ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં ફેરફાર કર્યા બાદ પ્રથમ વખત વિધાનસભાનું સત્ર યોજવાનું છે. આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના સવાલોના જવાબ આપવાની તૈયારીના ભાગ રૂપે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની તેમજ નવા મંત્રીઓની એક બેઠક યોજાવાની છે, આ બેઠકમાં હાજર રહેવા માટે પક્ષના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
મંત્રીઓને અપાય છે વહીવટી તાલીમ
ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં તમામ નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આગામી મળનાર વિધાનસભાનું ચોમાસું સત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તમામ નવા મંત્રીઓ સામે સૌથી મોટો પડકાર સમાન છે. ત્યારે વિપક્ષના સવાલોના જવાબ આપવા માટે તમામ નવા મંત્રીઓને તેમના મંત્રાલયને લગતા વહીવટી પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. અને તેમના મંત્રાલયને લગતી દરેક કામગીરીથી લઈને વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે નિમાબેન આચાર્ય, આવો જાણીએ તેમના વિશે
તમામ મંત્રીઓએ આપવું પડશે પરફોર્મન્સ
ગુજરાતમાં નવા બનેલ મંત્રીમંડળમાં મોટા ભાગના મંત્રીઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે. ત્યારે આ તમામ નવા મંત્રીઓ પાસે પોતાની જાતને સાબિત કરવા માટે એક વર્ષનો સમય છે. કારણકે આગામી વર્ષ 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે એક વર્ષના સમયમાં આ તમામ મંત્રીઓએ પ્રજાના કામો જલ્દીથી હાથ પર લઈને પૂરા કરવા પડશે. અને દરેકે પોતાના હેઠળ આવતા વિભાગનું બેસ્ટ પરફોર્મન્સ આપવું પડશે.
સરકારને ઘેરવા કોંગ્રેસ તૈયાર
આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે. ત્યારે ચોમાસું સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોની એક બેઠક મળી હતી. જેમાં સરકારને કયા કયા મુદ્દે ઘેરવી અને કયા સવાલ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાના ચોમાસું સત્રમાં સરકારનએ ઘેરવા માટે વિપક્ષ ખેડૂતો, પેટ્રોલ-ડિઝલના વધતાં ભાવ, કોરોના મહામારી દરમ્યાન પડેલી મુશળકેલીઓ જેવા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. અને આ મુદ્દે કોંગ્રેસના તમામ ધરસભ્યો સંપૂર્ણ રીતે સજ્જ છે.
ઉલેખનીય છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં ફેરફાર કર્યા બાદ પ્રથમ વખત વિધાનસભાનું સત્ર યોજવાનું છે. આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના સવાલોના જવાબ આપવાની તૈયારીના ભાગ રૂપે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની તેમજ નવા મંત્રીઓની એક બેઠક યોજાવાની છે, આ બેઠકમાં હાજર રહેવા માટે પક્ષના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
જુઓ આ વિડીયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4