લીપ થઇ રહ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રાફિક સર્જાયો હતો. ત્યારે જાગૃત લોકોએ તાત્કાલિક ફાયર અને સફાઈ કામદારો જાણ કરી હતી. ફાયરની ટીમ આવે ત્યાં સુધી ઓલી ઢોળાયું હતું તે જગ્યાએ સાયકલ રાખી રાહદારીઓને દુર ચાલવા જણાવ્યું હતું. ફાયરની ટીમ અને કામદારોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારે વાહન ચાલકો માટે સાઈડનો ફૂટપાથનો રસ્તો થોડી વાર પુરતો શરુ કરી રોડ સાફ કરવામાં આવ્યો હતો. ફાયરની ટીમે રોડ પર પાણીનો મારો ચલાવ્યો હતો તો સફાઈ કામદારોએ ઝાડુથી રોડ વ્યવસ્થિત સાફ કરી નાખ્યો હતો. ઓઈલ રોડ પરથી સાફ કર્યા બાદ રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો અને ર્હ્દારીઓને પણ રસ્તેથી નીકળવા છૂટ અપવામાં આવી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

No comments

leave a comment