છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના સેવાસદનમાં સર્કલ ઓફિસર (circle officer)તરીકે ફરજ બજાવતો અધિકારી 14 હજાર રૂપિયાની લાંચ લેતાં રંગે હાથે ઝડપાયો હતો. તો પાટણમાં પણ વર્ગ 3 નો કર્મચારી એસીબીના હાથે ઝડપાયો હતો.
સર્કલ ઓફિસર (circle officer)લાંચ લેતા ઝડપાયો
સંખેડા તાલુકા સેવાસદનમાં ફરજ બજાવતા રાકેશ જેઠાભાઈ પાટીદાર કે જેઓ સર્કલ ઓફિસર તરીકે સંખેડા તાલુકાની તાલુકા સેવાસદન કચેરીમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે વડોદરા ગ્રામ્ય એસીબી પી.આઈ.જે.આર.ગામીત અને તેમના સ્ટાફે છટકું ગોઠવી અને લાંચિયા સર્કલ ઓફિસરને તેમની જ ઓફિસમાં લાંચ (Bribery)લેતાં રંગે હાથે ઝડપ્યા હતા. ઓફિસરે રૂપિયા 14 હજારની લાંચ સ્વીકારી હતી.
આ પણ વાંચો: સુત્રાપાડા: TDO નું ઘોડુ દશેરાએ જ ન દોડ્યું અને ઝડપાયા ACBના હાથે
આ કામના ફરિયાદીનાં પિતાજી મરણ પામેલા હોઇ અને તેઓની જમીન (Land)માં તેમનું તથા પરિવારનાં સભ્યોનાં નામો વારસાઈમાં ઉમેરવાનાં હતા. જેથી આ કામે સંખેડા ખાતેની તાલુકા સેવા સદનમાં અરજી કરતાં અને આરોપી અધિકારીને મળતાં તેઓએ જણાવ્યું હતુ કે, તમારી અટકમાં ભૂલ છે. જેથી ફરિયાદી (complainant)એ તેમના પિતાજીની સુધારેલી અટકવાળી ગેઝેટની નકલ રજૂ કરી હતી. આ કામના આરોપીએ સુધારેલી અટક સાથે વારસાઈની નોંધ કરવા માટે લાંચની માંગણી કરી હતી. જોકે આ મામલે થયેલી કેટલીક રકઝકના અંતે રૂપિયા 14,000ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઇ અને તેમણે એસીબીનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે છટકુ ગોઠવતા આરોપી રૂપિયા 14,000ની લાંચ સ્વીકારી હતી. જેના પગલે આરોપી વિરુદ્ધ કાયદેસરની આગળની કાર્યવાહી કરાઈ છે.
તો બીજી તરફ પાટણ ખાતે જમીન દફતર મોજણી કચેરીના સિનિયર સર્વેયર લાંચ લેતા ઝડપાયા હતા. ભાડેથી જમીન પર સોલાર પ્લાન્ટ નાખવાનું હોઇ નિશાન નક્કી કરવા ફરિયાદીએ ઓન લાઇન અરજી મોજણી વિભાગમાં કરી હતી. અરજીના અનુસંધાને આરોપી સર્વેયર જગ્યા પર સર્વે કરી જમીનની સીટ તૈયાર કરવા ફરીયાદી પાસે 10 હજારની માગણી કરી હતી. આ તમામના પગલે ફરિયાદીએ એસીબીને સંપર્ક કરતા બનાસકાંઠા એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી સરકારી કર્મચારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
અમરેલીમાં ધોળા દિવસે ફાયરીંગ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4