ભારત દેશમાં હિન્દુ ધર્મ અને તેની સાથે અનેક આસ્થાઓ જોડાયેલી છે, ભારતના લોકો વર્ષોથી હિન્દુ દેવી દેવતાઓની પુજા કરતા આવ્યા છીએ,પણ આજે આપણે વાત કરીશું એક એવા મંદિરની જેનું નિર્માણ ભારતમાં નહી પણ સંયુક્ત અરબમાં થઇ રહ્યું છે,ભારત અને યુએઇના સંબંધો પહેલાં કરતાં ઘણા મજબુત છે, જેનો પુરાવો આપી રહ્યું છે અબુધાબીમાં બનેલુ આ મંદિર.અહીં એકસાથે 1500 હિન્દુ દેવી દેવતાઓને સ્થાપિત કરવાં આવશે. અબુ ધાબીમાં અયોધ્યા જેવુ રામ મંદિર બનીને તૈયાર થઇ રહ્યું છે.
મંદિર એ એક એવુ સ્થાન છે જે સમુદાય, દિલ અને ભગવાન વચ્ચે પુલ બનાવવાનું કાર્ય કરે છે
મંદિર એ એક એવુ સ્થાન છે જે સમુદાય, દિલ અને ભગવાન વચ્ચે પુલ બનાવવાનું કાર્ય કરે છે,આ મંદિર આવેલુ છે અબુ ધાબીથી 30 કિમી અને દુબઇથી 45 કિમિ દુર છે.
સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એક હિન્દુ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.. આ મંદિર વિશે કહેવાય છે કે, પત્થરો દ્વારા નિર્મિત UAE નું પ્રથમ મંદિર હશે….
આ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે 55 હજાર વર્ગ મીટરમાં
BAPS હિંદુ મંદિરના અબુ ધાબી પ્રોજેક્ટના સદસ્યોનો દાવો છે કે, આ મંદિરની ઉંમર 1 હજાર વર્ષ સુધીની હશે, એટલે કે 1 હજાર વર્ષ સુધી મંદિર મજબુતીથી ઉભી રહેશે… મંદિરની ઉંચાઇ લગભગ 24 મીટર હશે, આ મંદિર માટેની જમીન આપી છે અબુ ધાબીના ક્રાઉન પ્રીંસ, શેખ મોહમ્મગ બીન જાયદે.
મંદિરના નિર્માણ માટે રાજસ્થાનના ગુલાબી પથ્થર અને માર્બલ પત્થરનો ઉપયોગ થઇ રહ્યો છે. આ પહેલાં પણ આ પ્રકારના પથ્થરોનો ઉપયોગ જયપુરના હવામહેલ તથા અન્ય કિલ્લાઓ માટે પણ કરવામાં આવ્યો હતો, આ પથ્થરો પર ખાસ ડિઝાઇન બનાવવા માટે ભારતમાંથી જ કારીગરોને બોલાવવામાં આવશે, જેમાં લગભગ 2 હજાર લોકો લાગશે..
- મંદિરમાં સાત મિનારા પણ હશે, આ મંદિરને બનાવવા માટે લગભગ 888 કરોડનો ખર્ચ આવશે
- મંદિરમાં બનનારા હોલમાં હિન્દુ ધર્મને માનનારા લગ્ન પણ કરી શકશે
- વિઝિટર સેંટર, પ્રાર્થના સભાગર, એગ્જિબેશન હોલ, થેમેટિક ગાર્ડન,
- શાકાહારી ફુટ કોર્ટ તેમજ ગિફ્ટ શોપ પણ હશે
- આ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે 55 હજાર વર્ગ મીટરમાં
મંદિરની નીવને મજબુત બનાવવા માટે ફ્લાઇ એશનો ઉપયોગ કરાયો છે, જેમાં 55 % સિમેન્ટ અને કંક્રિટનો ઉપયોગ કરાયો છે,આ સિવાય કંક્રિટને મજબુત કરવા માટે વાસની લાકડીઓ અને કાચ જેવી સામગ્રીનો ઉપયોગ કરનારી અનોખી ભારતીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય મંદિરના નિર્માણ કાર્યમાં 10 દેશોના 30 પ્રોફેશનલ એન્જીનિયરને 5 હજાર કલાક કામ કર્યા બાદ મંદિરનો 3d મોડેલ તૈયાર કર્યો છે.
જુઓ વીડિયો
Basp એ જણાવ્યા પ્રમાણે ઇતિહાસમાં પ્રથમ વાર એક એવા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, જેની પુરી ડિઝાઇન પુરી રીતે ડિજીટલ છે… આ સિવાય 300 થી વધુ સેન્સર્સ પણ લગાવવામાં આવ્યા છે, આ મંદિરની નીવ ત્યારે નાંખવામાં આવી હતી જ્યારે pm મોદી સંયુક્ત અમીરાતના પ્રવાસ પર હતા…
આ પણ વાંચો: ગુજરાતમાં આવેલુ બળિયાદેવનું સૌથી મોટું મંદિર
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4