Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeકહાનીએક એવું ગામ જે ગામ નહી એક બેંક હતી! રાજામહારાજા પણ લેતા હતા ધિરાણ

એક એવું ગામ જે ગામ નહી એક બેંક હતી! રાજામહારાજા પણ લેતા હતા ધિરાણ

Kuber village
Share Now

જેનો ભૂતકાળ સૂવર્ણ હતો.એક એવું ગામ જે(A village with money)  ધન કુબેર તરીકે ઓળખાતું હતું.આ ગામ એટલું ધનવાન હતું કે તત્કાલિન રાજા-મહારાજાઓને પણ ધિરાણ આપતું હતું.તે સમયે આ ગામ એક બેંક કહેવાતું હતું.આ ગામ નહી એક બેંક હતું.તો આ ગામમાં કુબેરનો હતો અખૂટ ભંડાર.તો આ ગામમાં ચાર રજવાડાઓના નાણાનો ભંડાર હતો.

કયા આવેલું છે આ ગામ(A village with money)

રાજસ્થાનના કરૌલી જિલ્લાનું બહરદા ગામ આવેલું છે. તે સમયે ડાંગ વિસ્તારમાં નદી કિનારે સુમસામ વિસ્તારમા વસેલું આ ગામ હતું.જે સન 1078માં વસ્યું હતું.તે સમયે પથ્થરોમાંથી બનેલા આ મહેલ,ગલિયો,ચૌપાલ, દરવાજા, ઝરુખો,રસ્તા અને નક્સીકામથી ભરપુર રજવાડી મકાન જેનો ઈતિહાસ કોઈ રાજા સાથે જોડાયેલો નથી.પરંતુ વ્યાપારના માધ્યમથી ઉભુ કર્યું હતુ.આ સામ્રાજ્ય.જે આજે પણ તે સમયની સાક્ષી પુરે છે.ના માત્ર અહીના સામાન્ય માણસો પરંતુ રાજા-મહારાજાઓને પણ આ ગામ ધિરાણ આપતું હતું.અહી એક એકથી ચઢિયાતા ઘનવાન હતા.અહી ઘર ઘર કુબેરનો વાસ હતો. 

આ ગામનો છે વૈભવશાળી ભૂતકાળ

આ ગામ તે સમયે સમૃદ્ધ હતું .તમે અંદાજો લગાવી શકો છે કે આજે પણ ગામના તમામ મકાના પાકા નથી. પરંતુ હજારો વર્ષ પહેલા બહરદા ગામમાં હવેલીઓ હતી.તે પણ કોઈ રાજાની નહી પરંતુ ગામના સ્થાનિકોની જ હતી.પરંતુ આ ગામ આજે ખંડેર હાલતમાં છે.આ ગામને કોઈ ઉંચાઈ પરથી જોવામાં આવે તો લાગે કેટલો વૈભવશાળી ભૂતકાળ હતો આ ગામનો.કહેવાય છે કે રાજાના આસપાસના ગામને અહીનો લોકો ધિરાણ આપતા હતા.જરુરિયાત મંદને જ્યારે ક્યાંથી ઉધાર ના મળતું તો તેનો છેલ્લો સહારો આ ગામ હતું.અહીની હવેલીઓની સાથે સાથે તત્કાલીન કુવાઓની બનાવટને જોઈને પણ તેનો ભુતકાળ સમૃદ્ધ હોવાના અવશેષો મળે છે.લોકોની માનીએ તો કરૌલી રિયાસતના નાના રાજાઓ અને હડૌતી મહારાજાની પુત્રીના લગ્ન પણ આ ગામના ધિરાણથી થયા હતા.એક વખત રાજા પરિક્ષા માટે અહી કેટલાક ઉંટ મોકલ્યા હતા.જેમાં ઘી ભરીને પરત મોકલવાનું ફરમાન કર્યું હતું.તો અહીના લોકોએ રાજાને સંદેશો મોકલ્યો કે માત્ર ઉંટ પર નહી પરંતુ કરૌલી સુધી નહેર બનાવવામાં આવે.અને તે નહેર મારફતે કરૌલી સુધી ઘી પહોંચાડવામાં આવશે.

