Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી

ડી વિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી

AB de Villiers
Share Now

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર એબી ડી વિલિયર્સે (AB de Villiers)ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. એબી પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement)લઈ ચૂક્યો છે, પરંતુ હવે તે આઈપીએલ જેવી લીગમાં પણ ભાગ નહીં લે. ડી વિલિયર્સ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો હિસ્સો રહી ચૂક્યો છે.

AB de Villiers એ શું કહ્યું?

એબી ડી વિલિયર્સે ટ્વિટ કરી કહ્યું કે, ‘તે એક અવિશ્વસનીય સફર રહી, પરંતુ મેં ક્રિકેટ (Cricket)ના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારથી મેં મારા મોટા ભાઈઓ સાથે મારા બેકયાર્ડમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, ત્યારથી હું આ રમતમાં ઘાતક રમ્યો છું. હવે 37 વર્ષની ઉંમરે તે જ્યોત એટલી ઝડપથી નથી ચાલતી.

ડી વિલિયર્સે લખ્યું કે, ક્રિકેટ મારા પર અપવાદરૂપે દયાળુ રહ્યું છે. ટાઇટન્સ હોય કે પ્રોટિયાઝ હોય કે આરસીબી, આ ગેમે મને અકલ્પનીય અનુભવો અને તકો આપી છે. આ માટે હું હંમેશા આભારી રહીશ. હું સાથી ખેલાડીઓ, વિરોધીઓ, કોચ, ફિઝિયો અને દરેક સહાયક સભ્યનો આભાર માનવા માંગુ છું જેઓ છેલ્લે સુધી સાથે રહ્યા છે.

આ પણ વાંચો: એસિઝ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને મોટો ઝટકો, ટિમ પેને છોડી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ

37 વર્ષીય એબી ડી વિલિયર્સ આઇપીએલ (IPL)ના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે. એબી એ 184 IPL મેચોમાં 39.70ની એવરેજથી 5162 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને 40 અડધી સદી સામેલ છે. IPL-14ના પહેલા તબક્કામાં ડિવિલિયર્સે શાનદાર રમત દાખવી હતી. તે દરમિયાન ડી વિલિયર્સે સાત મેચમાં 51.75ની શાનદાર એવરેજથી કુલ 207 રન બનાવ્યા હતા. જોકે, બીજા તબક્કામાં એટલો પ્રભાવિત રહી શક્યો નહતો. આરસીબી ઉપરાંત એબીએ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

AB de Villiers ની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket)ને અલવિદા કહી દીધું હતું. ડી વિલિયર્સની ગણતરી વર્તમાન યુગના મહાન બેટ્સમેનોમાં થાય છે. તે સાઉથ આફ્રિકા (South Africa)નો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે પોતાના દેશ માટે 114 ટેસ્ટ મેચોની 91 ઇનિંગ્સમાં 50.66ની એવરેજથી 8765 રન બનાવ્યા, જેમાં 22 સદી અને 46 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 278 છે.

એબી ડી વિલિયર્સે 228 વનડે (ODI)રમી છે, જેમાં તેણે 53.50ની સરેરાશથી 9,577 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 25 સદી અને 53 અડધી સદી છે. વનડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 176 રન છે.

તો ટી20માં ડી વિલિયર્સે પોતાના દેશ માટે 78 મેચમાં 1672 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 26.12 રહી છે. રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં તેના નામે 10 અડધી સદી છે અને અણનમ 79 રનનો તેનો સર્વોચ્ચ સ્કોર છે.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment