Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝAravalli: હોમગાર્ડની ભરતી દરમિયાન યુવકનું થયું મોત

Aravalli: હોમગાર્ડની ભરતી દરમિયાન યુવકનું થયું મોત

Aravalli
Share Now

રાજ્યનો યુવા આજે સરકારી ભરતીની મહેનત કરી અને તૈયારી કરી રહ્યો છે. પરંતુ આ તમામ વચ્ચે મહત્વની વાત તો એ છે કે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડે છે. ત્યારે સરકારી નોકરીની આશાએ આવેલા એક આશાસ્પદ યુવકનું અરવલ્લી (Aravalli)ખાતે આવી જ રીતે ભરતી દરમિયાન મોત નિપજ્યુ છે.

Aravalli ખાતે હોમગાર્ડ ભરતી કેમ્પ યોજાયો

અરવલ્લી જિલ્લાના સરડોઇ, ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડ (Homeguard)માં ભરતી થવા માંગતા ઉમેદવારો (Candidates)માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો. જેમાં 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો. આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ (Hospital)ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે.

આ પણ વાંચો: ભારત વિશ્વમાં સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે ઉભરી શકે છે: પિયુષ ગોયલ

Aravalli માં હોમગાર્ડની ભરતીમાં મોટી સંખ્યમાં યુવકો ઉમટ્યા હતા

ઉલ્લેખનીય છે કે, નર્મદા (Narmada)જિલ્લામાં હાલમાં હોમ ગાર્ડની ભરતી ચાલી રહી છે. જેમાં આજે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા છે. આ માટે યંગસ્ટર્સ વહેલી સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, હોમગાર્ડની નોકરી એવી હોય છે કે, જેમાં કાયમી પગાર નથી હોતો. માત્ર માનદવેતન હોય છે. છતાં પણ તેની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે. આ તમામ એ કારણ બતાવે છે કે આજે યુવાનો ક્રેઝ સરકારી નોકરીઓમાં વધારે છે.

અતુલ સંઘવીની વિદાય જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment