ડીસાના ભોંયણ નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત (Accident)સર્જાયો છે. આ અકસ્માત બાદ ટ્રક અને રીક્ષામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતની ઘટનામાં બે લોકો જીવતા ભૂંજાયા છે.
ભયંકર અકસ્માત (Accident) સર્જાયો
રાજ્યમાં અકસ્માતની ઘટના બંધ થવાનું નામ નથી લઇ રહી તેમ એક બાદ એક અકસ્માત સર્જાઇ રહ્યાં છે. આ તમામ વચ્ચે આજે વધુ એક ઘટના બનાસકાંઠાથી સામે આવી છે. જિલ્લાના ડીસા ખાતે બે ટ્રક સામ સામે અથડાયા હતા. આ અકસ્માતમાં વચ્ચે આવેલી રીક્ષાનો પણ કચ્ચરઘાણ નિકળી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ત્રણ વાહનોમાં આગ લાગી હતી.
આ પણ વાંચો: જુની ગાડીઓ રાખવી થશે મોંઘી, રજિસ્ટ્રેશન રીન્યૂ માટેની ફી વધી, બદલાયા આ નિયમો
અકસ્માત (Accident)અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે
આ અકસ્માત અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકો ઝપેટમાં આવ્યા હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે રીક્ષામાં કેટલા પેસેન્જર હતા તે અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી.
ખુલ્લેઆમ ચેઈન સ્નેચિંગ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4