Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝMadhya Pradesh: શખ્સે પત્નીને ગિફ્ટમાં આપવા બનાવ્યું તાજમહેલ જેવુ ઘર

Madhya Pradesh: શખ્સે પત્નીને ગિફ્ટમાં આપવા બનાવ્યું તાજમહેલ જેવુ ઘર

Madhya Pradesh
Share Now

મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના બુરહાનપુરના સ્કૂલ સંચાલક આનંદ પ્રકાશ ચોકસેએ પોતાનું ઘર તાજમહેલ જેવું જ બનાવડાવ્યું છે. આ ઘર તૈયાર થતાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો છે, જેમાં 4 બેડરૂમ છે. તાજમહેલ (Taj Mahal)ની રેપ્લિકાને આનંદ પ્રકાશે પોતાની પત્ની મંજૂષાને ગિફ્ટમાં આપ્યું છે. જેમાં એક મોટો હોલ, 2 બેડરૂમ નીચે અને 2 બેડરૂમ ઉપર છે. આ ઉપરાંત કિચન, લાઇબ્રેરી અને મેડિટેશન રૂમ પણ છે.

Madhya Pradesh ખાતેની રેપ્લીકાના માલિકે આ મામલે શું કહ્યું? 

આ સમગ્ર મામલે આનંદ ચોક્સેએ જણાવ્યું હતુ કે, પત્નીને શાહજહાંની જેમ તાજમહેલ ગિફ્ટ કરવાનું નિશ્ચિત કરી લીધું હતુ. આ ઘરને બનાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ અતૂટ વિશ્વાસને કારણે તાજમહેલ જેવું મકાન બનાવવામાં તેમને સફળતા મળી.

આ પણ વાંચો: અવિશ્વસનીય: પથ્થરમાંથી નિકળે છે મંદિરની આરતીનો નાદ!

તાજમહેલ જેવું જ ઘર બનાવવા માટે કન્સ્લ્ટિંગ એન્જિનિયર (Engineer)પ્રવીણ ચોક્સેએ જણાવ્યું કે, આનંદ ચોક્સેએ તેઓને તાજમહેલ જેવું ઘર બનાવવાનું કહ્યું હતું. આ કામ ઘણું જ મુશ્કેલ હતું. આનંદ અને તેમના પત્ની તાજમહેલ જોવા આગ્રા ગયા હતા. પરત ફર્યા બાદ એન્જિનિયરોને તાજમહેલ જેવું જ ઘર બનાવવાનું કહ્યું હતુ. જે બાદ એન્જિનિયર પ્રવીણ ચોક્સે પણ આગ્રા જઈને તાજમહેલ જોઈ આવ્યા હતા.

Madhya Pradesh માં એન્જિનિયરે આ કામને ચેલેન્જ તરીકે લીધું

એન્જિનિયરે (Engineer)ઈન્ટરનેટની મદદથી તાજમહેલની 3ડી ઈમેજ કાઢી હતી, જે બાદ આ ઘર બનાવવાનું શરૂ કર્યું હતુ. 3 વર્ષમાં ઘર બનીને તૈયાર થઈ ગયું. ઓરિજનલ તાજમહેલની તુલનાએ આ ઘર એક તૃતિયાંશ ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. એન્જિનિયર પ્રવીણ ચોક્સેના જણાવ્યા મુજબ, આ ઘરનું ક્ષેત્રફળ મીનાર સહિત 90 બાય 90નું છે. બેઝિક સ્ટ્રક્ચર 60 બાય 60નું છે. ગુંબજ 29 ફુટ ઊંચો રાખવામાં આવ્યો છે.

તાજ મહેલ સિવાય પણ આગ્રામાં અહીં ફરી શકો છો જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment