રાજ્યમાં ગુના બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં તેમ એક બાદ એક ગુના વધતા જઇ રહ્યાં છે. સુરત (Surat)ના ઉધના વિસ્તારમાં મોબાઈલ લૂંટની ઘટના સામે આવી છે. રાયકા સર્કલ પાસે એક ઇસમને મોબાઇલ લૂંટીને ભાગી જતા લોકોએ ઝડપી પાડયો હતો. જ્યાં હાજર લોકોએ પોલ સાથે બાંધી અને આ ઇસમને ઢોર માર માર્યો હતો. બાદમાં પોલીસ (Police)ને હવાલે કર્યો હતો
સુરત (Surat) ના આ ગુનાની કબૂલાત કરી
મોબાઇલ લૂંટનો પ્રયાસ કરનાર ઇસમને ઢોર માર માર્યો હતો. એટલું જ માત્ર નહીં જાહેરમાં તેનું મુંડન પણ કરી નાખ્યું હતું. મોબાઈલને લઈને ભાગવાનો પ્રયાસ કરનાર ઇસમને સ્થાનિક લોકોએ પકડીને સબક શિખવાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસ આવે તે પહેલાં જ લોકોએ તેને માર મારતા ઇસમે ચોરી (stole)અંગેની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈ વે: સુરત જિલ્લાની જમીન સંપાદન બદલ ખેડૂતોને 42 કરોડના ચેક વિતરણ કરાયા
Surat શહેરમાં ગેંગ સક્રિય હોવાની આશંકા
શહેરના રાયકા સર્કલ પાસે મોબાઈલ લઈને ભાગવાનો પ્રયાસ કરતા ઇસમને ઝડપી પાડીને લોકોએ એકત્રિત થઇને ઢોર માર માર્યો હતો. સમગ્ર વિસ્તારમાં લોકોનો રોષ ખૂબ જ જોવા મળી રહ્યો છે. રંગે હાથે ઝડપાતાની સાથે જ લોકોએ તેને માર મારીને કાયદો હાથમાં લીધો હતો. હાલમાં તો આવી લૂંટની ઘટના અંગે શહેરના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યોં છે.
સુરતમાં કોરોનાના કેસમાં વધારો જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4