Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / January 22.
Homeન્યૂઝOmicron Variant ની ગુજરાતમાં એન્ટ્રી! કુલ 3 શંકાસ્પદ દર્દી સામે આવ્યા

Omicron Variant ની ગુજરાતમાં એન્ટ્રી! કુલ 3 શંકાસ્પદ દર્દી સામે આવ્યા

Omicron Variant
Share Now

કોરોનાના નવા વેરિએન્ટથી વિશ્વ ફરી ચિંતામાં મુકાયુ છે. આ તમામ વચ્ચે ગઇકાલે ગુરૂવારે ભારતમાં બે કેસની કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી હતી. બંને કેસ કર્ણાટકમાં નોંધાયા છે. આ તમામ વચ્ચે ગુજરાતમાંથી પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગઇકાલે ગુરૂવારે જામનગરમાંથી એક શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આજે શુક્રવારે રાજકોટમાં પણ ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)ના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ (Corona positive)આવ્યા છે. હાલ બંનેના સેમ્પલ પુના ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે. પુનાની લેબોરેટરીમાં તપાસ બાદ વાયરસના વેરિએન્ટ (Variant)ની પુષ્ટી થશે. હાલ તો બંને પોઝિટિવ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

જામનગરમાં આવ્યો હતો Omicron Variant નો શંકાસ્પદ કેસ

ગઇકાલે ગુરૂવારે જામનગર (Jamnagar)જિલ્લાના મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકાથી હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિને હાલમાં આઇસોલેટ કરવામાં આવ્યો છે. તેમના સેમ્પલ પણ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલમાં તો આ વ્યક્તિને આઇસોલેટમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દેશમાં Omicron Variant નો વિસ્ફોટ! દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા 4 લોકો કોરોના પોઝિટિવ

વિશ્નમાં શું સ્થિતિ છે?

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટ (Variant)ની ઓળખ થયા બાદ આ વેરિએન્ટ દેશના ઘણા વિસ્તારોમાં પહોચ્યો છે. હવે 29 દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ એમિક્રોનના 373 કેસ નોંધાયા છે. સરકારે આ અંગે કહ્યું હતું કે, નવો વેરિયન્ટ ડેલ્ટાથી 5 ગણો ઝડપથી ફેલાય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment