Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝગાંધીનગરમાં 2 દિવસમાં 3 બાળકીઓને પીંખી નાખનાર નરાધમની ધરપકડ

ગાંધીનગરમાં 2 દિવસમાં 3 બાળકીઓને પીંખી નાખનાર નરાધમની ધરપકડ

gandhinagar rape case
Share Now

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ માસૂમ બાળકી પર દુષ્કર્મ કરીને એમાંથી એક બાળકીની ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર નરાધમણી આજે પોલીસે ધરપકડ કરી છે. ત્યારે પૂછપરછ દરમ્યાન આરોપીએ મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોયા બાદ દારૂનો નશો કરીને આ ગુનાને અંજામ આપતો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હજુ પણ ઘણા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શંકાઑ સેવાઈ રહી છે.

બે દિવસમાં ત્રણ બાળકી પર દુષ્કર્મની ઘટના

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ માસૂમ બાળકી પર દુષ્કર્મ થયાની ઘટના બની હતી. ત્યારે આ ત્રણેય બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આજથી ચાર દિવસ પહેલા રાંચરડા ગામની સીમમાંથી પાંચ વર્ષની એક બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરનાર તેમજ ખાત્રજ ચોકડી ખાતેથી ત્રણ વર્ષની એક બાળકીનું અપહરણ કરીને તેનું ખૂન કર્યા બાદ તેણી સાથે દુષ્કર્મ આચરીને મૃતદેહ ગરનાળામાં ફેંકી દેનાર સાઈકો કિલર વિજય પોપટજી ઠાકોરની આજે પોલીસે ધરપકડ કરી છે. 

gandhinagar rape case

આ પણ વાંચો:સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ અમેરિકા પાસે માંગી મદદ

કલોલ તાલુકામાં મજુરી અર્થે આવેલ મજૂરો છાપરા બાંધીને રહેતા હોય છે. અને  તે જગ્યાઓએ દિવસ તથા રાત્રીના સમય દમર્યાં નાની ઉંમરની બાળકીઓના અપહરણ, બળાત્કાર અને હત્યાના બનાવો બનતા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાંઆવી હતી. ત્યારે ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણ બળકીઓના અપહરણણી ઘટનાણી ગંભીરતાને ધ્યાને લેતા ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. તથા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ આ ગુનાઓની તપાસ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એચ.પી ઝાલાને સોંપી હતી. ત્યારબાદ પોલીસે 12 અલગ-અલગ ટીમો બનાવીને ઘટના બની તે વિસ્તાર નજીક આવેલી ફેકટરીઓ તેમજ આસપાસના ગામડાઓની ગ્રામ પંચાયતના અને ખાનગી સી.સી.ટી.વી. વિડીયો ફુટેજ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.

4 નવેમ્બરના રોજ બની હતી પ્રથમ ઘટના 

દિવાળીના દિવસે  4 નવેમ્બરનાં રોજ રાંચરડા ગામમાંથી 5 વર્ષની એક માસૂમ બાળકીને કોઇ અજાણ્યો ઇસમ તેની મોટર સાયકલ ઉપર બેસાડીને અપહરણ કરીને બાળકીને અજાણી જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેને રોડ પર છોડી દીધી હતી. ત્યારે બાળકીની માતાએ પોલીસ ફરીયાદ આપતા સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ઘટના જે જગ્યાએ બની તે જગ્યાએ કે તેની આસોપાસના વિસ્તારમાં સી.સી.ટી.વી. ફુટેજ ઉપલબ્ધ હતા નહી. ત્યારે પોલીસ એ રુટ પાસે આવતા તમામ રૂટના સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા. જેમ પોલીસને એક શંકાસ્પદ બાઇક ચાલકની મુવમેન્ટ દેખાઈ હતી.

5 નવેમ્બરના રોજ દુષ્કર્મ અને હત્યાની ઘટના

5 મી નવેમ્બરના રોજ રાત્રિ સમય દરમ્યાન ખાત્રજ ચોકડી પાસે આવેલ છાપરામાંથી એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનું પણ અપહરણ કરવામાં આવ્યું અને તે બાળકીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યાની પણ આરોપીએ કબૂલાત કરી છે. આ અંગે રેન્જ આઈજીપી અભય ચુડાસમાના જણાવ્યા અનુસાર આરોપીએ બાળકીને અવાવરુ જગ્યાએ છોડી દીધેલ હોવાનું કહ્યું હતું. બાળકીના મૃતદેહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બાળકીના શરીરના ગુપ્ત ભાગે ઇજાઓ થવાનું સામે આવ્યું હતું. તેમજ ગળું દબાવીને બાળકીનું મૃત્યુ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો પણ રિપોર્ટમાં થયો છે. પોલીસ હાલ  આરોપીની ધરપકડ કરી છે અને તા. 11 મી નવેમ્બર સુધીના પોલીસ રીમાન્ડ મેળવ્યા છે.

વધુ એક ગુનાની કરી કબૂલાત 

પૂછપરછ દરમિયાન આરોપીએ વધુ એક ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ આજથી આઠથી દસેક દિવસ પહેલા અન્ય એક માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. ત્યારે હાલ પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય આરોપી અન્ય કોઈ ગુના કરેલ છે કે નહિ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment