ચારે તરફ ગુજરાત અને વચ્ચે મધ્યપ્રદેશ..વાત સાંભળીને તમને નવાઈ લાગશે કે આખરે આ કેવીરીતે શક્ય હોઈ શકે છે..પણ કહાની સત્ય છે…એક ગામ કે જેની ચારે બાજુની સરહદો ગુજરાતની છે…પરંતુ આ ગામ મધ્યપ્રદેશ રાજ્યમાં સમાવિષ્ટ છે….એક ગામ જેનો આર્થિક વ્યવહારનો સંબંઘ ગુજરાત સાથે છે.આખરે તે કેવીરીતે હોઈ શકે..એક ગામ(village)કે જે ગુજરાતની સરહદમાં છે..જેની ચારે બાજુ ગુજરાતની સરહદ છે…અને તેનો વહીવટ મધ્યપ્રદેશ સરકારના હાથમાં…મતલબ કે ગામ મધ્યપ્રદેશ રાજ્યમાં? આ સવાલ તેમને અચંબિત કરી મુકશે..પરંતુ તેનો જવાબ પણ એજ છે કે આ કહાની એટલી જ સત્ય છે.વાત છે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલા સાજનપુર ગામને…જેની ચારેબાજુ ગુજરાતીની સરહદ છે…પરંતુ ગામ મધ્યપ્રદેશ રાજ્યમાં સમાવિષ્ટ છે…મતલબ કે ગામની સ્થિતિ કંઇક એવી છે.
શું છે આ ગામનું(village) અનોખો ઇતિહાસ
સાજનપુર ગામમાં જતા તમામ રસ્તા પણ ગુજરાતમાંથી જ પસાર થાય છે..મતલબ કે મધ્યપ્રદેશના કોઈ અધિકારીને સાજનપુર ગામની મુલાકાત લેવી હોય તો તેને ગુજરાતમાંથી પસાર થવું પડે..ગામમાં આવવા માટે મધ્યપ્રદેશથી સીધો કોઈ જ રસ્તો નથી.રાજ્યના સરહદી વિસ્તાર અને છોટાઉદેપુર જિલ્લાની હદમાં આવેલ 554 હેક્ટર પથરાયેલું છે સાજનપુર ગામ…જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલું હોવાથી શુદ્ધ આબોહવા અને રમણીય છે અહીનું વાતાવરણ..ગામના છુટાછવાયા ફળિયામાં 250 પરિવાર વસવાટ કરે છે…અને ગામની કુલ આબાદી 1317 છે…ગામની પાયાની સુવિધાઓની જો વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તાર હોવા છતાં રોડ-રસ્તા, પાણી, વિજળી, શિક્ષણ, આરોગ્ય, શૌચાલય અને આવાસ યોજના સહિતની તમામ સુવિધાઓમાં ગામમાં ઉપલબ્ધ છે…ભૌગોલિક દ્રષ્ટિએ સાજનપુર આસપાસના તમામ ગામ ગુજરાતી છે..પરંતુ સાજનપુરની ભાષા હિન્દી છે.સાજનપુર એક ટાપુ જેવું ભૌગોલિક સ્થિતિ ધરાવે છે..દેશ આઝાદ થયો ત્યારથી તેનો સમાવેશ મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યો છે…અને હાલ તે મધ્યપ્રદેશના અલીરાજપુર સ્ટેટમાં સમાવિષ્ટ છે…ગામના (village)લોકોએ પણ મધ્યપ્રદેશમાં સમાવેશની માગ કરી હતી..અને આજે પણ તેઓ મધ્યપ્રદેશમાં રહેવાની જ ઈચ્છા ધરાવે છે…
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
કઇ રીતે કરે છે સરકારી કામો
સાજનપુરમાં મોટાભાગે આદિવાસી પ્રજા વસવાટ કરે છે…તેમના આર્થિક વ્યવહારો ગુજરાત સાથે છે…ઉત્પાદિત ખેતપેદાશનું વેચાણ તથા અન્ય બજારોમાંથી ખરીદી સહિતના કામ તેઓ ગુજરાતમાં કરે છે..પરંતુ તેનો વહીવટ અને સમાજિક વ્યવહારો મધ્યપ્રદેશ સાથે છે..સાજનપુરના સ્થાનિકોની ભાષા, સંસ્કૃતિ, રીત-રીવાજો મિશ્ર જોવા મળે છે..માત્ર બજારોમાં આર્થિક વહીવટ પણ અહી મોબાઈલ નેટવર્ક પણ ગુજરાતનું જ આવે છે…સાજનપુર ગામ સુધી પહોંચવા માટે ગુજરાતની હદમાં આવેલ છોટાઉદેપુર અલીરાજપુર જોડાતા હાઈવેનો ઉપયોગ કરવો પડે છે..જો કે આ રસ્તો કાચો હોવાથી ગુજરાત સરકાર ડામરનો રોડ બનાવે તેવી તેઓ માગ કરી રહ્યા છે..
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4