Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / December 5.
Homeકહાનીએક એવો પથ્થર જેને કહેવામાં આવી રહ્યો છે ભીમનો ખાટલો ,શુ છે તેની પાછળની રહસ્યમય કહાની ?

એક એવો પથ્થર જેને કહેવામાં આવી રહ્યો છે ભીમનો ખાટલો ,શુ છે તેની પાછળની રહસ્યમય કહાની ?

bhim
Share Now

મહાભારત કાળના પુરાવા વિવિધ વિસ્તારોમાંથી મળે છે..જેમાં પાંડવો સ્થાપિત કરેલા પુરાવા અને તેમના અજ્ઞાત વાસના પુરાવા હોવાનો આજે પણ દાવો કરાઈ રહ્યો છે..હાલના સમયમાં પણ તમને ધણી વાતો સાંભળવા મળ્તી હશે. અથવા તો ધણી વસ્તુઓ તમારી આજૂબાજૂમાં  પણ જોવા મળ્તી હશે.,તો આજે તમને અમે એવી વાત કરવાના છીએ જે છે પાંડવોનો હોવાનો પુરાવો.જે છે પૌરાણિક પથ્થરો..જે પ્રાચિન હોવાના પુરાવા આપી રહ્યા છે…આ પથ્થરો પાછળની કહાનીને લઈ અનેક દાવા કરાઈ રહ્યા છે…તો સાથે જ પુરાતત્વ વિભાગ તેને પ્રાચીન સમયમાં જહાજ લાંગરવાનું લંગર હોવાનો દાવો કરી રહ્યું છે..પરંતુ અહિના સ્થાનિકો કાંઈક અલગ જ દાવો કરી રહ્યા છે.

આ પથ્થરો પાછળનું રહસ્ય શું છે ? 

આ ગામ આવેલું છે ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલા કોળિયાક ગામ.આ વિસ્તાર હીડીંબા વન તરીકે જાણીતું છે….કોળિયાક ગામે દરિયામાં નિલકંઠ મહાદેવ બિરાજમાન છે..જેનો મહિમા   પણ અનોખો છે…જ્યાં દરિયામાં શિવમંદિર સુધી જવા રસ્તો કરે છે..અને સમય થતાં જ ફરી એકવખત મંદિર દરિયામાં ગરકાવ થઈ જાય છે..નિલકંઠ મહાદેવનો આસપાસનો વિસ્તાર પ્રવાસન સ્થળ તરીકે વિક્સી રહ્યો છે…બીચ, કાંટાળી વનસ્પતિ, જેઓ અહીની ઓળખ બન્યા છે…કહેવાય છે કે પાંડવો ગોહિલવાડનો ખોળો ખુંદી વળ્યા હતા..મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પરિવારજનોની હત્યાનું પાપ લાગાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવ્યા હતા..અહી મીઠી વીરડી નજીક તેઓ જમ્યા હતા..વધુ ભોજન કરી લેતાં ભીમને આરામ કરવાની ઈચ્છા થઈ..ભીમે પથ્થરમાંથી ખાટલાના ચાર પાયા બનાવ્યા…આ પાયા એટલે અહી પડેલા પથ્થર સ્થાનિકોની માન્યતા એવી છે કે આ વિશાળ પથ્થરો ભીમના ખાટલાના પાયા છે…જે મહાભારત કાળનો પુરાવો આપી રહ્યા છે….હવે પુરાતત્વ વિભાગ તેને લંગર હોવાનું દાવો કરી રહ્યું છે..પરંતુ સ્થાનિકોના દાવો ભીમના(bhim )ખાટલા હોવાનો છે…આજે પણ મીઠી વીરડી રોડ પર ચાર પાયા અને બે ઈંસ પડેલી છે…જે પૈકી એક પાયાની લંબાઈ લગભગ 15થી 18 ફૂટ છે..અને તેની પહોંળાઈ બે ફૂટ જેટલી છે…ઈંસ ફીટ કરવા પાયામાં એક-એક ફૂટ જેટલા કાણા પણ પાડવામાં આવ્યા છે..હાલ પાયાથી 25 ફૂટ દૂર ઈસ પડેસી છે…bhim

આ પણ વાંચો :અમદાવાદનું વન ટ્રી હોલ ગાર્ડન..અહીનું ડચ કબ્રસ્તાન અમદાવાદના ઈતિહાસનું સાક્ષી

આટલો મોટો ખાટલો ભીમ(bhim )માટે ? 

પથ્થરને જોઈને સવાલ થશે કે આટલો મોટો ખાટલો ભીમ માટે તૈયાર કરાયો હતો..તેની પાંગથી શેની બનાવાઈ હશે…કહેવાય છે કે નજીકમાં આવેલા પીપળાનો પાંગથ તરીકે ઉપયોગ કર્યો હતો…આ પથ્થરો ભીમનો(bhim )ખાટલો નહી પરંતુ વિશ્લની સૌથી મોટુ લંગર હોવાની સંશોધનમાં પ્રસ્થાપિત થયું છે..જેનો ઉપયોગ જહાજ લાગંરવામાં કરવામાં આવતો…સંશોધનમાં એ પણ દાવો કરાયો છે કે વિશ્વમાં આટલા મોટા લગંર ક્યાં નથી મળ્યા…જે ડાર્ક બ્રાઉન રંગના જળકૃતિ પથ્થોમાંથી બનેલા છે…પૂના સ્થિત સમુદ્ર વિજ્ઞાન સંસ્થાએ આ પથ્થર લંગર હોવાનો દાવો કર્યો છે…

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment