Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝયુવક મોબાઇલ પર વાત કરી રહ્યો હતો, ત્યારે જ હેડફોનમાં બ્લાસ્ટ થયો

યુવક મોબાઇલ પર વાત કરી રહ્યો હતો, ત્યારે જ હેડફોનમાં બ્લાસ્ટ થયો

Share Now

 જો તમે કાનમાં હેડફોન લગાવીને વાત કરી રહ્યા છો તો આ આર્ટિકલ તમારા માટે ખાસ છે. તમારી આ એક ખરાબ આદત ભારે પડી શકે છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કેસ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ચૌમૂંના ઉદયપુરિયા ગામમાં એક યુવક કાનમાં બ્લૂટૂથ હેડફોન રાખી વાત કરી રહ્યો હતો. તે જ સમયે બ્લૂટૂથ હેડફોન ધમાકા સાથે ફાટ્યુ. આ ઘટનામાં યુવકના કાનમાં ઇજા પહોંચી હતી.

બ્લૂટૂથ હેડફોન કાનમાં બ્લાસ્ટ થવા મામલે ઘાયલ યુવકને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું હોસ્પિટલમાં જ મોત નિપજ્યુ હતું. મૃતકની ઓળખ રાકેશ નાગરના રુપે થઇ છે. ડૉક્ટરોએ મૃતદેહને પરિજનોને સોંપી દીધો છે.

આ ઘટના મામલે સારવાર કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું કે બ્લૂટૂથ હેડફોનમાં બ્લાસ્ટ થવાનો દેશમાં કદાચ આ કોઇ પ્રથમ કેસ છે, પરંતુ યુવકની મોત કાર્ડિક અરેસ્ટના પગલે થઇ હતી.

જણાવી દઇએ કે સતત મોબાઇલ (Mobile) પર વાત કરવાથી મોબાઇલ ફોનની બેટરી ગરમ થઇ જાય છે. જેના પગલે મોબાઇલ (Mobile) ફોનમાં અચાનક બ્લાસ્ટ થવા અને તેમા મોત થવા અંગેની કેટલીક ઘટનાઓ આ પહેલા પણ સામે આવી છે, પરંતુ બ્લૂટૂથ હેડફોનમાં બ્લાસ્ટ થવાથી કોઇનું મૃત્યુ થયુ હોય તેવી ઘટના આજ સુધી નોંધાઇ નથી. જેથી આ ઘટનાને ચેતવણી રુપી ઘટના ગણી શકાય છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ મોબાઇલ (Mobile)માં બ્લાસ્ટ થયો હોય અને મોત નિપજ્યા હોય તેવી ઘટના સામે આવી ગઇ છે, ત્યારે આ મામલે મોબાઇલ (Mobile) ચાર્જ કરતા પહેલા આ તમામ મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો…

બ્રાન્ડેડ ચાર્જરનો જ ઉપયોગ કરવો

મોબાઇલ (Mobile)ને ચાર્જ કરવા માટે જે તે ફોનના ચાર્જરનો જ ઉપયોગ કરવો, તેમ છતાં પણ તમારુ ચાર્જરના બગડવાથી બ્રાન્ડેડ કંપનીનું જ ચાર્જરની ખરીદી કરો. તે સિવાયના અન્ય ચાર્જર જોખમી ભર્યા સાબીત થઇ શકે છે.

ઓરિજિનલ બેટરીનો ઉપયોગ કરવો

મોબાઇલ (Mobile)માં ચાર્જરની જેમ જ બેટરી પણ ઓરિજિનલ હોવી એટલી જ જરૂરી છે. મોબાઇલ (Mobile)ની બેટરી જ્યારે પણ બદલવાની થાય, ત્યારે ઓરિજિનલ લેવાનો આગ્રહ રાખવો જરૂરી છે. કંપની સિવાયની બેટરી જોખમી સાબીત થઇ શકે છે.

મોબાઇલ કલાકો સુધી ચાર્જ પર ન રાખો

મોબાઇલ (Mobile) ચાર્જ કરવા સમયે તેને કલાકો સુધી ચાર્જ પર ન રાખો. આ ઉપરાંત તમારો ફોન ચાર્જ કરવા સમયે ગરમ થાય છે તે સમયે સાવચેત રહો તે સમયે બ્લાસ્ટ થવાનો ભય રહે છે જેનાથી ફોનમાં ચાર્જ કર્યા બાદ ચાર્જર બંધ કરી દેવાનું ભુલવુ નહીં.

કાર કે બસના ડેશબોર્ડ પર મોબાઇલ ન રાખવો

મોબાઇલ (Mobile) ફોનને સુર્ય પ્રકાશ પર ચાર્જ ન કરવો. ઉપરાંત લાંબા અંતરની મુસાફરી દરમિયાન પણ મોબાઇલને કાર કે બસના ડેશબોર્ડ પર રાખવાની ભુલ ન કરવી નહીંતર એક ભૂલ પણ ભારે પડી શકે છે.

રિપેરિંગ કરવા સર્વિસ સેન્ટરનો આગ્રહ રાખવો

તમારો મોબાઇલ (Mobile) ફોન બગડ્યો હોય તો તેને રિપેરિંગ કરવા જે તે સર્વિસ સેન્ટરને જ આપવો

મોબાઇલને ચાર્જ કરવા સમયે દબાણથી દુર રાખો

મોબાઇલ (Mobile)ને કેટલીક વાર ચાર્જમાં રાખવા સમયે તકીયા કે સીટ નીચે રાખીએ છીએ. તેવી ભૂલ ક્યારેય કરવી જોઇએ નહીં. આવુ કરતાની સાથે જ તમારો ફોન વધુ ગરમ થશે અને તે વિકરાળ સ્વરુપ પણ ધારણ કરી શકે છે. જેથી કરીને ફોનને દબાણ કે વજનથી થોડો દુર રાખવો નહીંતર તેમનુ પણ પરિણામ ભોગવવુ પડી શકે છે.

આ પણ વાંચો : પ્રેમ તો પ્રેમ : 7 બાળકોની માતાને પોતાના પુત્રના મિત્ર સાથે જ થયો પ્રેમ અને બાદમાં…

Androidhttp://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment