Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝપુત્રીએ મહિનાઓ સુધી માતાનો મૃતદેહ ઘરમાં સાચવી રાખ્યો, કારણ જાણી દંગ રહી જશો

પુત્રીએ મહિનાઓ સુધી માતાનો મૃતદેહ ઘરમાં સાચવી રાખ્યો, કારણ જાણી દંગ રહી જશો

mother rotting corpse
Share Now

મા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી બાળકને એક આંચ પણ નથી આવતી તે વાત જગ જાહેર છે. તેવામાં માતા-પિતાના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવા તે બાળકોની ફરજ હોય છે. અમેરિકામાં એક મહિલાએ તેની માતાના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવાના બદલે તેનો મૃતદેહ મહિનાઓ સુધી ઘરમાં રાખ્યો (mother rotting corpse)હતો. તેની આ હરકત પાછળનું કારણ જાણીને તમે ચોંકી જશો.

mother rotting corpse સાથે પુત્રી રહેતી હતી

ન્યૂ હેમ્પશાયર (New Hampshire)માં રહેનારી એક મહિલાએ પોતાની માતાના મૃત્યુ બાદ તેના મૃતદેહને ઘરમાં જ ઓછામાં ઓછા 6 મહિના સુધી સાચવી રાખ્યો. તે કોઇ માનસિક બિમારી કે તેનો તેમની માતા પ્રત્યેનો પ્રેમ નહતો, પરંતુ આ તેનો સ્વાર્થ હતો. મહિલાએ એટલે માતાના અંતિમ સંસ્કાર ન કર્યા, કારણ કે તેમા તેને ફાયદો મળી રહ્યો હતો.

આ પણ વાંચો: ગુનો કર્યા વિના જ પોલીસે 3 દિવસમાં 5 વખત વ્યક્તિની ધરપકડ કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

મહિલા પર આરોપ છે કે, તેને તેની માતાના મૃત્યુ બાદ કોઇને પણ તેમના મૃત્યુની જાણ કરી નહતી. તેણીએ તેમની માતાના અંતિમ સંસ્કાર પણ ન કર્યા અને ઘરમાં જ તેમના મૃતદેહ સાથે રહેતી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, તેમની માતાની મોત મે મહિનામાં થઇ હતી, ત્યારબાદ મહિલાની 18 નવેમ્બરના રોજ ધરપકડ (arrest)કરવામાં આવી હતી. ત્યાં સુધી 54 વર્ષની મહિલાએ પોતાની માતાનો મૃતદેહ ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો. ઘરમાં કોઇ વ્યક્તિને પ્રવેશ પણ કરવા દેતી નહતી.

પૈસા માટે માતાના અંતિમ સંસ્કાર ન કર્યા

જ્યારે લોકોને કેટલાક દિવસો સુધી મહિલાની માતા નજરે ન આવ્યા તો તેઓએ પોલીસને આ વાતની ફરિયાદ કરી. ત્યારબાદ પોલીસે મહિલાના ઘરમાં જબરદસ્તીથી ઘુસી અને મહિલાની માતાનો મૃતદેહ કબ્જે કર્યો. પોસ્ટમોર્ટમ (Postmortem)કરતા જાણવા મળ્યુ કે, તેમની મોત કુદરતી રીતે થઇ હતી, પરંતુ તેમની સાથે જોડાયેલા આર્થિક ફાયદો મેળવવાને પગલે પુત્રીએ તેમની મોતની વાત જાહેર કરી નહતી. તેમની સોસાયટી સિક્યોરિટીની ચુકવણી તેમની મોત બાદ પણ સતત કરતી હતી, જેનો ઉપયોગ તેની પુત્રી કરી રહી હતી. હવે પુત્રી પર ફ્રોડનો કેસ ચાલી રહ્યો છે.

ખાણમાં બ્લાસ્ટ થતા એકનું મોત જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment