Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeન્યૂઝUP માં આમ આદમી પાર્ટીએ 100 સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર

UP માં આમ આદમી પાર્ટીએ 100 સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર

UP
Share Now

યુપી (UP)વિધાનસભાની ચૂંટણી ધીરે ધીરે નજીક આવી રહી છે તેવી જ રીતે માહોલ પણ બનતો જઇ રહ્યોં છે અને તેનો ઉત્સાહ પણ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચૂંટણી માટે તૈયારીઓ કરી રહેલા પક્ષોએ પોતાની તૈયારીઓમાં ગતિ લઇ આવી દીધી છે. સપા, બસપા, કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ રેલીઓ અને સંમેલનો દ્વારા પોતાની પાર્ટીની સ્ટ્રેન્થનું પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે. તો બીજી બાજુ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) જેવા રાજકીય પક્ષોએ પણ તેમની પ્રવૃત્તિઓ દ્વારા જણાવ્યું છે કે આ વખતે ચૂંટણીમાં તેમની ભાગીદારી મહત્વપૂર્ણ હોઈ શકે છે. AIMIM પહેલેથી જ કહી ચૂકી છે કે તે 100 બેઠકો પર ચૂંટણી લડશે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ 100 વિધાનસભા બેઠકો માટે પ્રભારી પણ જાહેર કર્યા છે.

યુપી (UP)માં 100 વિધાનસભા પ્રભારીઓની યાદી કરી જાહેર

ગઇકાલે બુધવારે AAP એ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તેના 100 વિધાનસભા પ્રભારીઓની યાદી બહાર પાડી છે. પાર્ટીએ કહ્યું કે આ લોકો ચૂંટણી માટે તેના સંભવિત ઉમેદવારો છે. AAP નેતા અને સાંસદ સંજય સિંહની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં AAP એ એમ પણ કહ્યું કે તે UP માં તમામ 403 વિધાનસભા બેઠકો પર જ ચૂંટણી લડશે.

આ પણ વાંચો: ગુજરાતની નવી સરકારમાં 20 થી વધુ મંત્રીઓ લેશે શપથ, આ MLA ને આવ્યા ફોન

જણાવી દઇએ કે સંજય સિંહ (Sanjay Singh)આમ આદમી પાર્ટી (AAP)ના યુપી પ્રભારી (In charge)પણ છે. તેમણે 100 ઉમેદવારોની આ સંભવિત યાદી જાહેર કરી અને કહ્યું કે, આ લોકો તેમના સંબંધિત વિસ્તારના સંભવિત ઉમેદવારો હશે. હાલમાં તેમને વિધાનસભાના પ્રભારી બનાવવામાં આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ, પાર્ટીએ તેના 100 વિધાનસભા પ્રભારી (Assembly in charge)ઓની યાદી જાહેર કરી રહી છે અને આ 100 વિધાનસભા પ્રભારીઓ પોતાના વિસ્તારોમાં અમારા સંભવિત ઉમેદવારો હશે. આ હેતુ સાથે, અમે 100 વિધાનસભાના પ્રભારીઓની પસંદગી કરી છે. આ યાદીમાં મોટાભાગના પ્રતિનિધિત્વ પછાત વર્ગોના લોકો છે. આમ આદમી પાર્ટી તરફથી પછાત વર્ગના 35 લોકોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં ડોકટરો, એન્જિનિયરો, એડવોકેટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સ્નાતકો છે અને અમે સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.AAP ના પ્રવક્તા મહેન્દ્ર સિંહે કહ્યું કે, પછાત વર્ગ સિવાય બ્રાહ્મણોની સંખ્યા 20 છે, 16 દલિત છે અને 5 મુસ્લિમોને પણ જાહેર કરવામાં આવેલી યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

 

મનીષ સિસોદિયા પણ યુપી પહોંચ્યા

આ પહેલા AAP એ અયોધ્યામાં તિરંગા યાત્રા કાઢી હતી. આ યાત્રામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia)એ પણ સામેલ થયા હતા. યાત્રા અંગે મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, તેમની પાર્ટી 2022 ની વિધાનસભા ચૂંટણી માટે કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરી રહી નથી. વધુમાં તેમણે કહ્યું હતુ કે ભગવાન રામની કૃપાથી આપ દિલ્હીમાં સારી સરકાર ચલાવી રહ્યા છે.

પાર્ટીએ શું આક્ષેપ લગાવ્યો?

યુપીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી (Election)પહેલાથી સતત સક્રિય છે. તેના રાજ્ય પ્રભારી સંજય સિંહ એક પછી એક પ્રેસ કોન્ફરન્સ યોજીને યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, 8 ઓગસ્ટના રોજ સંજય સિંહે જલ જીવન મિશન યોજના અંગે યોગી સરકાર પર મોટા આક્ષેપો કર્યા હતા. સંજય સિંહે દાવો કર્યો હતો કે આ યોજનામાં 30,000 કરોડનું કૌભાંડ થયું છે. તેમણે યોગ્ય દસ્તાવેજો બતાવીને કૌભાંડ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ યુપી સરકારે તેને ફગાવી દીધો હતો. 9 ઓગસ્ટના રોજ જલ શક્તિ મંત્રી ડૉ.મહેન્દ્ર સિંહે પણ યુપી સરકાર (UP Government)માં પત્રકાર પરિષદ યોજી હતી અને આપ નેતાના તમામ આરોપોને ખોટા અને તથ્યહીન ગણાવ્યા હતા.

PM મોદીએ સંસદ ટીવી કર્યુ લોન્ચ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment