Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝહવે બાળકો શાળામાં જ શીખશે શાકભાજીની ખેતી, કતારગામની શાળાનો અનોખો પ્રયાસ

હવે બાળકો શાળામાં જ શીખશે શાકભાજીની ખેતી, કતારગામની શાળાનો અનોખો પ્રયાસ

Share Now

બાળકો એ દેશનું ભવિષ્ય છે. આવનારી પેઢીને ઉચ્ચ શિક્ષણની સાથે સાથે બાહ્ય જ્ઞાન આપવું પણ એટલું જ આવશ્યક છે. મજબૂત સમાજની રચના માટે આવનારી પેઢીને મજબૂત બનાવવી અતિઆવશ્યક છે. સુરતના કતારગામ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, આ જ ઉદેશ્ય સાથે કામગીરી કરી રહી છે.

આ શાળામાં બાળકોને પાઠય પુસ્તકના જ્ઞાનની સાથે સાથે સજીવ ખેતી અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. શાળાની અગાસી પર જ શાકભાજીની સજીવ ખેતી (terrace garden) કરીને બાળકોને આરોગ્યપ્રદ શાકભાજી વિશે સમજણ આપવામાં આવી રહી છે.

A terrace garden was prepared by a primary school in surat

શાળામાં વળી કેવી ખેતી?

સ્કૂલ યુનિફોર્મમાં સજ્જ થઈને ખેતી કરી રહેલા આ બાળકો છે સુરતની નગર પ્રાથમિક સમિતિની કતારગામની શાળાના. આ વિદ્યાર્થીઓ શાળામાં પાઠય પુસ્તકોની સાથે સાથે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વિનાની સજીવ ખેતીના પણ પાઠ ભણી રહ્યા છે. તમને જોઈને આશ્ચર્ય થઈ રહ્યું હશે કે શાળામાં વળી ખેતી કેવી?

આજના આધુનિક યુગમાં દવા અને રાસાયણિક ખાતર વાળા શાકભાજી ખાઈને લોકો પોતાનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છે. વળી આજે શાકભાજીના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. ત્યારે બાળકોને સજીવ ખેતીનું જ્ઞાન આપીને આવનારી પેઢીને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ શાળા કામ કરી રહી છે. બાળકો પણ શાળામાં, કુંડામાં કેવી રીતે શાકભાજી ઉગાવી શકાય તે શીખીને પોતાના ઘરે પણ આ રીતે સજીવ ખેતીના પ્રયાસો કરતા થયા છે.

A terrace garden was prepared by a primary school in surat

સ્કૂલ ટેરેસ ગાર્ડન (school terrace garden)

શાળાના આચાર્યા રોશનીબેન દ્વારા દરેક ઘરમાં આરોગ્યપ્રદ અને સજીવ શાકભાજી મળે અને એ પણ કોઈપણ જાતના વધારાના ખર્ચ વગર એવો ખ્યાલ આવતા તેમને આ પ્રયોગ કર્યો હતો. તેમને શાળાના સંચાલકોની પરવાનગી લઈને પ્લાસ્ટિકના કુંડા અને કોથળીઓ લાવીને શાળાના ધાબા પર જ ખેતી કરવાની શરૂઆત કરી હતી. શાળામાં જ શાકભાજીનું ધરૂવાડિયું બનાવીને તેની ફેરરોપણી કેવી રીતે થાય એ અંગે બાળકોને માર્ગદર્શન આપવાની શરૂઆત કરી હતી. જેથી આવનારી પેઢીને શાકભાજીના મુદ્દે આત્મનિર્ભર બનાવી શકાય.

કતારગામની આ શાળાના પ્રયત્નોને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ બિરદાવવમાં આવી રહ્યા છે. આવનારી પેઢીને સજીવ ખેતી તરફ વળવાના આ ઉત્તમ પ્રયાસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ હસમુખભાઈ પટેલ પણ અવાર નવાર શાળાની મુલાકાત લઈને અગાસી ખેતી (terrace garden) અંગેના પ્રયોગની મુલાકાત લેતા હોય છે.

A terrace garden was prepared by a primary school in surat

સામાન્ય રીતે શાળામાં બાળકોને પુસ્તકનું જ્ઞાન આપવા આવતું હોય છે, પરંતુ આ શાળાએ સજીવ ખેતીની જાને કે પ્રયોગશાળા બનાવી છે. અહીં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વિનાના શાકભાજી કેવી રીતે ઉગાડી શકાય તેનું શિક્ષણ બાળકોને આપવામાં આવી રહ્યું છે. શહેરની અન્ય શાળાઓ પણ આ દિશામાં કાર્ય કરે એવા પ્રયાસો આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

જુઓ આ વિડીયો: રોપા ઉછેર દ્વારા રોજગારી !

આપણે વર્ષોથી અગાસી ખેતી (terrace garden) અને સજીવ ખેતીના અલાયદા માર્કેટની માંગણીઓ અને વાતો કરી રહ્યા છે. પરંતુ ઘરના ધાબા પર કે ગેલેરીમાં સજીવ ખેતી પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી શકાય એ દિશામાં કોઈએ વિચાર્યું નથી. ફૂલો અને વેલીઓના શુશોભાન સાથે શાકભાજી ઉગાડીને આર્થિક ભારણ પણ ઓછું થાય અને સ્વાસ્થ્ય પણ સુધરે તે દિશામાં આવનારી પેઢીને સજ્જ કરી રહેલો કતારગામની આ શાળાની કામગીરી ખરેખર ઉદાહરણરૂપ છે. 

આ પણ વાંચો:ટેક્સટાઈલ સિટી સુરતને લાગ્યું ગ્રહણ, 100 મિલો બંધ થવાની સંભાવના

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment