Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeકહાનીએક એવું ગામ જયાંના લોકો મર્સિડિઝ અને બીએમડબલ્યૂમાં નહી પણ બળદગાડીમાં કરે છે સફર !

એક એવું ગામ જયાંના લોકો મર્સિડિઝ અને બીએમડબલ્યૂમાં નહી પણ બળદગાડીમાં કરે છે સફર !

village
Share Now

ફેશનના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ મર્સડિઝ અને બીએમડબલ્યૂ જેવી મોઘીદાટ ગાડીઓના શોખ ધરાવે છે…પરંતુ આજે પણ અનેક સ્થળો પર એવી પરંપરાઓ છે..જ્યાં લોકો મોંઘી ગાડી નહી પરંતુ બળદગાડામાં હસતા હસતા સફર કરે છે.તો આજે પણ ધણા ગામડાઓના(village) લોકો આ જુની ધરોહરને સાચવીને બેઠા છે.તો આપણી જુની ધરોહરની જો વાત કરવામાં આવે તો તેમાં બળદગાડાનો પણ સમાવેશ છે.જે આજના સમયમાં લુપ્ત થઇ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તો અમે આજે તમને જણાવવા જઇ રહ્યા છે તે છે મધ્યપ્રદેશના રતલામ ગામ .અહીંંનો પ્રસિદ્ધ બિબડૌદ મેળો..જ્યાં સદીઓથી ચાલી આવતી અજબ ગજબ પરંપરા આજે પણ યથવાત છે..અને આ પરંપરા છે બળદગાડાની સવારીઆ મેળો મ્હાલવા જતા લોકો મોંઘીદાટ અને લક્ઝુરીયસ કારમાં નહી પરંતુ બળદગાડામાં બેસીને જાય છે..દેશનો આ એક માત્ર એવો મેળો છે…જ્યાં બળદગાડામાં સવારી કરી મેળામાં જવાની પરંપરા છે..આ પરંપરાગત મેળાની શરૂઆતથી લઈ અત્યાર સુધી ચાલતી આવી રહી છે…તો અહિંયાના લોકો કંઇક અંલગ રીતે જ આપણી જુની પંરપરાને સાચવીને બેઠા છે.

આ પરંપરા(Tradition)પાછળ શું છે ઇતિહાસ ? 

એક ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન કેસરિયાનાથ એટલે કે આદિનાથ સ્વામીનું પ્રતિક ચિહ્નન બળદ છે…એટલા માટે લોકો આ મેળામાં બળદગાડી મારફતે પહોંચે છે..એમ પણ કહેવાય છે કે પહેલાના જમાનામાં લોકો પાસે સાધનની કોઈ સુવિધા નહોતી…જેથી તેઓ બળદગાડામાં બેસી મેળામાં જતા હતા…અને આજે પણ બળદગાડાની એટલી જ માગ છે.રતલામના સંસ્થાપક મહારાજા રતનસિંહના સમયમાં આ મેળાની શરુઆત થઈ…આ પરંપરા 17મી સદીથી આજ સુધી ચાલી આવી રહી છે..હકિકતમાં ડિસેમ્બરના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે રતલામથી ત્રણ કિલોમીટર દુર બિબડૌદમાં ભગવાન કેસરિયાનાથના જન્મ દિવસ પર ભવ્ય મેળાનું આયોજન કરાય છે..જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે…

village

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

બળદગાડું આ યાત્રાની પરંપરા (Tradition)આજે પણ રતલામમાં યથાવત

હાલ ભગવાન કેસરિયાનાથનું તીર્થ, લાકડીના ઝૂલા અને બળદગાડું આ યાત્રાની આ પરંપરા આજે પણ રતલામમાં યથાવત છે..આ મેળાનો લ્હાવો લેવા દુર દુરથી લોકો અહી આવે છે…અને ભગવાન કેસરિયાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો અહિંયાના લોકો દ્વારા આ પંરપરાને સાચવીને રાખવામાં આવી છે. તે જ અત્યારની મોટી વાત કહી શકાય. આથી આપણો ભવ્ય વારસો સાચવીને બેઠું આ ગામના(village) મેળાની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ.તો સાથે આપણે પણ જુની ધરોહરને બચાવાના પ્રયાસો કરવા જોઇએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment