આમ તો દશેરાએ ઘોડુ ન દોડ્યુ કહેવત બહુ જાણીતી છે. સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી (TDO)સાથે પણ કંઇક આવી જ ઘટના બની છે. લાખો રૂપિયાની લાંચ લેનારા TDO તહેવાર ટાણે જ એસીબી (ACB)ના હાથે લાંચ લેતા પકડાયા છે. આ કહેવત અહીં સાર્થક થાય છે કે TDO નું ઘોડુ દશેરાએ જ ન દોડ્યું.
ટીડીઓ (TDO)લાંચ લેતા રંગે હાથ પકડાયા
રાજ્યમાં લાંચીયા અધિકારીઓ હજુ પણ ફુલા ફાલ્યા ફરી રહ્યાં છે. આ તમામ લાંચીયાઓની શાન ઠેકાણે લઇ આવવા માટે હંમેશા ACB છટકુ ગોઠવી અને લાંચીયા અધિકારીઓેને પકડી પાડતી હોય છે. ત્યારે આ તમામ વચ્ચે ACB ને વધુ એક સફળતા સાંપડી છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી લાંચ લેતા રંગે હાથ પકડાયા છે.
આ પણ વાંચો: Gandhinagar: શિવાંસને તરછોડનાર સચિન દીક્ષિતના જામીન મંજૂર
મંડળીનું બિલ પાસ કરાવવા માગી હતી લાંચ
ACB એ તહેવારો સમયે જ લાંચીયા અધિકારી પર તવાઇ બોલાવતા કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. લાંચીયા અધિકારી અમૃત પરમારે લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર સહકારી મંડળીના સંચાલક પાસેથી મંડળીનું બિલ પાસ કરાવવા લાંચ માગી હતી. આ તમામ હકિકતની જાણ મંડળી સંચાલકે ACB ને કરી હતી. જેના પગલે કાર્યવાહી કરતા ACB એ તાલુકા વિકાસ અધિકારીને રંગેહાથ ઝડપી લીધા હતા.
છેલ્લા એક વર્ષથી સુત્રાપાડામાં TDO તરીકે ફરજ બજાવે છે
છેલ્લા એક વર્ષથી સુત્રાપાડા તાલુકા પંચાયત (Taluka Panchayat)માં તાલુકા વિકાસ અધિકારી તરીકે અમૃત પરમાર ફરજ બજાવે છે. હાલમાં તો તહેવારોના સમયે તાલુકા વિકાસ અધિકારી જેવા અધિકારી ACB ના હાથે લાંચ લેતા પકડાતા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અધિકારી હોઈ તો આવા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4