Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝસુરતમાં આવી સફેદ વાઘની જોડી

સુરતમાં આવી સફેદ વાઘની જોડી

Share Now

સુરતીઓના મનોરંજન માટે મહાનગર પાલિકા દ્વારા નવી ભેટ આપવામાં આવી છે.સુરત પ્રાણીસંગ્રહાલયમાં પ્રથમવાર સફેદ વાઘ(White tiger) લાલવામાં આવ્યા છે.એનિમલ એકચેન્જ પ્રક્રિયાથી સુરત પ્રાણીસંગ્રહાલયને સફેદ વાઘની(White tiger) જોડી મળી છે.રાજકોટ પ્રાણીસંગ્રહાલયને દીપડાની અને જલ બીલાડીની જોડી આપી સફેદ વાઘની(White tiger) જોડી મેળવવામાં આવી છે.અત્યાર સુધી સુરત પ્રાણીસંગ્રહાલયમાં સામાન્ય રેડ વાઘ જ રાખવામાં આવ્યા હતા હવે તેની સાથે સફેદ વાઘ સુરતીઓને નિહાળવાનો અવસર મળશે.જે ખૂબ સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

zoo surat

 

સુરત પ્રાણીસંગ્રહાલયમાં પ્રથમવાર આવ્યા સફેદ વાઘ

સુરતીઓને હવે પહેલી વખત પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ જોવા મળશે.રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતેથી સફેદ વાઘની(White tiger) જોડીને લાવવામાં આવ્યા છે.આ સફેદ વાઘની(White tiger) જોડી આવનારા સમયમાં સુરતીઓનું મનોરંજન માટે આકર્ષણનું માધ્યમ બનશે.એનિમલ એક્સચેન્જ પ્રક્રિયા દ્વારા સુરતના સરથાણા નેચર પાર્ક ખાતેથી દીપડા અને જળ બિલાડીની જોડી રાજકોટ પ્રાણી સંગ્રહાલય આપવામાં આવી હતી.જ્યારે તેની સામે એક સફેદ વાઘની(White tiger) જોડી, એક શિયાળની અને એક સિલ્વર ફિશન્ટની જોડી સુરત પ્રાણીસંગ્રહાલય ખાતે લાવવામાં આવી છે. આ વાઘની જોડીને નામ પણ આપવામાં આવ્યા છે. જેમાં ફીમેલ વાઘનું નામ ગીરીમા અને મેલ વાઘનું નામ ગૌરવ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ‘મિયાવાંકી ફોરેસ્ટ’નું નગરજનોને અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી

white tiger

દેશમાં માત્ર પાંચ જ સ્થળોએ જોવા મળે છે વાઈટ ટાઇગર

ઉલ્લેખનીય છે કે ભારતમાં સફેદ વાઘ એટલેકે વ્હાઇટ ટાઇગર(White tiger) ફક્ત પાંચ સ્થળે જ જોવા મળે છે. જેમાં મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશન પાર્કમાં, તમિલનાડુમાં નીલગીરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે.જ્યારે ગુજરાતમાં માત્ર રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતે જ જોવા મળતા હતા.જોકે હવે સુરતમાં પણ સફેદ વાઘની જોડી આવી પહોચતા સુરતીઓને પણ તે જોવા મળી રહેશે.આગામી 15 ઓગસ્ટ બાદ આ વાઘની જોડીને લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે.હાલ આ વાઘની જોડીનું ખાસ દેખરેખ કરાઈ રહી છે અને સુરતનું વાતાવરણને તેના માફક બનાવાઈ રહ્યું છે.

એનિમલ એક્સચેન્જ પ્રક્રિયાથી સુરતને મળ્યા સફેદ વાઘ

સુરત પ્રાણીસંગ્રહાલયના સુપરીટેન્ડન્ટ રાજેશ પટેલે સફેદ વાઘની(White tiger) માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ ઝૂ માંથી સફેદ વાઘ મેળવવા માટે પ્રથમ તેમની સાથે પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ માર્ચ 2021માં દિલ્હી ખાતેની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મેળવી હતી.અને મજૂરી મળ્યા બાદ સુરત ઝૂ અને રાજકોટ ઝૂના પ્રાણીઓની પરિવહન કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રથમ 28 જુલાઈના રોજ સુરત ઝૂની ટીમ એક દીપડાની અને એક જલ બિલાડીની જોડી લઈ રાજકોટ ગઈ હતી.ત્યાર બાદ 31 જુલાઈ ના રોજ રાજકોટ ઝૂ ખાતેથી સુરતની ટીમ 1 સફેદ વાઘ ,1 શિયાળ અને 1 સિલ્વર ફિશન્ટની જોડી આવી હતી.હાલ સુરતીઓ માટે ખુલા મુકવામાં આવ્યા નથી.વાઘની જોડીને હાલ કોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે.તેમને સુરતનુ વાતાવરણ અનુકૂળ લાવવાના પ્રયાસો કરાય રહયા છે.આવનારા 15 ઓગસ્ટ બાદ આ વાઈટ ટાઇગર સુરતીઓને નિહાળવા ખુલા મુકાશે અને ત્યાર બાદ તેઓ સુરત નેચરપાર્કનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment