Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફએક દાસ્તાન દોસ્તીની

એક દાસ્તાન દોસ્તીની

keshod village
Share Now

લોહીના નહિ પણ દિલના સંબંધો 

લોહીના નહિ…તેનાથી પણ વધુ એવા દિલના સંબંધો જ્યાં કોઈ પણ સ્વાર્થ વગર જોડાય જાય ને એ દોસ્તી. અને બધાના જીવનમાં આવી કોઈ એક વ્યક્તિ તો ખાસ હોય જ છે. આપણે અવારનવાર દોસ્તીના નામે મહાન મિત્રો અને તેની મિત્રતાની મિસાલ આપીએ છીએ, પણ આજે આજે એક એવી મિત્રતાની વાત કરવી છે જે દોસ્તી સૌથી અનોખી છે. જાણીયે…અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન.

keshod village

ખેડૂત અને પક્ષીની અનોખી મિત્રતા 

માણસ-માણસની મીત્રતા તો આપણે બધાએ જોઈ જ છે અને એ સિવાય પણ અનેક મિત્રતા પણ જોઈ હશે, પરંતુ જૂનાગઢના કેશોદમાં રહેતા એક પરિવારને પક્ષીઓ સાથે એવી દોસ્તી છે કે તેને એકબીજા વગર ચાલતું જ નથી. હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે અતુટ નાતો છે. હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 22 વર્ષથી દરરોજ પક્ષીઓને ભોજન પૂરું પડે છે અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘેર પહોચી જાય છે.

keshod village

પક્ષીઓના ભોજન માટે અલગ વ્યવસ્થા 

આ ખેડૂતના ઘરમાં જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જેમાં તેઓ દરરોજ સવાર-સાંજ બાજરીના ડૂંડા, મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે. આ પ્લેટફોર્મમાં ઉપર જારના ડુંડા અને નીચે પક્ષીઓને જંગલનો જ અહેસાસ થાય તે રીતે ફૂલછોડ રાખવામાં આવ્યા છે. આ નજારો જોતા જ રોમ-રોમમાં પરમ શાંતિનો અહેસાસ થવા લાગે છે. અને આ જગ્યાની આજુબાજુમાં પણ બધે જ હરિયાળી છે જેથી પક્ષીઓને પણ અહી પોતીકાપણું લાગે છે. પક્ષીઓની હરસુખભાઇ સાથેની દોસ્તી એટલી ગાઢ છે કે હરસુખભાઈ પોતાના હાથ પર બેસાડી પક્ષીઓને જમાડે છે.

keshod village

3000 પક્ષીઓ આવે છે ચણવા

આ ચણનું ભોજન કરવા એક કે બે પક્ષીઓ નહિ…ત્રણ-ત્રણ હજાર જેટલા પક્ષીઓ અહી આવે છે. આ પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, લુપ્ત થઇ રહેલી દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.

keshod village

જુઓ વિડીયો : પક્ષી પ્રેમી ડોબરિયા પરિવાર


પોપટનો મીઠો અવાજ વાતાવરણને બનાવે છે પ્રકૃતિમય 

એક સાથે આટલા પક્ષીઓ તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં પણ નહિ જોયા હોય. હજારો પક્ષીઓને વગર કોઈ સ્વાર્થે જમાડતો પરિવાર પક્ષીઓને જોઇને પરમ સંતોષ માને છે. દિવસભર પક્ષીઓનો એ કોલાહલ, પોપટનો મીઠો મધુર આવજ સમગ્ર વાતાવરણને પ્રકૃતિમય બનાવી દે છે. વૃક્ષો પર બેસીને ડાળીઓ પર જુલતા પક્ષીઓને જોઇને એક વાર જરૂરથી થાય કે એક વાર અહી મુલાકાત લેવી જ પડશે. કોઈના ઘરે નહિ પણ પોતાના જ ઘરે ભોજન આરોગતા હોય તે રીતે પોપટ નિરાંતે કોઈ પણ ડર વગર વિવિધ ધાન્ય ચણે છે. પક્ષીઓ આ પરિવાર સાથે એટલા હળીમળી ગયા છે કે બાજુમાં માણસ આવતા તે સહેજે ડરતા નથી.

                               keshod village

પક્ષી પ્રેમી ડોબરિયા પરિવાર 

કેશોદનો આ ડોબરીયા પરિવાર પક્ષી પ્રેમી છે. પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે કે પરિવારના સભ્યો સવારે વહેલા પાંચ વાગ્યે ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, અહી એટલા પક્ષીઓ ચણ માટે આવી રહ્યા છે કે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે. 500 રૂપિયાની ચણની ખરીથી શરુ કરેલા આ અભિયાનમાં આ વર્ષે એક લાખ રૂપિયાની ચણ કોઈપણ ફંડ ફાળા વગર ખરીદવામાં આવી છે. હરસુખભાઇના પત્ની રમાબેન કહે છે કે, અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી જાણે અમારા દિવસો જ બદલાઈ ગયા, હવે તો ધંધામાં પણ ખુબ જ બરકત થઇ રહી છે.

keshod village

અતુટ દોસ્તીની મિસાલ 

એક તરફ ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગ વધતા પક્ષીઓના સ્વાસ્થ્યને નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હરસુખભાઇ પક્ષીઓને ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્ય ખવડાવે છે. ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા અનાજની ખરીદી કરે છે અને તેના માટે હરસુખભાઈ અનેક ગામના ખેતરો ખૂંદી વળ્યા છે. જેથી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ન થાય. અતુટ પ્રેમ સાથેનો આ સંબંધ અતુટ દોસ્તીની મિસાલ છે.

જુઓ આ વિડીયો : એક અતુટ દોસ્તી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment