Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝએક ગામ જ્યાં વસે છે સરદારના સપનાનું ભારત..રાષ્ટ્રીય એકતા દિવસ સ્પેશિયલ

એક ગામ જ્યાં વસે છે સરદારના સપનાનું ભારત..રાષ્ટ્રીય એકતા દિવસ સ્પેશિયલ

sardar patel
Share Now

 31 ઑક્ટોબર એટલે કે ભારત માતાના પનોતા પુત્ર સરદાર સાહેબની( sardar patel)જન્મ જયંતિ.સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કરી દેશને એક્તાના તાંતણે બાંધ્યુ.તેમનું સપનું હતું કે દેશમાં હંમેશા શાંતિ અને એક્તા જળવાઈ રહે.જેથી દેશ સમૃદ્ધ રહે,ત્યારે તેમની જન્મ જયંતિ પર ગુજરાતના એક એવા ગામની વાત કરીશું જ્યાં વસે છે સરદારના સપનાનું ભારત, સાબરકાંઠા જિલ્લામાં આવેલુ વિરપુર ગામ.ગામના નામ પ્રમાણે જ ગામના ગુણ પણ છે.ગામમાં પ્રવેશ કરતાની સાથે જ તમને ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ અને રાજધાની દિલ્હીમાં ફરતા હોવાનો અહેસાસ થાય છે.કેમકે આ વિરપુરમાં જ સમાયો છે સમગ્ર ભારત દેશ

આ ગામની(village)શું છે ખાસિયત

વિરપુર ગામમાં પ્રવેશતાની સાથે જ તમે અચંબિત થઈ જશો.ગામડામાં ગલી, ફળીયું, ચોરો મળીને એક નિર્મળ ગામ તૈયાર થાય છે.ખાસ સરીને ગામનું ફળિયા અથવા રાજ્યના માર્ગનું નામકરણ પ્રતિષ્ઠિત વ્યક્તિ નામ સાથે રાખવામાં આવે છે.પરંતુ વિરપુરમાં દરેક ફળિયાના નામ દેશના વિવિધ રાજ્યના નામ સાથે જોડી દેવામાં આવ્યા છે.એક ફળિયાનું નામ ગુજરાત છે.તો બીજા ફળિયાનું નામ રાજસ્થાન.એક ફળિયા ઉત્તરપ્રદેશ તો બીજુ મધ્યપ્રદેશ, કાશ્મીર અથવા દિલ્લી.દેશમાં જાતીવાદ, ભાષાવાદ અને કોમવાદને નાથવા મીલે સૂર મેરા તૂમ્હારા ગીત ગવાઈ રહ્યા છે..પરંતુ વિરપુરમાં પ્રાંતવાદ, ભાષાવાદ, સહિતની બદીઓને ગામે ત્યજી દીધી.ગામ એક્તાનું સૌથી મોટી ઉદાહરણ પુરુ પાડે છે.તમામ જાતિ, સંપ્રદાયના લોકો એકસંપ થઈ રહે છે.હિન્દૂ હોય કે મસુલમાન સાથે મળીને ધાર્મિક પ્રસંગની ઉજવણી કરે છે.શાંતિના પ્રતિક સમાન આ ગામમાં ઝઘડાઓને કોઈ જ અવકાશ નથી.વિરપુરને જિલ્લા, તાલુકા અને રાજ્યમાં શ્રેષ્ઠ ગામનો એવોર્ડ મળ્યો છે.તો સ્વર્ણિમ ગામનો એવોર્ડ પણ વિરપુરને એનાયત કરાયો છે.

sardar patel

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

આ ગામમાં(village) શું છે વ્યવસ્થા

વિરપુરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવાની વ્યવસ્થા છે.રોડ-રસ્તાઓ સ્વચ્છ છે.કોઈ પણ પ્રકારની ગંદકી ગામમાં નથી જોવા મળતી.ગામના ફળિયાના નામ રાજ્યના નામ પરથી રાખવાનો વિચાર પૂર્વ સરપંચને આવ્યો હતો.ભૂતકાળમાં વિવાદો ચાલી રહ્યા હતા.અન્ય પરપ્રાંતિઓ પર હુમલા થઈ રહ્યા હતા.ત્યારે ગામના લોકો એક સંપથી રહે તે માટે ફળિયાના નામ રાજ્ય પરથી રાખવામાં આવ્યા હતા.ગામ સંપૂર્ણ સ્વચ્છ અને અને 100 શૌચાલય ધરાવે છે. તો આ ગામની ખાસિયત એ છે કે ભાગ્યે જ તમામ રાજ્યો એક સાથે રહી શકે છે.પરંતુ વિરપુર ગામે સમગ્ર દેશને એક સાથે રહેવાનો અનોખો સંદેશ આપ્યો છે.જે રીતે વંદે માતરમમાં તમામ રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવે છે તેમ વિરપુર ગામ પણ તમામ રાજ્યને સમાવિષ્ટ કરી શાંતિ અને એક્તાનો સંદેશ આપી રહ્યું છે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment