Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝગુજરાતના વકીલોના બે વર્ષના પ્રોપર્ટી ટેક્સ, ભાડુ અને લાઇટબિલ માફ કરવા AAP ની માંગ

ગુજરાતના વકીલોના બે વર્ષના પ્રોપર્ટી ટેક્સ, ભાડુ અને લાઇટબિલ માફ કરવા AAP ની માંગ

gujarat
Share Now

ગુજરાત (Gujarat) માં કોરોના (Corona) ની મહામારી 22 મી માર્ચ 2020 થી શરુઆત થયેલ અને જે અત્યાર સુધી જ ચાલુ જ છે અને 22 મી માર્ચ 2020 થી જ રાજ્યની તમામ કોર્ટ સદતંર બંધ થઇ ગયેલ જેથી ધારાશાસ્ત્રી શ્રીઓની આવક પણ સદતરે બંધ થઇ ગયેલ અને દોઢ વર્ષથી  લગભગ તમામ ધારાસભ્ય શ્રીઓ બેકાર બેઠા છે, તેમજ કોઇ પણ જાતની આવક પણ રહી નથી.

વર્ષમાં વધુમાં વધુ 457 જેટલા ધારાશાસ્ત્રીઓ શ્રીઓ પોતાની સનદ પણ જમા કરાવી દીધેલી છે, (સમાચાર પત્રથી જાણવા મળેલ મુજબ) અને તેઓ હાલ લારી કે પાનના ગલ્લા ચલાવવા લાગ્યા છે, (જાણવા મળેલ મુજબ) એટલી હદે હાલત ખરાબ થઇ ગઇ છે, તો ગુજરાત સરકારને સમસ્ત ધારાશાસ્ત્રીઓ  માટે આમ આદમી પાર્ટીની લીગલ સેલ દ્વારા એવી રજુઆત કરે છે કે જે નીચે મુજબની માગણીઓ છે જે માન્ય રાખવા નમ્ર અરજ છે.

ધારાશાસ્ત્રીઓની માંગણીઓ

AAm admi party

આમ આદમી પાર્ટીના ( AAP Demands )  લીગલ સેલ દ્વારા ધારાશાસ્ત્રીઓની મુખ્યત્વે માંગણીઓ નીચે મુજબ છે. જેને તાત્કાલિક ધોરણે પુરી કરવા સરકારને નમ્ર અરજ કરી છે.

 

  • ઘર અથવા ઓફિસ બંનેમાંથી કોઇ પણ એક જગ્યા કે જ્યાંથી ધારાશાસ્ત્રીઓ પોતાની ઓફિસનું કામકાજ કરતા હોય તે જગ્યાના પ્રોપર્ટી ટેક્સ તથા પ્રોફેશનલ ટેક્સ બે વરસ સુધી માફી આપવી (જે ગુજરાત સરકાર દ્વારા હોટેલવાળા એને રેસ્ટોરન્ટવાળાને માફી આપેલ છે)

AAp v

  • ઘર અથવા ઓફિસ બંનેમાંથી કોઇ પણ એક જગ્યા કે જ્યાંથી ધારાશાસ્ત્રીઓ પોતાની ઓફિસનું કામકાજ કરતાં હોય તે જગ્યાના લાઇટ બિલના ફિક્સ ચાર્જ બે વરસ સુધી માફી આપવી.  (જે ગુજરાત સરકાર દ્વારા હોટેલવાળા એને રેસ્ટોરન્ટવાળાને માફી આપેલ છે)
  • ધારાશાસ્ત્રીઓ અને તેના કુટુંબ માટે 5 લાખ સુધીનો મેડિકલ ઇન્સ્યોરન્સ મળે તે માટે બજેટમાં દર વર્ષે જોગવાઇ કરવી અને અત્યાપે તાત્કાલિક બજેટમાં ફાળવણી કરવી (જે હાલ દિલ્હી જેવા રાજ્યોમાં આ યોજના ચાલુ છે)

AAp 02

  • ધારાશાસ્ત્રી કશ્રી ના કુટુંબ માટે ધારાશાસ્ત્રીના મૃત્યુ બાદ 10 લાખ સુધીનો લાઇફ ઇન્સ્યોરન્સ મળે તે બજેટમાં દર વર્ષે જોગવાઇ કરવી અને અત્યારે તાત્કાલિક બજેટની ફાળવણી કરવી (જે હાલ દિલ્હી જેવા રાજ્યોમાં આ યોજના ચાલુ છે)

ધારાશાસ્ત્રી શ્રી ઉપર વધી રહેલા અત્યાચાર માટે ADVOCATE PROTECTION ACT તાત્કાલિક વિધાનસભામાં પ્રસ્તાવ મુકીને પાસ કરવો .

 

આ પણ વાંચો:  ઓટીટી પ્લેટફોર્મ પર આ અભિનેત્રીઓને મળી અધધ સફળતા

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment