Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅફઘાનિસ્તાનથી ભારત આવેલ મહિલા પોલીસ કર્મીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

અફઘાનિસ્તાનથી ભારત આવેલ મહિલા પોલીસ કર્મીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

afghanistan, taliban,taliban afghanistan war,afghanistan back story
Share Now

અફઘાનિસ્તાન(Afghanistan) પર કબ્જો કરનાર તાલિબાનની ક્રૂરતા અને જુલમથી સમગ્ર વિશ્વ વાકેફ છે. મહિલાઓ પર તેમના અત્યાચાર પણ દુનિયાએ જોયા છે. ત્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો તે પહેલા દેશ છોડીને ભારત ભાગી આવેલ એક અફઘાન મહિલા પોલીસ કર્મીએ(Afghan Lady Police Officer) ચોંકાવનારા ખુલાસા  કર્યા છે. અફઘાનિસ્તાનથી(તાલિ) આવીને દિલ્હીમાં રહેતી મુસ્કાન નામની મહિલાએ પોતાની આપવીતી રજૂ કરતાં જણાવ્યું કે, એક સમયે પોલીસમાં રહેલા મુસ્કને તાલિબાનના ડરને કારણે અફઘાનિસ્તાન છોડવું પડ્યું હતું.

કામ પર જઈએ તો ધમકી આપવામાં આવતી હતી 

મુસ્કાને કહ્યું કે, “અમને ત્યાં ધમકી આપવામાં આવી હતી કે જો તમે કામ પર જશો તો તમારો પરિવાર પર ખતરો રહેશે. તળીબાનીઓ એક વાર ચેતવણી આપે છે અને જો તમે તેમની વાત ના માનો તો તમને ઉપાડી જાય અથવા ગોળી મારીને તમારી હત્યા કરી દેવામાં આવે છે. મુસ્કાન છેલ્લા સાત વર્ષથી ભારતમાં રહે છે, પરંતુ પોતાના રાષ્ટ્રને તૂટતા જોઈને તે પોતાના આંસુ રોકી શકતી નથી. તેમણે કહ્યું કે, તેમનો આખો પરિવાર હજુ કાબુલમાં હાજર છે અને ભાઈ અફઘાન સૈન્યમાં તાલિબાન સામે લડવા માટે કોશિશ કરી રહ્યા છે.

afghanistan, taliban,taliban afghanistan war,afghanistan back story

આ પણ વાંચો:અમેરિકાના અફઘાન છોડ્યા પહેલા કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો

બે વર્ષ પોલીસ તરીકે બજાવી ફરજ 

 મુસ્કાને કહ્યું કે તેઓ બે વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં(Afghanistan) પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. પરંતુ હવે ભવિષ્યમાં અફઘાનિસ્તાનમાં ફરી કોઈ મહિલા પોલીસ અધિકારી હશે કે કેમ તે અંગે કોઈજ સંભાવના નથી. તે કહે છે કે “ભારતમાં મહિલા પોલીસ અધિકારીઓને જોઈને મને રડવું આવે છે. હું વિચારું છું કે એક દિવસ હું પણ આવી જ હતી. હવે અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્યારેય અધિકાર મળશે નહીં.”

શું તાલિબાન પોતાનો દાવો બદલી શકે છે?

મુસ્કાનનું(Mskan) કહેવું છે કે તાલિબાનીઓમાં બદલાવ આવે તેની કોઈ જ સંભાવના નથી. તેમણે કહ્યું કે, તેઓ 20 વર્ષ પહેલા જે ત્રાસ આપતા હતા તે આજે પણ ચાલુ છે. તે લોકો મહિલાઓને કામ પર જવાથી, શાળાએ જવાથી રોકે છે. હવે આધુનિક ટેકનોલોજીથી ત્રાસ આપવામાં આવે છે. લોકોની ફિંગરપ્રીન્ટ  લઈને માહિતી મેળવવામાં આવે છે.

