Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝભાવનગરનું પુસ્તક કૌભાંડ: જ્ઞાન ગયું ભંગારમાં!

ભાવનગરનું પુસ્તક કૌભાંડ: જ્ઞાન ગયું ભંગારમાં!

Share Now

ભારત દેશમાં પુસ્તકોમાં મા સરસ્વતી દેવી બિરાજમાન હોય છે, તેવું માનવામાં આવે છે. જો પુસ્તકોને ભૂલથી પગ અડી જાય તો, તેને લોકો પગે પણ લાગે છે. ત્યારે એ પુસ્તકોનું મહત્વ છે એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે નેતાઓ આ પુસ્તકો પર રાજનીતિ કરી રહ્યા છે. ભાવનગર જીલ્લાના પાલીતાણામાંથી એક પુસ્તક (School Textbooks) કૌભાંડ બહાર આવ્યું છે.

School Textbooks

  • પાલીતાણામાં ધો.1 થી 8 સુધીના પાઠ્યપુસ્તકો કબાડીમાંથી મળી આવ્યા
  • તળાજારોડ પર આવેલ સોહિલ નામનાં વ્યક્તિનાં ભંગારનાં ડેલામાંથી મળ્યા પુસ્તકો
  • સ્થાનીક કોંગ્રેસનાં આગેવાનોને બાતમીનાં આધારે જાણ થતાં, તેઓએ ત્યાં તપાસ કરી
  • આચાર્ય કલ્પેશ દવેને સસ્પેન્ડ કરાયા, બાદ મહુવાનાં બીલડી ગામે મુકાયા
  • તપાસ દરમિયાન પુસ્તકો મળી આવતા તંત્રને જાણ કરવામાં આવી

ગઈકાલે પાલીતાણા રોડ પર આવેલ ભંગારની દુકાનમાંથી પુસ્તકનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી. અધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા હતા.

આ પણ વાંચો: ગુગલ પર સર્ચ કરી રહ્યા છે લોકો “પીવી સિંધુ કાસ્ટ”

ભાવનગર પાલીતાણા સર્વોદય સોસાયટી પાસે આવેલ ગુજરાતી શાળાનાં પાઠ્યપુસ્તકનો જથ્થો એક ભંગાર ની દુકાન પર મળી આવ્યો હતો. ત્યારબાદ વિરોધ પક્ષ અને અપક્ષ દ્વારા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. કાર્યવાહી બાદ શાળાનાં પ્રિન્સીપાલને મહુવાનાં બીલડી ખાતે બદલી કરવામાં આવી છે. પુસ્તકનો (School Textbooks) જથ્થો ગઈકાલે જ પસ્તીવાળાને ત્યાંથી પરત લાવી સીલ મારવામાં આવ્યો હતો. 

આટલી મોટી સંખ્યામાં પુસ્તકો (School Textbooks) કેવી રીતે મળી આવ્યા?

School Textbooks

સરકાર પાઠ્યપુસ્તક (School Textbooks) પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તેમ છતાં એટલી મોટી સંખ્યામાં પુસ્તકો કેવી રીતે મળી આવ્યા છે?  તે આવનારા દિવસોમાં તપાસ બાદ જ ખુલવા પામશે… શાળામાં વિદ્યાર્થીઓની ગણતરી બાદ જ પાઠ્યપુસ્તકો (School Textbooks) મેળવવામાં આવે છે. તો પછી આ પાઠયપુસ્તક હજી સુધી કેમ પડ્યાં રહ્યા છે. શું વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકથી વંચિત રાખવામાં આવ્યા હતા ? માટે આટલો મોટો જથ્થો પડ્યો રહ્યો હતો જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment