બાળપણ અને તરુણાવસ્થાના વિકાસના સમયગાળા વચ્ચેનું એક માનવી છે બાળકની કાયદેસરની વ્યાખ્યા સામાન્ય રીતે સગીરને સંદર્ભિત કરે છે. ઘણી વખત તે બહુમતી વયથી ઓછી ઉંમરના વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે.બાળક માતાપિતા સાથેના સંબંધોનું વર્ણન પણ કરી શકે છે અથવા, રૂપકરૂપે એક સત્તા આંકડો અથવા કુળ, જાતિ અથવા ધર્મમાં જૂથ સભ્યપદ સૂચવી શકે છે; તે “પ્રકૃતિનું બાળક” અથવા “સાઠના દાયકાના બાળક” જેવા ચોક્કસ સમય, સ્થળ અથવા સંજોગોથી તીવ્ર અસર પામવા માટેનો સંકેત પણ આપી શકે છે.તો બાળક વગર ધરનું વાતાવરણ સુમસામ લાગે છે.તો એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ…ગામ જે ભોગવી રહ્યું છે કુળદેવતાની નારાજગીનું પરિણામ..પેઢી વૃદ્ધ થઈ ગઈ આ ગામમાં…પરંતુ કોઈ ઘરમાં બાળકો પેદા નથી થઈ રહ્યા…આખરે કેમ નારાજ છે કુળદેવતા..આ ગામના અનેક પરિવારમાં બાળકો શા માટે પેદા નથી થઈ રહ્યા?..આખરે ક્યાં છે આ ગામ…?તો ગામમાં એવું તો શું છે કે તે ગામમાં બાળકોને જન્મતા જ નથી.આ ગામમાં પક્ષીઓનો અવાજ તો સંભાળ છે પરંતુ ત્યાં બાળકોનો અવાજ છેલ્લા 40 વર્ષથી ભૂલકાઓનો અવાજ સંભાળ્યો નથી
કયાં છે આ ગામ ? અને શું છે તેનો ઇતિહાસ
મધ્યપ્રદેશના સીદી જિલ્લાના મુખ્યાલયથી 110 કિલોમીટર ગાઢ જંગલો અને પહાડો વચ્ચે વસેલું આ છે હરરૈઈ ગામ..આ ગામ કુદરતના ખોળે વસ્યું છે.તો આ ગામમાં આવવાની સાથે શાંતિનો અનુભવ થાય છે.ખળખળ ઝરણાનો અવાજ તમારા મનને ખુશ અને શાંત કરી દેવા મજબૂર કરી દેશે.પંરતું અહિંયાના બાળકોનો મિઠા અને મઘૂર અવાજ સંભળાતો નથી.ગામ લોકો બાળકોનો અવાજ સાંભળવા વલખા મારી રહ્યા છે.આ ગામમાં45 પરિવાર હરેડવાડ જાતિના રહે છે.. લોકોનમાં એવી માન્યતાઓ છે કે તેમના દેવતા તેમનાથી નારાજ છે..કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો તો નવાઇ નહી.લોકોની માન્યતાઓ છે ત્યાના કે તહેવારોના સમયે ગ્રામ દેવતાને બંદુકોની સલામી આપવામાં આવતી..પરંતુ લગભગ 40 વર્ષ પહેલા તંત્રએ તેમની બંદુક છીનવી લીધી…અને હવે ગ્રામ દેવતાને બંદુકોની સલામી નથી આપી શક્તા..આખરે ગ્રામ દેવતાની નારાજગી ગામ લોકોને ભારે પડી રહી છે…અને ત્યારથી આ જાતીના પરિવારમાં બાળકનો જન્મ નથી થયો..આ દાવો ખુદ ગામ લોકો કરી રહ્યા છે.આ વચ્ચે ગામ લોકોનો એક માન્યતા એ પણ છે કે થોડા સમય પહેલા જિલ્લા કલેક્ટરે એક પરિવારને બંદુક આપી હતી..વૃદ્ધ થઈ ગયો હોવા છતાં આ પરિવારમાં બાળકનો જન્મ થયો હતો…જો કે બાદમાં આ પરિવાર પાસેથી બંદુક પરત લેવાઈ હતી…
સરકારી તંત્રનું શું કહેવું છે ?
હાલ આ અલગ અને અનોખી માન્યતો વચ્ચે ગામ લોકોની માગ કરી રહ્યા છે કે તંત્ર ફરી એકવખત તેમને બંદુક પરત આપે .જેથી ફરી એકવખત આ ગામમાં બાળકોનો કલરવ સંભળાય .જો કે જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે બંદુકોના કારણે બાળકનો જન્મ થવો કે ના થવો તે ગામ લોકોની આસ્થા હોય શકે છે…પરંતુ આ કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે…હવે આ કહાની ગામ લોકોનો વહેમ છે કે અંધવિશ્વાસ..અથવા ખરેખરા ગામ લોકોના દાવોનો કોઈ આધાર છે..તે તપાસ બાદ શક્ય છે કે તેનું કારણ જાણી શકાય…પરંતુ આ એક હેરાન કરનારી કહાની ચોક્કસ છે…એક ગામમાં એક જાતિના તમામ પરિવારોમાં 40 વર્ષથી કોઈ બાળકનો જન્મ થયો જ નથી…આખરે બંદુક, બાળક અને દેવતાના સંબંધ શું કહેવા માગે છે?આ ગામના લોકોની માન્યતા કેટલા અંશે સાચી ?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4