ઈમરાન ખાનને આપ્યો જવાબ 

પાકિસ્તાનના(Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાનનું(Imran khan) કહેવું છે કે અફઘાનિસ્તાને ગુલામીની બેડીઓ તોડી નાખી છે. તેના પર મુસ્કાન કહે છે કે “કર્મ તેમની સાથે પણ આવું જ કરશે. તેઓએ તાલિબાનીઓને અમારી પાસે મોકલ્યા છે. પાકિસ્તાને આનો હિસાબ આપવો પડશે. અફઘાનિસ્તાનના લોકો કામ માટે પાકિસ્તાન જતા હતા, પરંતુ તેમની સાથે દુશ્મન સાથે પણ ના કરીએ એવું વર્તન કરવામાં આવતું હતું. 

પરિવાર હજુ પણ કાબુલમાં 

તેમણે કહ્યું કે મારો, પરિવાર હજી અફઘાનિસ્તાનમાં(Afghanistan) જ છે. મારા પતિ, માતા-પિતા, સાસુ, મિત્રો બધા ત્યાં છે. તે લોકો લગ્ન માટે અને ફરવા માટે ત્યાં ગયા હતા. પરંતુ હવે તેમના વિઝા પણ રદ કરવામાં આવ્યા છે. તેને ફરી મળવું મારા માટે એક સપનાથી ઓછું નથી.

ભાઈ અફઘાન આર્મીમાં છે

અફઘાન સેનાના(Afghan Army) નેતાએ પોતાના સૈનિકો પાસેથી હથિયારો લઈને તેમને લાચાર બનાવી દીધા છે. તેઓ હથિયારો વગર તાલિબાન સામે કેવી રીતે લડશે. હું અત્યારે મારા ભાઈ સાથે વાત પણ કરી શકતી નથી. જ્યારે મેં છેલ્લી વખત તેની સાથે વાત કરી ત્યારે તેણે સંદેશ આપ્યો હતો કે જો હવે આપણે નહી મળી શકીએ તો તમે તમારૂ ધ્યાન રાખજો. ભારત સરકારને અપીલ કરતા, મુસ્કાન કહે છે કે “અફઘાન શીખોની જેમ, જો અમારા લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવે, તો તે એક મહાન ઉપકાર હશે.”

અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિ કેવી છે?

અત્યારે લોકોનેઅફઘાનિસ્તાનમાં(Afghanistan) ખાવા -પીવાનું પણ મળતું નથી. તેમની ભારત આવવાની ઈચ્છા હતી પરંતુ તાલિબાનીઓએ(Talibani) વિઝા રદ કરી દીધા છે. ત્યાં વીજળી બંધ કરી દેવામાં આવી છે. ઇન્ટરનેટ સેવ પણ ક્યારેક આવે છે તો ક્યારેક બંધ થઈ જે છે. પીવાનું પાણી નથી. બધી દુકાનો બંધ છે, તેથી લોકો જમવાનું લેવા માટે પણ જઈ શકતા નથી. લોકો તેમના ઘરોમાં નથી રહી રહ્યા કારણ કે તાલિબાનીઓ રાત્રે ઘરની તલાશી લે છે અને દસ્તાવેજો બહાર કાઢીને પૂછે છે કે કેટલા સભ્યો છે અને તેઓ ક્યાં છે?

શું તાલિબાન શાસનમાં મહિલાઓને સ્થાન મળી શકે?

ત્યાં મહિલાઓ બાલ્કનીમાં પણ ઉભી રહી શકતી નથી. બાલ્કનીમાં ઉભેલી મહિલા સામે પણ તાલિબાનીઓ વાંધો ઉઠાવે છે, તે મહિલાને કામ અને અભ્યાસ માટે કેવી રીતે મોકલી શકે છે. તેઓએ મહિલાઓ માટે રેડિયો અને સંગીત બંધ કર્યા છે. હવે મહિલાઓ વિશે વાત કરનાર કોઈ નહીં હોય.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment