Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝનોબેલ વિજેતા મલાલા યુસુફઝઈએ પોતાના બાળપણના મિત્ર સાથે શરૂ કર્યું નવજીવન

નોબેલ વિજેતા મલાલા યુસુફઝઈએ પોતાના બાળપણના મિત્ર સાથે શરૂ કર્યું નવજીવન

malala yusuf
Share Now

પાકિસ્તાની એક્ટિવિસ્ટ અને નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત 24 વર્ષીય મલાલા યુસુફઝઈએ બ્રિટનમાં નિકાહ કર્યા છે. મલાલાએ અસર નામના એક વ્યક્તિ સાથે નિકાહ કર્યા છે. મલાલાએ સોશિયલ મીડિયા પર પોતાના નિકાહની તસવીરો શેર કરી છે. તેમાં તેના માતાપિતા પણ દેખાય છે.

અમે આગળની સફર માટે એકસાથે ચાલવા માટે ઉત્સાહિત

મલાલાએ લખ્યું-આજે મારા જીવનનો એક અણમોલ દિવસ છે. અસર અને હું જીવનભર એકબીજાનો સાથ નિભાવવા માટે લગ્નબંધનમાં બંધાયા છીએ. અમે બર્મિંગહામમાં પોતાના ઘર પર પોતાના પરિવાર સાથે એક નાનો નિકાહ સમારોહ યોજ્યો. અમે આગળની સફર માટે એકસાથે ચાલવા માટે ઉત્સાહિત છીએ. અમને તમારી શુભકામનાઓની જરૂર છે.

કોણ છે Asser મલિક??

મલાલાના જીવનસાથી અસર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં જનરલ મેનેજર છે. મે 2020માં તેમણે અહીં જોઈન કર્યું હતું. આ અગાઉ તે પાકિસ્તાન સુપર લીગ માટે કામ કરતા હતા. મલિકે એક પ્લેયર મેનેજમેન્ટ એજન્સીનું સંચાલન પણ કર્યું છે. મલિકે લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસથી 2012માં ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં બેચલર્સ ડિગ્રી લીધી છે.

આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે ફોડ્યો હાઇડ્રોજન બૉમ્બ, ફડણવીસના આરોપોનો કર્યો વળતો પ્રહાર

મલાલાને તાલિબાને મારી હતી ગોળી

પાકિસ્તાનની સ્વાત ઘાટીમાં છોકરીઓને શિક્ષણનું સમર્થન કરનારા મલાલાને 2012માં તાલિબાને શાળાએથી પાછા ફરતી વખતે ગોળી મારી હતી. ત્યારે મલાલાની ઉંમર માત્ર 15 વર્ષ હતી. બ્રિટનમાં મલાલાની સારવાર થઈ અને ખુબ જ મુશ્કેલીથી તેનો જીવ બચ્યો. ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો. મલાલાને બાળકોના અધિકારો માટે કામ કરનારા ભારતના કૈલાશ સત્યાર્થી સાથે 2014માં સંયુક્ત રીતે નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આ પુરસ્કાર પ્રાપ્ત કરનારા તે સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની રહ્યા.

આઈ એમ મલાલા નામથી આત્મકથા લખી

યુવતીઓના શિક્ષણની સમર્થક પાકિસ્તાનની શાળામાં ભણતી વિદ્યાર્થિની મલાલા યુસુફઝઈએ આઈ એમ મલાલા નામથી આત્મકથા લખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્યારેક પાકિસ્તાનના પછાત વિસ્તારમાં રહેનારી મલાલાને તેના માટે 3 મિલિયન ડોલર મળ્યા હતા. આઈ એમ મલાલાને બ્રિટનના વિન્ડેનફેલ્ડ એન્ડ નિકોલસને પબ્લિશ કરી હતી. આ પુસ્તક 8 ઓક્ટોબર, 2013ના રોજ પબ્લિશ થયું હતું.

અનેક એવોર્ડથી સન્માનિત

2013માં મલાલાને યુરોપીયન યુનિયનનો પ્રતિષ્ઠિત શેખરોવ માનવાધિકાર પુરસ્કાર પણ મળ્યો. આ ઉપરાંત તે અન્ય અનેક એવોર્ડથી સન્માનિત છે. 12 જુલાઈ 1997ના રોજ પાકિસ્તાન ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લામાં મલાલા યુસુફઝઈનો જન્મ થયો હતો. તેના જન્મ સમયે પરિવાર પાસે હોસ્પિટલ જવા માટે પૂરતા પૈસા પણ નહતા. પાડોશીઓની મદદથી તેમનો ઘર પર જન્મ થયો હતો. માત્ર 11 વર્ષની ઉંમરમાં ગુલ મકઈના નામથી ડાયરી લખવાનું શરૂ કર્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment