Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeડિફેન્સજમ્મુ અને કાશ્મીર : અવંતીપુરામાં સુરક્ષાદળો અન આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ અને કાશ્મીર : અવંતીપુરામાં સુરક્ષાદળો અન આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Share Now

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના અવંતીપુરા (Awantipora)માં આજે શુક્રવારે સવારે સુરક્ષાદળો (Security forces) અને આતંકી (Terror)ઓ વચ્ચે અથડામણ સર્જાઇ છે. અવંતરીપુરા (Awantipora)ના પમ્પોર વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઘેરી લીધા છે. બંને આતંકીઓ હિજબુલના હોવાનું સામે આવ્યુ છે. સુરક્ષાદળો (Security forces) સાથેની અથડામણમાં બે આતંકી ઠાર થયા છે. હાલમાં આતંકી હોવાની હિલચાલને પગલે સમગ્ર વિસ્તાર પર સુરક્ષાદળોએ ઘેરાબંધી કરી છે. આતંકી અને સુરક્ષાદળો વચ્ચે હાલમાં પણ અથડામણ શરૂ છે.

અથડામણમાં બે આતંકી ઠાર

છેલ્લે મળતી માહિતી મુજબ અવંતીપુરામાં સુરક્ષાદળ (Security forces)ના જવાન સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. તે દરમિયાન પમ્પોર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર પહોંચેલા જવાન પર આતંકીઓએ ગોળીબાર (Firing)શરૂ કરી દીધો હતો. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરતા સામે ફાયરિંગ કર્યુ હતુ જેમાં બે આતંકી ઠાર મરાયા છે.

આતંકી અને સુરક્ષાદળ બંને તરફથી ગોળીબાર

જણાવવામાં આવી રહ્યુ છે કે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ હજુ પણ શરૂ છે. બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યાં અનુસાર સુરક્ષાદળો અને પોલીસ (Police) તરફથી સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આતંકીઓ વિરૂદ્ધ સુરક્ષાદળ અને જમ્મુ અને કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police)નું ઓપરેશન (Operation) હજુ પણ યથાવત છે.

આતંકીઓએ નેતાની હત્યા કરી

ઉલ્લેખનિય છે કે આતંકીઓએ આ પહેલા કુલગામમાં રાજનેતા ગુલામ હસન લોનની ગોળી (firing) મારી હત્યા કરી નાખી હતી.  તે પહેલા પણ કુલગામના જ બ્રજલૂ વિસ્તારમાં આતંકી (Terror)ઓએ ભાજપ (BJP) નેતા જાવેદ અહમદ ડારની ગોળી મારી હત્યા કરી હતી. તો કુલગામમાં આતંકીઓએ 9 ઓગષ્ટના રોજ ભાજપ નેતા ગુલામ રસૂલ ડારની પણ હત્યા કરી હતી.

રાજૌરીમાં બે આતંકી ઠાર કર્યા હતા

નોંધનીય છે કે આ પહેલા પણ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના બડગામના મોચવા વિસ્તારમાં શનિવારે સવારે જ સુરક્ષાદળો (Security forces) અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જે અથડામણમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. ઠાર કરાયેલા આતંકીની તપાસ હાથ ધરતા તેની પાસેથી એકે-47 અને પિસ્તોલ જેવા હથિયાર જપ્ત થયા હતા. આ તકે કાશ્મીર જોન પોલીસે (Police) જાણકારી આપતા કહ્યું હતુ કે, બડગામના મોચવા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે, પોલીસ અને સુરક્ષાદળો ઓપરેશન પાર પાડી રહ્યા છે. તે પહેલા શુક્રવારના રોજ પણ જમ્મુના રાજૌરીમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી હતી. સુરક્ષાદળોએ અહીં એનકાઉન્ટર (Encounter)માં બે આતંકીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો: કુલગામમાં આતંકીઓએ BJP નેતાની કરી હત્યા 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment