ગત રોજ સુરતના કતારગામ વિસ્તારમાં એક પરપ્રાંતીય મહિલા સવારથી ગુમસુમ વબેથી રહી હતી. ત્યારે એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા કૉલ કરીને જાણ કરી હતી કે કતારગામ વિસ્તારમાં એક અજાણી પરપ્રાંતીય મહિલા સવારથી ગુમસુમ બેઠી છે અને તે કોઈ મુશ્કેલીમાં હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે કતારગામ સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ જાગૃત નાગરિક દ્વારા દર્શાવેલા સ્થળે પહોંચી હતી. અને યુવતી સાથે વાતચીત કરી હતી.
મહિલાએ જણાવી આપવીતી
યુવતી સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે, તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે, તેમનું નામ મિનાકુમારી(નામ બદલ્યું છે) અને હાલ તેઓ સુરતના વેડ વિસ્તારમાં પતિ અને બે બાળકો સાથે રહે છે. પતિ કોઈ કામધંધો કરતો ન હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. બે નાના બાળકોના ભરણપોષણની જવાબદારી પતિ નિભાવી શકતો ન હોવાથી મીનાકુમારી જાતે કામની શોધ કરી રહ્યા હતા. ત્યારે એક અજાણી મહિલાએ કામ અપાવવાની ખાતરી આપી અને કતારગામના એક વિસ્તારમાં લઈ જઈને જાતમહેનત અને બચતના રૂ.૫૦૦ રૂપિયા પડાવી લીધા હતા.અને મીનાકુમારીને એક અજાણી જગ્યાએ છોડીને નાસી છૂટી હતી. ત્યારબાદ મીનાબેને આખો દિવસ એ મહિલાની રાહ જોઈ અને આખરે ગુમસુમ થઈને બેસી ગયા હતા.
આ પણ વાંચો:સુહાગરાતે પતિએ કરી એવી ડિમાન્ડ કે છૂટાછેડા સુધી પહોંચ્યો મામલો
અભયમ ટીમે સાવચેતી રાખવા અનુરોધ કર્યો
મીનાકુમારીની સમગ્ર વાત જાણ્યા બાદ અભયમ ટીમે મીનકુમારીને સહીસલામત તેના ઘરે પહોંચાડી હતી. અને આળસુ પતિને કામ કરી ઘરની જવાબદારી અદા કરવા તાકીદ કરી હતી. મીનાકુમારીને અભયમ ટીમે સમજાવ્યુ કે કોઈ પણ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો નહિ, ક્યારેક અજુગતી ઘટના બની શકે છે. જેથી સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4