Kuber village

આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

ગામમાં શું હતી ખાસીયત

આ ગામ તે સમયનું બેંક માનવામાં આવતું હતું.જેમાં આસપાસના તમામ રજવાડાના સિક્કા મળતા હતા.એ સમયમાં અહી મોટી આયુર્વેદિક હોસ્પિટલ હતી.દવાઓ બનાવવાની સાથે સાથે અહી સંશોધન પણ થતું હતું.સમયની સાથે બધુ જ ખંડેર બની ગયું છે.પરંતુ અવશેસો આજે પણ છે.આ ગામની સમૃદ્ધી(A village with money)જ નહી પરંતુ ગામનુ ખંડેર પણ ઘણુ બધુ કહી જાય છે.આ ગામમાં ચોર,લૂંટારોનો સતત ભય રહેતો હતો.જેના માટે ઘરની બનાવટ પણ વિશેષ રાખવામાં આવતી હતી.છત ઉપર પટ્ટીઓથી ઢાંકેલી મંજિલ બનાવવામાં આવતી હતી.ગામ નજીક લુહારોની વસ્તી હતી.જ્યાં તમામ ઓજાર અને હથિયાર બનતા હતા.અહી લોખંડના બજારમાં લુહારોની લગભગ 70 જેટલી દુકાનો હતી.અને આ દુકાનો આજે પણ ખંડેર હાલતમાં તે સમયની સાક્ષી પુરે છે .પરંતુ સમૃદ્ધના શિખર પર બનેલું આ ગામ આખરે ઉજ્જ શા માટે બની ગયું હશે.આખરે એવું તો શું થયું કે ગામ તબાહ થઈ ગયું.ક્યાં ગયા તે લોકો જેમના ઘરે લક્ષ્મીનો વાસ હતો.

આટલું સમૃદ્ધ ગામ(A village with money)આખરે ખંડેર કેવી રીતે બની ગયું

આ ગામને કોની નજર લાગી કે કુબેરનું ગામ ગરીબ બની ગયું હતું.તે સમયે જ્યારે રસ્તાઓની કલ્પના પણ નહોતી કરાતી ત્યારે અહી પથ્થરોના એવા રસ્તા બનાવ્યા જે આજે પણ હયાત છે.હવેલીઓ તરફ જતા રસ્તા તે સમયની કહાનીના પુરાવા છે.પરંતુ હવે આ રસ્તા પર નજર હતી લૂંટારુઓની.જે લૂંટને અંજામ આપવા કોઈ પણ હદ સુધી જઈ શક્તા હતા.ડાકુઓની આશંકાને જોઈ ગામમાંથી એક સુરંગ બનાવી હતી.જે ગામની બહાર નદી કિનારે આવેલા એક મંદિરમાં નિકળતી હતી.જેથી ઈમરજન્સી સમયે બચાવ થઇ શકે.આ ગામના સુરક્ષાકર્મીઓ જ ડાકુઓ સાથે મળીને ગામની માહિતી આપતા હતા.ગામના લોકો ભયમાં રહેવા લાગ્યા હતા.આ જ કારણ હતુ કે તે સમયે ધન રાખવા વિશાળ કાય તિજોરી રાખવામાં આવતી હતી.પરંતુ એક દિવસે આવ્યો કે ગામમાં ડાકુઓની ધાડ પડી હતી.ડાકુઓનો ખૌફ એટલો હતો કે ડાંગ, બિહડના ગામ લોકો પોતાની સુરક્ષા કરવી મુશ્કેલ હતી.ઉંટો પર તમામ ખજાનો લૂંટવામાં આવ્યો હતો.પરંતુ કેટલીક ગુપ્ત તિજોરીઓ હજુ પણ ધન બચ્યું હતું.સ્થાનિક લોકો તે ધન લઈ ગામ ખાલી કરી નિકળી ગયા હતા.તેઓ અલગ અલગ શહેરમાં સ્થાયી થઈ ગયા હતા.આ ગામને બચાવવાનો થોડો પણ પ્રયાસ પણ કોઇએ ના કર્યો ,અને કુબેરનુ આ ગામ ઉજડી ગયું.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment