Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeન્યૂઝગાંધીનગરમાં તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું બાળક, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી મેળવી અપડેટ

ગાંધીનગરમાં તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું બાળક, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી મેળવી અપડેટ

gandhinagar swaminarayan temple, harsh sanghvi,
Share Now

ગઈ કાલે રાત્રે ગાંધીનગર(Gandhinagar) પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર(Swaminarayan temple) પાસે દોઢ વર્ષનું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જેને પગલે ગાંધીનગર પોલીસે પૂરજોશમાં તપાસ શરૂ કરી છે. મંદિર પાસેથી મળી આવેલ બાળકના ફોટા સમગ્ર રાજ્યની તમામ પોલીસને મિકલી દેવામાં આવ્યા છે. અને આ વિશે તપાસ કરવાનું કહેવાયું છે. આ ઘટનાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) ખુદ મોડી રાત સુધી આ કેસને લઈને પોલીસ વડાના સંપર્કમાં રહ્યા હતા. આ બાળકના માતા-પિતાની તપાસ માટે SOG,  મહિલા પોલીસ,LCB, અને પેથાપુર પોલીસની ટીમોને કામે લગાડવામાં આવી છે.

BJPના કોર્પોરેટર રાખી રહ્યા છે સંભાળ 

ગાંધીનગર(gandhinagar) પેથાપુર ખાતેથી તરછોડાયેલી હાલતમાં મળી આવેલ બાળકના માતા-પિતાની શોધખોળ ચાલી રહી છે. હાલ બાળકની સારસંભાળ સ્થાનિક મહિલા કોર્પોરેટર રાખી રહ્યા છે.  સમગ્ર મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ બાળકના મોટા-પિતાની શોધ ખોળ માટે સીસીટીવીના માધ્યમથી તેમજ જિલ્લા ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકને મૂકી જનારને જલ્દીથી જલ્દી શોધી લઈ શું. હર્ષ સંઘવીએ ખરી આપતા કહ્યું કે, આરોપીને સખ્તમાં સજા આપવામાં આવશે. હાલ તમામ સીસિટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. 

gandhinagar swaminarayan temple, harsh sanghvi,

આ પણ વાંચો:કરણીસેનાના આગેવાન રાજ શેખાવતની એટ્રોસિટી એક્ટ હેઠળ કરી ધરપકડ

બાળકના માંતા-પિતાની જાણકારી મળી નથી 

ગઈ કાલે એટલેકે શુક્રવાર રાત્રે ગાંધીનગરના(gandhinagar) પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી આશરે સાડા નવ વાગ્યાની આસપાસના સમયમાં એક બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. ટાયરે આ મામલો સામે આવતા જ ગાંધીનગરની પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અને સમગ્ર રાજ્યમાં આ બાળકના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. અને તેના મોટા-પિતાની શોધ ખોળ ચાલુ કરવામાં આવી હતી. જઓ કે, હજુ સુધી બાળકના મોટા-પિતાની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. હાલ તો પોલીસ દ્વારા સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પોલીસે બાળકની સિવિલમાં મેડિકલ તપપસ પણ શરૂ કરાવી છે.  

સ્થાનિક લોકોએ પોલીસને આપી જાણકારી 

સમગ્ર બાબતની જાણકારી આપતા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોના સહકારથી બાળકને સારી જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું.  તેમણે કહ્યું કે સમગ્ર બાબતે અમે ચોકસાઇ પૂર્વક તપાસ કરીશું. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોએ બાળકને જોતાં જ અમને જાણ કરી હતી. ત્યારબાદથી જ પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં તેમણે અપીલ કરતાં કહ્યું કે, આ બાળકને લગતી કોઈ પણ માહિતી કોઈ પાસે હોય અથવબા કોઈને માહિતી મળે તો અમને જાણ કરવા વિનંતી. આ બાળકને તેના માતા-પિતા સુધી પહોંચાડવાનો અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.   

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાત્રે ગાંધીનગર પેથાપુર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે દૂધ વર્ષનું બાળક તરછોડાયેલી હાલતમાં મળી આવ્યું હતું. જેને પગલે ગાંધીનગર પોલીસે પૂરજોશમાં તપાસ શરૂ કરી છે. મંદિર પાસેથી મળી આવેલ બાળકના ફોટા સમગ્ર રાજ્યની તમામ પોલીસને મિકલી દેવામાં આવ્યા છે. અને આ વિશે તપાસ કરવાનું કહેવાયું છે. આ ઘટનાને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખુદ મોડી રાત સુધી આ કેસને લઈને પોલીસ વડાના સંપર્કમાં રહ્યા હતા. આ બાળકના માતા-પિતાની તપાસ માટે SOG,  મહિલા પોલીસ,LCB, અને પેથાપુર પોલીસની ટીમોને કામે લગાડવામાં આવી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment